પેશન્ટે પાણીપુરી ખાધી…
અને પછી ડાયરિયા શરૂ થયા.
તે 7 મહિનાની ગર્ભવતી હતી,
તેથી ચિંતા સાથે જિગીષા સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બતાવવા આવી.
તપાસ કરી, જરૂરી દવાઓ લખી આપી.
પછી પેશન્ટ અને તેના સગાઓએ એક સવાલ પૂછ્યો—
“ડૉક્ટર, આ દવાથી અંદર રહેલા બાળકને કોઈ સાઇડ ઇફેક્ટ તો નહીં થાય ને?”
એ સવાલ સાંભળીને મનમાં એક વિચાર આવ્યો…
જ્યારે પાણીપુરી ખાધી હતી,
ત્યારે શું પાણીપુરીવાળાને પણ પૂછ્યું હશે?
“આ પાણીપુરીથી અંદર રહેલા બાળકને કોઈ સાઇડ ઇફેક્ટ તો નહીં થાય ને?”
તમને શું લાગે છે…
પૂછ્યું હશે?
સંદેશ એક જ છે —
Pregnancy દરમિયાન ખાવા-પીવામાં સાવચેતી રાખો.
જેટલી ચિંતા દવાઓ માટે કરીએ છીએ, એટલી જ ખોરાક માટે પણ કરવી જોઈએ.
✍️ સમાચારની હેડલાઇનો.
'બ્રાહ્મણ વૃધ્ધને માર માર્યો',
'દલીત યુવતિની છેડતી',
'ક્ષત્રિય આધેડની હત્યા',
'પાટીદાર યુવકની ઘડપકડ',
'વણીક મહિલાએ ગળાફાંસો ખાધો'.
છેલ્લા કેટલાક સમયથી આપણા ગુજરાતી છાપાઓમાં વ્યક્તિની સાથે સાથે એની જ્ઞાતિ લખવાની પ્રથા શરુ થઇ છે એ સરવાળે સૌને બહુ ભારે પડવાની છે.
કોઇપણ રાષ્ટ્રને ભાંગી નાંખવુ હોય તો શિક્ષણ તો પછી આવે પણ જો વર્ગવિગ્રહ ઉભો કરો તો રાષ્ટ્ર સરળતાથી તુટી જાય.
અતિ શિક્ષિત માણસ પણ વર્ગવિગ્રહનો શિકાર જોવા મળે છે.
આ રીતે ચૂંટણી માં ખબર છપાય આ જાતિ ના આટલા ઉમેદવાર આ જ્ઞાતિ ના આટલા ઉમેદવાર શું કોઇ સમાચાર જ્ઞાતિ લખ્યા વગર ના છાપી શકાય ?
અગાઉ તો વ્યક્તિની સાથે સાથે જ્ઞાતિ લખવામાં નહોતી આવતી આ પ્રથા ખરેખર ખૂબ ખતરનાક છે સમાચાર વાંચતી વખતે કોઇપણ માણસ જ્ઞાતિનું નામ સાંભળીને લાગણીઓના પ્રવાહમાં તણાય જાય છે.
તમને જાણીને આશ્વર્ય થશે પણ સમાજને વર્ગવિગ્રહથી દૂર રાખવાની જેની જવાબદારી છે એવા શિક્ષિત લોકો પણ વ્યક્તિની સાથે જ્ઞાતિનું નામ વાંચીને વધુ ભાવુક થાય છે. મીડિયાની નૈતિક જવાબદારી ખૂબ મોટી છે એ ખુદ મીડિયા પણ જાણે અને સમજે છે. એક જ વાક્ય જો યોગ્ય રીતે લખાય તો સમાજને વિકાસની દીશા તરફ લઇ જાય અને જો એ જ વાક્ય અયોગ્ય રીતે લખાય તો સમાજને વિનાશ તરફ પણ ખેંચી જાય.
