માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સુપ્રસિદ્ધ તીર્થધામ અંબાજીના ગબ્બર પર્વત ખાતે સ્થાપિત કરવામાં આવેલ 51 શક્તિપીઠોની પ્રતિકૃતિની પરિક્રમાનો દિવ્ય ઉત્સવ એટલે તાજેતરમાં સંપન્ન થયેલ 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ધર્મોત્સવ સેવા, સુવિધા, સ્વચ્છતા અને સુરક્ષાની અદભૂત કામગીરીથી લાખો માઈભક્તો માટે આસ્થા અને વ્યવસ્થાનો દિવ્યોત્સવ બની રહ્યો.
વહીવટી પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઝડપી ઉકેલ માટે “સેવાસેતુ ૨.૦ (ગ્રામ્ય) કાર્યક્રમ” ના સુચારૂ આયોજન માટે તથા સેવાસેતુ મા સમાવિષ્ટ તમામ યોજના ના લાભો છેવાડાના લાભાર્થી સુધી પહોંચે તે માટે જિલ્લાના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી.
77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે નવી દિલ્હી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત દ્વારા રજૂ કરવામાં આવેલા ‘સ્વતંત્રતા કા મંત્ર : વંદેમાતરમ્’ થીમ આધારિત ટેબ્લોને સતત ચોથા વર્ષે ‘પોપ્યુલર ચોઈસ કેટેગરી’માં પ્રથમ સ્થાન મેળવવા બદલ ભારત સરકાર તરફથી પ્રાપ્ત થયેલ વિજેતા ટ્રોફી અને પ્રશંસાપત્ર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આજે માહિતી અને પ્રસારણ સચિવશ્રી તેમજ માહિતી કમિશનરશ્રી દ્વારા ગાંધીનગર ખાતે અર્પણ કરવામાં આવ્યા હતા.
આજરોજ માનનીય અધિક મુખ્ય સચિવશ્રી (મેહસૂલ) દ્વારા નવનિર્મિત મેહસૂલી ભવનની સ્થળ મુલાકાત લેવામાં આવી. તપાસ દરમિયાન ઇમારતની ગુણવત્તા, સુવિધાઓ તથા કાર્યક્ષમતાની સમીક્ષા કરી ઝડપથી કામગીરી પૂર્ણ કરવા જરૂરી સૂચનાઓ આપી.
આજરોજ માનનીય અધિક મુખ્ય સચિવ મહેસૂલ સાહેબે કલેક્ટર કચેરી, આણંદની મુલાકાત લઈ મહેસૂલી અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી મહેસૂલી કાર્યોની વિસ્તૃત સમીક્ષા કરી તથા નાગરિકોની સુખાકારીને કેન્દ્રમાં રાખી મહેસૂલી સેવાઓને વધુ ઇનોવેટિવ, કાર્યક્ષમ અને લોકાભિમુખ બનાવવા અંગે હાજર અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી.
આજરોજ માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે, ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓ હેઠળની ૨,૬૬૬ ગ્રામ પંચાયતોનું ઇ-ખાતમુહૂર્ત તેમજ ૧૧૪ ગામોમાં ‘ગ્રામોત્થાન યોજના’નો શુભારંભ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ભાદરણ ગામેથી કરવામાં આવ્યો હતો.
આણંદ જિલ્લાના નાગરિકોની સુખાકારીમાં વધારો થાય તથા ‘વિકસિત ભારત’ માટે ‘વિકસિત ગુજરાત’ના નિર્માણની દિશામાં મક્કમ પગલાંરૂપે, આજરોજ ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડ ખાતેથી માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આણંદ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આગામી ફેબ્રુઆરી–માર્ચ-૨૦૨૬ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં યોજાનાર SSC/HSC બોર્ડ પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલા તથા પરીક્ષા દરમિયાન થતી મૂંઝવણ, તણાવ તેમજ માનસિક–શારીરિક પ્રશ્નોના યોગ્ય માર્ગદર્શન અને ઝડપી સમાધાન માટે આજરોજ “પરીક્ષા સારથી” હેલ્પલાઈન નંબરનું જિલ્લામાં ઉદઘાટન કરવામાં આવ્યું
વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષાનો સામનો કરી શકે અને તેમનું ઉજ્જવળ ભવિષ્ય ઘડાય તે માટે રાજ્ય સરકાર દ્વારા એક સંવેદનશીલ અને પ્રતિબદ્ધ પહેલ લેવામાં આવી છે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે મહેસુલ રાજ્ય મંત્રી શ્રી સંજય સિંહ મહિડા, વરિષ્ઠ સચિવશ્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કલેકટર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા કલેકટરશ્રીઓને લોકોની રજૂઆતો સાંભળી તેના ઝડપી, પ્રામાણિક નિવારણ માટે જિલ્લા સ્તરે વધુ સુદ્રઢ વ્યવસ્થા વિકસાવવાની તથા જિલ્લા કક્ષાએ નિવારણ થઈ શકે તેવા પ્રશ્નો માટે લોકોને સરકાર સુધી કે વિભાગો સુધી આવવું ના પડે અને સ્થાનિક સ્તરે જ તેનું નિવારણ ઝડપી, પારદર્શી અને અસરકારક રીતે આવે તે માટે તાકીદ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા કલેક્ટરશ્રીઓને ફિલ્ડ વિઝીટને અગ્રતા આપીને સરકારી યોજનાઓના અસરકારક અમલનું મોનીટરીંગ કરવા સૂચન કરવાની સાથોસાથ ઓનેસ્ટી, ઇન્ટીગ્રિટી, કોમ્પીટન્સ અને ઇફેક્ટિવનેસના મુખ્ય આધાર પર સમગ્ર જિલ્લાની કામગીરીનું નેતૃત્વ કરવાનો પણ અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતી સ્વસ્થ જીવનશૌલી માટે અગત્યની હોવાનું જણાવતાં જિલ્લા કલેક્ટરશ્રીઓને પોતાના જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપીને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રાકૃતિક ખેતીનું મિશન પાર પાડવા પણ આહવાન કર્યુ હતું.
