*૧૨મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ*
*વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું વર્ચ્યુઅલ સંબોધન સાંભળ્યું*
*સ્વસ્થ, સંસ્કારી અને સમૃદ્ધ ગુજરાતના સંકલ્પને યોગના માધ્યમથી સાકાર કરી શકીશું*
જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અત્રેના જિલ્લામાં નરોડામાં આવેલા દાસ્તાન ફાર્મ ખાતે કરવામાં આવી, આ પ્રસંગે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન શ્રી હિમાંજય પાલીવાલ, સાંસદ શ્રી હસમુખભ��ઈ પટેલ અને કલેક્ટર શ્રી ભવ્ય વર્માની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં યોગાભ્યાસ કરવામાં આવ્યો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનાં સંબોધનોનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું, ઉપસ્થિત સૌએ મહાનુભાવોના વર્ચ્યુઅલ સંબોધનોને સાંભળ્યાં હતાં.
@infoahdgog @InfoGujarat @CMOGuj @PMOIndia
#internationalyogaday
તા. ૨૦-૦૫-૨૦૨૬ ના રોજ અત્રેના જિલ્લાના બાવળા તાલુકાના રૂપાલ ગ્રામ પંચાયતની મુલાકાત લીધી, મુલાકાત દરમિયાન ગ્રામ પંચાયતના વહીવટી કામકાજ, વિકાસ કાર્યો અને સરકારી યોજનાઓની અમલવારીની સમીક્ષા કરી તથા મુલાકાત દરમ્યાન ગામની સ્વચ્છતા, પીવાના પાણી, રસ્તા વગેરે મૂળભૂત સુવિધાઓ અંગે નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આવ્યુ સાથે આંગણવાડી કેન્દ્રની પણ મુલાકાત લીધી.
@CMOGuj@infoahdgog@InfoGujarat
🇮🇳 આપણી જનગણના, આપણો વિકાસ 🇮🇳
જન ગણના–૨૦૨૭ અંતર્ગત મારી અને મારા પરિવારજનોની ઓનલાઈન પોર્ટલ મારફતે સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી.
જનગણના માત્ર એક પ્રક્રિયા નથી,પરંતુ દેશના વિકાસનો મજબૂત આધાર છે. સચોટ માહિતીથી જ સરકારની યોજનાઓ અને સુવિધાઓ દરેક નાગરિક સુધી અસરકારક રીતે પહોંચી શકે છે
અમદાવાદ ઝોનનો પોષણ સંગમ બેચ-૩ માટે વર્કશોપ માન.સચિવશ્રી WCD અને માન. કમિશ્નરશ્રી ICDS ની અધ્યક્ષતામાં યોજાયો.
જેમાં CMAM પ્રોટોકોલ મુજબ કુપોષિત બાળકોના સમુદાય આધારિત પોષણ વ્યવસ્થાપન માટે ICDS ના અધિકારી કર્મચારી સાથે વિસ્તૃત ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું.
આજ તા. ૦૨-૦૪-૨૬ ના રોજ અત્રેની જિલ્લા પંચાયત ખાતે પોષણ સંગમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ મેડિકલ ઓફિસરો, RBSK ટીમ, બાળ વિકાસ યોજના અધિકારી, મુખ્ય સેવિકા તથા પોષણ અભિયાનના સ્ટાફ હાજર રહ્યા.
વર્કશોપ દરમિયાન કુપોષણ નાબૂદી માટે અસરકારક કામગીરી, આંતર વિભાગીય સમન્વય અને ફિલ્ડ લેવલ પર અમલીકરણ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. હેલ્થ અને ICDS વિભાગના તમામ સ્ટાફને પોષણ સુધારણા માટે સંકલિત પ્રયાસો કરવાની દિશામાં સૂચનાઓ આપવામાં આવી.
