@siddtalks મહેરબાની કરી ચોથા સ્તંભને હેરાન ના કરશો 🙏🏻
હજારો રીલ શોધી, આખો દિવસ બતાવવામાં તેઓ તનતોડ મહેનત કરે છે; અને તે જ તેમનું મુખ્ય કામ છે. એમાં કોઈ ભૂલ હોય તો કહો.
સમાચાર તો સાઇડ બિઝનેસ છે.
@FalakThakkarr ડાંગ, નર્મદા કે મહીસાગર કહો તો પણ બરાબર છે, પણ ભરૂચ-આણંદ 😭🤣
સાવ આમ ના હોય, ઉદયપુર સુંદર સ્થળ છે.
કોઈક જગ્યાઓ ઓવરરેટેડ છે જેમ કે બાહુબલી હીલ્સ, મહીસાગર નું કડાણા ડેમ વ્યૂ-પોઇન્ટ તેનાં કરતાં અનેકગણું સુંદર છે.
@FalakThakkarr ગુજરાતમાં ટુરિસ્ટ સ્પોટ ઓછા છે એવું પણ નથી, લોકો એવું જાણે છે કે દિવાળીના સમયમાં ગુજરાતના દરેક ફરવાની જગ્યાએ ખૂબ ભીડ હોય છે તેથી બીજા રાજ્ય અને વિદેશમાં જવું વધારે હિતાવહ છે.
છેલ્લી ચાર દિવાળીમા કેરાલા, દુબઈ, ઉત્તરાખંડ, ગોવા ગયો છું, દરેક જગ્યાએ દર બીજો ટુરિસ્ટ ગુજરાતી જ હોય છે.
@FalakThakkarr લોકો ફરવાના નામે મંદિરે જ જાય છે અને તેનાથી મંદિરોમાં ભીડ થાય છે એવું નથી,
દરેક નું એવું વિચારવું હોય છે કે ફરવા સાથે સાથે મંદિર દર્શન પણ થઇ જાય અને તે સારી બાબત છે.
એટલે જ ઉદયપુર જતા શામળાજી
આબુ/જેસલમેર જતા અંબાજી
કચ્છ જતા ચોટીલા
અને સૌરાષ્ટ્ર જતાં સારંગપુર દર્શન પણ થઇ જાય.