#HealthForAll
Union Health Minister Shri J.P. Nadda to Launch Samagra Shishu Bal Swasthya Karyakram (SSBSK) at 16th CCHFW Conference
Unified programme will integrate Home-Based Newborn Care and Home-Based Care for Young Child under the vision of "पहले तीन साल सम्पूर्ण देखभाल"
Programme will introduce risk-stratified care, extended home visits, nurturing care for early childhood development, maternal mental health screening and digital child-wise tracking
https://t.co/eabLBQFQqg
આજરોજ આરોગ્ય સ્વાગત કાર્યક્રમના ભાગરૂપે સિવિલ હોસ્પિટલ, નડિયાદના Dental વિભાગ અને ENT વિભાગની સમીક્ષા કરવામાં આવી.આ વિભાગોની ઉપલબ્ધ સુવિધાઓ તથા સારવાર પ્રક્રિયા વિશે માહિતી મેળવી, જરૂરી સૂચનાઓ આપી.
આજરોજ ખેડા જિલ્લા વહીવટી તંત્રની નવી પહેલના ભાગરૂપે શરૂ કરવામાં આવેલ "આરોગ્ય સ્વાગત કાર્યક્રમ" સિવિલ હોસ્પિટલ, નડિયાદ ખાતે યોજવામાં આવ્યો, જેમાં આરોગ્ય સેવાઓ સંબંધિત આવેલ તમામ ફરિયાદોનો સ્થળ પર ચર્ચા કરી, હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.
"આરોગ્ય સ્વાગત કાર્યક્રમ"ને અનુલક્ષીને આજરોજ ખેડા જિલ્લામાં થયેલ માતા મરણ ની ઘટનાઓની ગંભીરતાથી સમીક્ષા કરવામાં આવી. આ બાબતે આરોગ્ય અધિકારીઓ અને સ્ટાફને 'ઝીરો મેટરનલ મોર્ટેલિટી' (માતા મરણ ન થાય) તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
ક્ષય રોગ જેને ટ્યુબરક્યુલોસિસ (TB) કહેવામાં આવે છે તે હવે અસાધ્ય રોગ રહ્યો નથી. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના #TBMuktBharat ના લક્ષ્યને સાકાર કરવામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત નીતિ આયોગના ટીબી નાબૂદી લક્ષ્યાંકના 95% હાંસલ કરીને અગ્રેસર રાજ્ય બન્યું છે.
આજના વિશ્વ ક્ષય રોગ દિવસ નિમિત્તે આપણે આ ચેપી અને ગંભીર રોગ પ્રત્યે સાવચેતી અને સમયસર સારવાર બાબતે જાગૃત થઈએ તથા 'સ્વસ્થ ગુજરાત, સ્વસ્થ ભારત'ના નિર્માણમાં સહયોગી બનીએ.
#WorldTBDay
જામનગર ખાતે આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલની સેવાઓનો ગત વર્ષે ૮.૧૫ લાખથી વધુ દર્દીઓએ લાભ લીધો
હોસ્પિટલ ખાતે સ્પેશિયાલીટી - સુપર સ્પેશિયાલીટીના ૨૨ જેટલા વિભાગો કાર્યરત: સાથે જ અહીં ૧,૭૦૦ થી વધુ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે તબીબી અભ્યાસ
ભારતીય બાળકોમાં મેદસ્વિતા obesity નું પ્રમાણ ભયજનક રીતે વધ્યું છે.
👉🏼આવનાર સમયમાં દુનિયાના મેદસ્વી બાળકોમાં દર 10માં એક ભારતીય હશે.
👉🏼કોવિડ પછી આ બમણી દરે વધ્યું છે.
👉🏼બેઠાડું જીવન, સ્ટ્રેસ, અપૂરતી ઊંઘ અને જંક ફૂડ તથા પારિવારિક જિનેટિક્સ આના પ્રમુખ કારણો
👉🏼મૂળે શરૂઆત સ્તનપાનને બદલે અન્ય વિકલ્પથી થાય છે.
👉🏼નાની ઉંમરે કે કિશોરાવસ્થામાં જ ડાયાબિટીસ, ફેટી લીવર, હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ઊભી થઈ શકે છે.
👉🏼 ઉપાય: ખોરાક અને જીવન શૈલી બદલાવ, કસરત, પૂરતી ઊંઘ, ખાસ કિસ્સામાં દવા કે સર્જરી
🚨નિષ્ણાતને ક્યારે દોડી મળવું જોઈએ?
1️⃣ ખૂબ જલ્દી વજન વધ્યું હોય! ઊંચાઈ ને બદલે માત્ર વજન વધતું જણાય!
2️⃣ માતા પિતાની સરખામણીએ વધુ વજન વધવાની પેટર્ન
3️⃣ ખૂબ ભૂખ, વારંવાર પેશાબ લાગે
4️⃣ કિશોરાવસ્થાના લક્ષણો મોડા આવે
5️⃣ અન્ય લક્ષણો જેવાકે માથું દુખે,ધૂંધળું દેખાય, ખેંચ આવે.
6️⃣ સ્ટીરોઇડ કે અન્ય દવાઓ પર હોય
#ObesityFreeGujarat
#Obesity
Dear parents, India is fighting both ends of nutrition! MALNUTRITION doesn't mean under-nourished only! It also includes over weight and obesity!!
Stop JUNCS...🍔🍟🥞🍨🧃
J = Juices 🧃
U = ultra processed food🥫
N = No Nutrition foods (junk)🍔
C = Carbonated/Caffeinated/(High)Calory drink🧋
S = Sugar (excess)🍚🍨🍦🍫
#ObesityAwareness
#ObesityDay
Pic courtesy: Kerala IAP
આજે આરોગ્ય સંસ્થાઓ ખાતે રસીકરણ દિવસ..
દર સોમવારે આરોગ્ય સંસ્થાઓ ખાતે રસીકરણ કામગીરી કરવામાં આવે છે..
સમજદારી દાખવો..
સગર્ભા માતાઓ અને બાળકને નિયત રસી અપાવો..
#vaccination#healthawarness#SwasthaBharat
20/2 થી 31/3 સુધી સ્પેશિયલ એન.સી.ડી.સ્ક્રિનિંગ ડ્રાઈવ
રાજ્યના 30 કે તેથી વધુ વયની વસ્તીનું #NCD -બિનસંચારી રોગો અંતર્ગત ડાયાબિટીસ, હાયપરટેન્શન અને ત્રણ કેન્સર (ઓરલ,બ્રેસ્ટ અને સર્વાઇકલ)નું રાજ્યના આયુષ્માન આરો.મંદિર,NCD ક્લિનિક,આરોગ્ય ફેસીલીટી ખાતે સ્ક્રિનિંગ,નિદાન,સારવાર કરાશે
વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે ૧૬.૩૫% ના વધારા સાથે રૂ.૨૩,૩૮૫ કરોડનું ઐતિહાસિક બજેટ
#GujaratBudget2025