આજ રોજ બોરસદ તાલુકાના દેદરડા ગામે ગ્રામ પંચાયત તથા આંગણવાડી કેન્દ્રની મુલાકાત કરી, બાળકોના સર્વાંગી વિકાસ પ્રત્યે પૂરતું ધ્યાન આપવા જરૂરી માર્ગદર્શન આપ્યું તેમજ પંચાયત ઓફિસ ની મુલાકાત કરી જરૂરી રેકર્ડ ની ચકાસણી કરી જરૂરી સૂચનો આપ્યા.#cmogujarat#teamannad
આજરોજ ચારુસેટ યુનિવર્સિટી, ચાંગા (આણંદ) ખાતે યોજાનાર ૧૫મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેવા પધારેલ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહ સાહેબનું સોજીત્રા હેલિપેડ ખાતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આજરોજ આંકલાવ તાલુકાના આસોદર ગ્રામ પંચાયતની મુલાકાત લઈ સામાન્ય દફતરની કામગીરીની તપાસણી કરવામાં આવી. ગ્રામ વિકાસની યોજનાઓની સમીક્ષા કરી, સ્થાનિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી તેમજ સ્વચ્છતા અને અન્ય મહત્વપૂર્ણ બાબતો અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી.
આજરોજ પ્રાથમિક કન્યા શાળા, આસોદરની મુલાકાત લઇ બાળકો સાથે પ્રાર્થના સભામાં ભાગ લીધો. મધ્યાહન ભોજનની ગુણવત્તાની ચકાસણી કરી તથા બાળકો સાથે સંવાદ કરીને શિક્ષણ વ્યવસ્થા અને વિકાસ માટે શિક્ષકશ્રીઓને માર્ગદર્શન અને જરૂરી સૂચનો આપ્યા.
સોમનાથ તીર્થ ખાતે આસ્થા, સુવિધા અને સ્વાભિમાનનો ત્રિવેણી સંગમ.
સોમનાથ સ્વાભિમાન પર્વમાં ઉત્સાહભેર સહભાગી થવા આવતા હજારો શ્રદ્ધાળુઓને સુવ્યવસ્થિત અને સાનુકૂળ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંવેદનશીલ અને સેવાભાવી પહેલ તરીકે 2 ભંડારા શરૂ કરવામાં આવ્યા છે, જેમાં ભક્તજનોને સ્વચ્છ, પૌષ્ટિક અને સમયસર પ્રસાદ મળી રહે તે માટે આયોજનબદ્ધ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મહાપર્વ દરમિયાન યાત્રિકોને આરોગ્ય, સુરક્ષા અને મૂળભૂત સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ રહે તે દિશામાં સંકલિત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જેની સુચારુ વ્યવસ્થા માટે જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગોના ફરજ પરના અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં દિવસ-રાત ફરજ બજાવી રહ્યા છે.
#SomnathSwabhimanParv
મુજકુવા ખાતે દૂધ ઉત્પાદક સહકારી મંડળીની મુલાકાત લઇ મંડળીની કામગીરીની સમીક્ષા કરી અને દૂધ ઉત્પાદન, ગુણવત્તા તથા સહકારી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું.
આજરોજ મેઘવા-ગાના, તા. આણંદ ખાતે ગ્રામ પંચાયતની વહીવટી કામગીરીની સમીક્ષા કરી તથા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો તેમજ આંગણવાડી કેન્દ્રમાં પોષણ અભિયાન અંતર્ગત ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
#teamannad#cmogujarat