અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યકક્ષાના નમો સ્વચ્છતા અભિયાનનું તારીખ 1 /7 થી 7/7 સુધી સામુહિક સ્વચ્છતા મહા અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો. અત્રે વિવિધ મહાનુભાવો ની ઉપસ્થિતિમાં હોસ્પિટલ મહાનગરપાલિકા તથા જિલ્લા આરોગ્યતંત્ર ના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાના વિશેષ કાર્યક્રમનું સફળ
આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમ, સ્થાયી સમિતિ ચેરપર્શન પલ્લવીબેન ઠાકર, ડીનશ્રી ડો.હનમંત આમને, MS શ્રી ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ,નાયબ કમિશનરશ્રી જયેશભાઈ વાજા, CDHOશ્રી ડો.અલ્પેશ સાલવી તેમજ MoH શ્રી ડો.રવિ ડેડાણીયા જેવા વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
'નમો સ્વચ્છતા અભિયાન' અને 'અમૃતપાન અભિયાન': સંગમ સ્વચ્છતા અને સ્વાસ્થ્યનો..
આજથી શરૂ થયેલ 'નમો સ્વચ્છતા અભિયાન’ને માત્ર 7 દિવસ પૂરતુ મર્યાદિત રાખવાનું નથી, પરંતુ સ્વચ્છતાને આપણા બારે મહિનાના રોજિંદા સહજ સ્વભાવ અને આદતમાં વણી લેવાની છે. આપણી આસપાસ ગંદકી ન થાય અને સ્વચ્છતા જળવાય તે માટે દરેક નાગરિકે સ્વયં જાગૃત થવું પડશે.
સ્વચ્છતા અને સ્વાસ્થ્ય બંને એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલા છે, જેને જુદા પાડી શકાય તેમ નથી.
આપણી સંસ્કૃતિમાં કહેવાયું છે કે, 'પહેલું સુખ તે જાતે નર્યા'.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ દેશવાસીઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને સ્વચ્છ પાણી, સ્વચ્છતા અભિયાન, ધુમાડામાંથી મુક્તિ અને યોગ જેવી વિવિધ પહેલ કરી છે.
આજે ગુજરાત વૈશ્વિક સ્તરે પ્રગતિ કરી રહ્યું છે. વિદેશથી પણ લોકો હોસ્પિટલોમાં સારવાર કે પ્રવાસ માટે ગુજરાત આવતા હોય, ત્યારે આપણી સ્વચ્છતા જોઈને પ્રભાવિત થાય તેવું સુંદર અને અનુસરણીય વાતાવરણ આપણે સૌ સાથે મળીને ઊભું કરીએ.
સાથે જ, માતા અને બાળકોના સ્વાસ્થ્ય માટે વિશેષ પ્રયાસો કરીએ.
કાયમી દાંતમાં સડો હોવાથી RBSK ટીમ દ્વારા સ્કૂલમાંથી બાળકને ચેક-અપ કરી આગળ સારવાર માટે અત્રેની હોસ્પિટલના ડી.ઈ.આઇ.સી. વિભાગ ખાતે મોકલવામા આવેલું. જે અંતર્ગત બાળકના દાંતમાં સડો હોવાથી ડૉ. ચિરાગ રાજપુરા દ્વારા યોગ્ય નિદાન કરી, દાંતનો સડો દુર કરી યોગ્ય સારવાર કરવામાં આવેલ હતી.
અત્રેની હોસિ્પટલના તમામ વિભાગમાં સંચાલન તથા સંકલન સાધવા માટે તબીબી અધિક્ષકશ્રીની અધ્યક્ષતામાં તમામ વિભાગના વડાઓશ્રીની મીટીંગ યોજવામાં આવી હતી.
#gmersjunagadh
વિશ્વ રક્તદાતા દિન નિમિત્તે અત્રેની હોસ્પિટલ ખાતે વિવિધ મહાનુભાવોની હાજરી સાથે રકતદાન કેમ્પ યોજાયો. તથા 20 થી વધુ રકતદાન કરનાર અને 35 કેમ્પ કરનાર ગ્રૂપનું સન્માન કરવામાં આવ્યું.
#donatebloodsavelives@Sanjay_Koradia#gmersjunagadh
થેલેસેમીયા પીડિત બાળકો માટે 16000 માં થતો HLA ટેસ્ટ તદૃન ફ્રી.
આ ટેસ્ટ માટે આપેલ નંબર પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે
#thelesemia@JunagadhTeam@mcjunagadh
14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલ જુનાગઢને વર્ષ દરમ્યાન વિવિધ સમાજ, ધાર્મિક પ્રસંગોએ તથા વ્યક્તિ વિશેષના જન્મદિન નિમિતે 300 થી વધુ રકતની બોટલ એકત્રિત કરનાર કેમ્પ ઓર્ગેનાઈઝર તથા તમામ સેવાભાવી વ્યક્તિઓનો સહૃદય ઋણ સ્વીકાર
#blooddonate#gmersjunagadh
હોસ્પિટલ ખાતે સ્વછતા જળવાઈ રહે,દર્દીઓ સાજા થાય તેવા શુભાષયથી સિક્યુરિટી ગાર્ડસ દ્વારા પાન-માવા,તમાકુ,બીડી,ગુટખા વગેરેનું ચેકિંગ કરી COPTA હેઠળ દંડ પણ વસૂલ કરવામાં આવે છે. અત્રે મનોચિકિત્સક ડોક્ટર્સ,કાઉન્સિલર તથા પેલિએટિવકેર ખાતે સફળ સારવાર કરવામાં આવે છે
#WorldNoTobaccoDay2026