કોઇ વ્યક્તિએ કોઇ ગુનો કર્યો હોય તો એ માત્ર ગુનેગાર છે એને કોઇ ધર્મ કે જ્ઞાતિ નથી હોતી પણ સમાચારપત્રમાં જ્યારે એ ગુનેગારના નામની આગળ ધર્મ કે જ્ઞાતિ લખાય ત્યારે ગુનેગાર હોવા છતા માત્ર જ્ઞાતિના કારણે ગુનેગારની તરફદારી કરવાના બનાવો પણ વધતા જાય છે.
મીડિયા જ આના માટે દોષિત છે એવુ પણ હું નથી કહેતો કારણકે લોકોને ગમે એવુ લખાતુ હોય છે. ઘણીવખત કોઇ એક સમાચારપત્ર લખે એટલે પછી બીજા પણ લખે પરંતું સક્ષમ અને સમૃધ્ધ સમાજ માટે આવુ લખવાનું બંધ કરવાની કોઇએ તો પહેલ કરવી જ પડશે.
જો આવુ જ ચાલ્યા કર્યુ તો વર્ગવિગ્રહ એની ચરમસીમાએ પહોંચતા વાર નહિ લાગે અને વર્ગવિગ્રહની આ આગમાં આપણે બધા બળીને ખાક થઇ જશું.
હું આપને દિલથી કહુ છુ કે જ્યારે જ્યારે કોઇ વ્યક્તિના નામની સાથે સાથે એના સમાજ કે જ્ઞાતિનું નામ સાંકળવામાં આવે છે ત્યારે ત્યારે બહુ પીડા થાય છે.
દરેક માણસ પોતે જે જ્ઞાતિમાં જન્મયો હોય જે જ્ઞાતિ પ્રત્યે આદર કે સન્માન હોય એ સ્વાભાવિક છે પણ સમાચારોમાં નામની સાથે જ્ઞાતિ ભળે છે ત્યારે ભાવુકતા માણસને ભાન ભૂલાવી દે છે.
વ્યક્તિની ખરાબ બાબતો જ નહિ સારી બાબતોમાં પણ નામનો જ ઉલ્લેખ થવો જોઇએ જ્ઞાતિનો ઉલ્લેખ કરવાની કોઇ જ જરુર નથી કારણકે ખરાબ વ્યક્તિ સમગ્ર સમાજ માટેની શરમ છે અને સારી વ્યક્તિ સમગ્ર સમાજ માટેનું ગૌરવ છે.
માણસ પોતાની જ્ઞાતિ કે ધર્મને પ્રેમ કરે એમાં કોઈ વાંધો નથી પણ બીજી જ્ઞાતિ કે ધર્મને નફરત કરે ત્યારે આતંકવાદ જન્મ લે છે.
સમાજના જાગૃત નાગરીક તરીકે આપણે એક કામ ન કરી શકીએ ? આપણે સાથે મળીને પત્ર દ્વારા કે મેઇલ દ્વારા જુદા જુદા સમાચારપત્રોના તંત્રીશ્રીઓને એક આદર સાથેની અરજ કરીએ કે આપના સમાચારપત્રની ગરીમાં જાળવીને આપ વ્યક્તિની સાથે એની જ્ઞાતિ લખવાની ઉભી થયેલી પરંપરા બંધ કરવામાં સહકાર આપો. હું તો તમામ સમાચારપત્રોના તંત્રીને પત્ર લખીને વિનંતી કરવાનો છું આપ ઇચ્છો તો આપ પણ આ કાર્ય કરીને આપની લાગણી એમના સુધી પહોંચાડી શકો.
વોટ્સએપ દ્વારા પ્રાપ્ત.
હે #શ્રી#માધવ
એક રાજા પાસે બે ખૂબ જ સુંદર અને શક્તિશાળી ગરુડ (બાજ)ના બચ્ચા હતા. રાજાએ આ બંને બાજને ટ્રેનિંગ આપવા માટે દેશના સૌથી શ્રેષ્ઠ ટ્રેનર (શિકારી)ને કામ સોંપ્યું, જેથી તેઓ આકાશની ઊંચાઈઓ સર કરી શકે.