@CMOGuj@infoahdgog@InfoGujarat
આજ તા. ૨૫-૦૩-૨૦૨૬ ના રોજ અત્રેના જિલ્લાના દસક્રોઇ તાલુકાની વડોદ ગ્રામ પંચાયત ખાતે માનનીય રાજ્યપાલશ્રીના અધ્યક્ષસ્થાને રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું, કાર્યક્રમ દરમિયાન ગ્રામજનો સાથે સીધી સંવાદ બેઠક યોજવામાં આવી.
@CMOGuj@infoahdgog@InfoGujarat@ADevvrat
ગુજરાતમાં પેટ્રોલ-ડ���ઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધારજીએ સ્પષ્ટ કર્યું છે કે ગુજરાત પાસે ઈંધણનો પૂરતો જથ્થો અને બફર સ્ટોક ઉપલબ્ધ છે. નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને બિનજરૂરી ચિંતા ન કરવા નમ્ર અપીલ છે.
#NoPanicPlease
@CMOGuj @infoahdgog @InfoGujarat @monakhandhar
તા.16-03-2026 ના રોજ I.C.D.S. શાખા અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે માતા યશોદા એવોર્ડ વર્ષ 2023-24 અને પોષણ સંગમ 2025-26 પ્રોગ્રામ પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત ઉમદા કામગીરી કરેલ આંગણવાડી કાર્યકર બહેન ,હેલ્પર બહેન અને આશા વર્કર ને પુરસ્કાર એનાયત કરવા માં આવેલ .
તા.16-03-2026 ના રોજ I.C.D.S. શાખા અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે માતા યશોદા એવોર્ડ વર્ષ 2023-24 અને પોષણ સંગમ 2025-26 પ્રોગ્રામ પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત ઉમદા કામગીરી કરેલ આંગણવાડી કાર્યકર બહેન ,હેલ્પર બહેન અને આશા વર્કર ને પુરસ્કાર એનાયત કરવા માં આવેલ .
આજ તા. ૧૦-૦૩-૨૦૨૬ ના રોજ અત્રેના જિલ્લાના બાવળા તાલુકાની શિયાળ ગ્રામ પંચાયતની મુલાકાત લેવામાં આવી, મુલાકાત દરમિયાન આદિમજૂથ હેઠળ મંજૂર થયેલ વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પી.એચ.સી.), આંગણવાડી કેન્દ્ર અને સબ સેન્ટરની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું. ઉપરાંત કમ્યુનિટી હોલના સ્થળનું નિરીક્ષણ તથા નવીન શાળાની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી તથા ગામમાં સાફ-સફાઈ રહે તે માટે જરૂરી સુચના આપી ઉપરાંત વેરા-વસુલ���ત સમયસર થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું.
@CMOGuj @infoahdgog @InfoGujarat @mopr_goi @GujPRHDept @GujDCoffice
આજ તા. ૦૬-૦૨-૨૦૨૬ ના રોજ અત્રેના જિલ્લાના ધોળકા તાલુકાની વટામણ ગ્રામ પંચાયતની મુલાકાત લીધી, જે દરમિયાન એસ.બી.એમ., પી.એમ.એ.વાય. અને મનરેગા જેવી વિવિધ યોજનાઓની સમીક્ષા કરી તથા ગામમાં પ્રાથમિક શાળાની સાયન્સ લેબની, આંગણવાડી કેન્દ્ર અને પી.એચ.સી. ની મુલાકાત લીધી ઉપરાંત SBM યોજના હેઠળ કાર્યરત એ.બી.આર. સેટલરના ચાલુ કામની સ્થળ મુલાકાત લઈ સમીક્ષા કરી.
@CMOGuj@InfoGujarat@infoahdgog@mopr_goi
ગુજરાત રાજ્યમાં 9 હજારથી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે માનદસેવાઓ લેવા માટેના માનવબળની જાહેરાત.
અરજી ફોર્મ તારીખ 08/08/2025 થી 30/08/2025 દરમિયાન રાત્રે 12:00 કલાક સુધી ભરી શકાશે.