થોડા મહિનાઓ પછી ટ્રેનર રાજા પાસે આવ્યો અને કહ્યું, "મહારાજ, એક બાજ અદ્ભુત રીતે તૈયાર થયો છે. તે આકાશને આંબી જાય એટલી ઊંચી ઉડાન ભરે છે. પણ આ બીજા બાજમાં કંઈક સમસ્યા છે. તે જે દિવસથી આવ્યો છે, ત્યારથી ઝાડની એક જ ડાળી પર બેસી રહ્યો છે. તે ત્યાંથી એક ઇંચ પણ હલતો નથી. મેં તેને ઉડાડવાના બહુ પ્રયત્ન કર્યા પણ તે ઉડતો જ નથી."
રાજાએ દેશભરના મોટા પંડિતોને બોલાવ્યા. બધાએ પોતપોતાની ટ્રીક અજમાવી જોઈ, પણ પેલો બાજ પોતાની ડાળી છોડવા તૈયાર જ નહોતો.
છેવટે, રાજાએ આખા રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કે જે પણ આ બાજને ઉડાડશે, તેને મોટું ઈનામ મળશે. બીજા જ દિવસે સવારે રાજાએ જોયું તો પેલો બાજ આકાશમાં બીજા બાજની સાથે ખૂબ ઊંચે ઉડી રહ્યો હતો!
રાજા આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે પૂછ્યું, "આ ચમત્કાર કોણે કર્યો? તેને મારી સામે હાજર કરો."
ગરીબ ખેડૂત હાજર થયો. રાજાએ પૂછ્યું, "મોટા મોટા વિદ્વાનો જે ન કરી શક્યા, તે તેં કેવી રીતે કર્યું? તેં આ બાજને કેવી રીતે ઉડાડ્યો?"
"મહારાજ, હું બસ ઝાડ પર ચડ્યો અને જે ડાળી પર તે બાજ વર્ષોથી બેઠો હતો, મેં એ ડાળીને જ કુહાડીથી કાપી નાખી! જ્યારે તેની આશ્રયની ડાળી જ ન રહી, ત્યારે તેને ખબર પડી કે તેની પાસે ઉડવા માટે પાંખો પણ છે અને આખું આકાશ પણ છે!
ઓશો કહે છે કે આપણામાંથી મોટાભાગના લોકો એ બીજા બાજ જેવા છે. આપણી પાસે અનંત શક્તિઓ છે, ઉડવા માટે આખું આકાશ છે, પણ આપણે કોઈ ને કોઈ "ડાળી" પકડીને બેસી રહ્યા છીએ.
કમ્ફર્ટ ઝોનની ડાળી: આપણી જૂની આદતો, આપણી સુરક્ષાની ભાવના ભય અને કમ્ફર્ટ ઝોન એ આપણી ડાળીઓ છે.
જ્યાં સુધી ડાળી નહીં કપાય, ત્યાં સુધી ઉડાન નહીં શરૂ થાય: માણસ જ્યાં સુધી આ ભ્રમિત સુરક્ષાની ડાળીને પકડી રાખશે, ત્યાં સુધી તે પોતાની અસલી ક્ષમતા (Potential)જાણી શકશે નહીં. જ્યારે જિંદગી એ ડાળી કાપી નાખે છે (કોઈ સંકટ આવે છે), ત્યારે જ માણસ મજબૂર થઈને પોતાની પાંખો ફેલાવે છે અને તેને સમજાય છે કે તે તો આકાશમાં ઉડવા માટે જ જન્મ્યો હતો.
જય #શ્રી કૃષ્ણ જય #દ્વારકાધીશ
#MD 🍫 #TG 🙏🏼