માનદસેવા માટેની ઓનલાઈન અરજી કરવાની પદ્ધતિ માર્ગદર્શિકા વેબસાઈટ https://t.co/G9AumTrdnB ખાતે ઉપલબ્ધ છે.
આજ રોજ “મહિલા નેતૃત્વ દિવસ” નિમિતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશકિતકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્યના સુત્રને સાર્થક કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૦૧/૦૮/૨૦૨૫ થી તા. ૦૮/૦૮/૨૦૨૫ સુધી "નારી વંદન સપ્તાહ" ની ઉજવણી કરવામાં આવનાર છે, જેની ઉજવણીના ભાગરૂપે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ શ્રીમતી ભાવિકાબેન સોની જેઓ દસક્રોઈ તાલુકાના બારેજાના આંગણવાડી વર્કર છે તેમને સન્માન કરવામાં આવ્યા.
#નારીવંદનસપ્તાહ
@CMOGuj@infoahdgog@InfoGujarat
આજ રોજ “મહિલા નેતૃત્વ દિવસ” નિમિતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશકિતકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્યના સુત્રને સાર્થક કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૦૧/૦૮/૨૦૨૫ થી તા. ૦૮/૦૮/૨૦૨૫ સુધી "નારી વંદન સપ્તાહ" ની ઉજવણી કરવામાં આવનાર છે, જેની ઉજવણીના ભાગરૂપે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ શ્રીમતી સમતાબેન મકવાણા જેઓ બાવળા તાલુકાના બલદાણાના કેસરડીના આંગણવાડી વર્કર છે તેમને સન્માન કરવામાં આવ્યા.
#નારીવંદનસપ્તાહ
@CMOGuj@infoahdgog@InfoGujarat
આજ રોજ “મહિલા નેતૃત્વ દિવસ” નિમિતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશકિતકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્યના સુત્રને સાર્થક કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૦૧/૦૮/૨૦૨૫ થી તા. ૦૮/૦૮/૨૦૨૫ સુધી "નારી વંદન સપ્તાહ" ની ઉજવણી કરવામાં આવનાર છે, જેની ઉજવણીના ભાગરૂપે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ શ્રીમતી ઈલાબેન ગજ્જર ��ેઓ દસક્રોઈ તાલુકાના જેતલપુરના મુખ્ય સેવિકા છે તેમને સન્માન કરવામાં આવ્યા.
#નારીવંદનસપ્તાહ
@CMOGuj @infoahdgog @InfoGujarat
નવજાત શિશુ માટે માતાનું દૂધ અમૃત સમાન છે !!
વિશ્વભરમાં સ્તનપાનને પ્રોત્સાહન પ્રદાન કરવા તેમજ શિશુઓના નિરામય સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરવાની જાગરૂકતા અર્થે આંતરરાષ્ટ્રીય સ્તરે 1 થી 7 ઓગસ્ટ દરમિયાન "વિશ્વ સ્તનપાન સપ્તાહ"ની ઉજવણી કરવામાં આવે છે.
ચાલો, આ સપ્તાહના મહત્વને ઉજાગર કરવાની નક્કર નેમ સાથે સામાજિક સ્તરે વધુમાં વધુ માતાઓને "સ્તનપાન" જેવા સંવેદનશીલ વિષયથી સચોટ માહિતી સાથે અવગત કરવા કટિબદ્ધ બનીએ.
જિલ્લાના પ્રજાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તેમજ જાહેર સે���ાઓની ઇમારતો/ રોડ/રસ્તા/ પુલો/ શાળા/કોલેજો/આંગણવાડીના મકાનોની તાત્કાલિક મરામત કરવાની હાથ ધરવામાં આવેલ કાર્યવાહીની સમીક્ષા બેઠક માન.જિલ્લા પ્રભારી સચિવશ્રીની અધ્યક્ષતામાં યોજાઈ.