ગુજરાતમાં હાલના સમયમાં ગ્રાન્ટ ઈન એડ માધ્યમિક અને ઉચ્ચ્તર માધ્યમિક શાળાના અને સરકારી શાળાના શિક્ષકોનું ભણતર એકસમાન, સ્પર્ધાત્મક પરીક્ષા એકસમાન, ભરતી માટેની પ્રક્રિયા પણ એકસમાન તો બંને વચ્ચે નિયમો નો આટલો ભેદભાવ કેમ?
બધા લાભોથી વંચિત!
@narendramodi@jitu_vaghani@ArvindKejriwal
🤔"#આમાં_કેમ_ભણશે_ગુજરાત ?"🤔
"શિક્ષક વિનાની શાળા, શાળા વિનાનું ગામ'
📌કહેવાતા વિકસિત અને વાયબ્રન્ટ ગુજરાતમાં 525 #સરકારી_શાળાઓને ખંભાતી તાળાં લાગ્યાં.
📌ખાનગી શાળાને પ્રોત્સાહન કારણે સરકારી શાળાઓની સ્થિતિ કથળતી જાય છે. છેલ્લાં વર્ષોમાં રાજ્યમાં ૯૮૮ #ખાનગી_શાળાઓ શરૂ થઈ છે.
📌2,462 શાળાઓમાં માત્ર #એક_જ_શિક્ષક છે.
(1606 તો ફક્ત પ્રાથમિક શાળાઓ છે જેમાં માત્ર એક જ શિક્ષક છે.)
📌એક જ શિક્ષકવાળી શાળાઓમાં હાલ 87,300થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
(કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો રિપોર્ટ : દેશમાં એક શિક્ષક વાળી 1.11 લાખ શાળા)
📌રાજ્યમાં ૪૦ હજાર વર્ગખંડો ની જરૂરિયાત છે,૧૪૫૬ શાળાઓમાં #એક_જ_વર્ગખંડ છે.
📌ગુજરાતમાં 274 શાળામાં એક પણ વિદ્યાર્થી નહીં છતાં 382 શિક્ષક.
📌ગુજરાતમાં ૧૬૦૦+ શાળાઓ એવી છે ! જ્યાં બધાય વર્ગના વિદ્યાર્થીઓને એક જ શિક્ષક અભ્યાસ કરાવે છે.
👆🏻છેવાડાના સરહદી જીલ્લાથી માંડીને આદિવાસી-પછાત વિસ્તારોમાં શાળાઓમાં તો શિક્ષકો જ નથી.
📌લોકસભમાં રજૂ થયેલાં એક રિપોર્ટ અનુસાર, દર વર્ષે નવી #ખાનગી_શાળાઓ ખુલી રહી છે. વર્ષ ૨૦૧૫-૧૬માં ગુજરાતમાં ૧૨૫૦૨ ખાનગી શાળાઓ હતી તે વર્ષ ૨૩-૨૪માં વધીને ૧૩૪૯૦ થઈ છે. સરકારી શાળાની સંખ્યા ૩૫૧૨૨ હતી તે ઘટીને ૩૪૫૯૭ રહી છે.
📌ખુદ શિક્ષણ વિભાગ ખાનગી શિક્ષણને નવી નવી યોજનાઓ લાવી પ્રોત્સાહન આપી રહ્યુ છે જેના કારણે દિને દિને ખાનગી શાળાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને સરકારી શાળામાં ઘટાડો.
👆🏻શિક્ષણ ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરી રહ્યુ છે તેવી #ડીંગો હાંકવામાં આવી રહી છે ત્યારે સરકારી શાળાઓ બંધ રહી છે જ્યારે ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે.
📌રાજ્યમાં 25:1 ના રેશિયા પ્રમાણે 4.59 લાખ શિક્ષકો હોવા જોઈએ, પરંતુ છે 3.94 લાખ
👉🏻નવી શિક્ષણ નીતિ મુજબ 25 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક હોવા જોઈએ. ગુજરાતમાં વિદ્યાર્થી #શિક્ષકનો_રેશિયો જળવાતો નથી. 25 જેમ એકના રેશિયા મુજબ, રાજ્યમાં 4,59,868 શિક્ષકો હોવા જોઈએ. તેની સામે હાલ 3,94,053 શિક્ષકો છે એટલે કે, 65,814ની ઘટ છે
👉🏻રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં હાલ 25 હજાર શિક્ષકોની ખોટ વર્તાઇ રહી છે. શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો થાય છે, પરંતુ રાજ્યની શાળાઓમાં ભણાવવા માટે પૂરતા શિક્ષકો જ નથી.
👇🏻ગુજરાતના શિક્ષણ ક્ષેત્રની ફેક્ટ ફાઈલ👇🏻
👉🏻53,626 શાળાઓની કુલ સંખ્યા
👉🏻1,14,96,709 વિદ્યાર્થીઓની સંખ્યા
👉🏻3,94,054 કુલ શિક્ષકો
👉🏻29 વિદ્યાર્થી દીઠ એક શિક્ષકનો રેશિયો
👉🏻7 સરેરાશ એક શાળામાં શિક્ષકની સંખ્યા
👉🏻214 સરેરાશ એક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા
👉🏻274 શાળાઓમાં એક પણ વિદ્યાર્થી નથી
👉🏻382 શાળાઓ એવી શિક્ષકો છે વિદ્યાર્થી નથી
👉🏻2,462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે
👉🏻87,322 એક શિક્ષકવાળી શાળાઓમાં વિદ્યાર્થી
👆🏻રાજ્યનું શિક્ષણસ્તર દિવસે ને દિવસે ખાડામાં જઈ રહ્યું છે એનું કારણ આ બાબતો જરૂર છે પરંતુ એની સાથે સાથે શાળામાં શિક્ષકોની ઘટના કારણે હાજર શિક્ષકો પર વધારે કામનો બોજો આવી જવો પણ એટલો જ છે.👇🏻
📍શિક્ષકને #બિનશૈક્ષણિક કામો નો એટલો ભાર છે કે જેને કારણે અસરદાર શિક્ષણ મળવું જોઈએ તે આપી જ નથી શકતા... સરકારના અન્ય કામો જેમાં શિક્ષકની મહત્વની ભૂમિકા છે જેમ કે વસતી ગણતરી, તીડ ભગાડવા, ચૂંટણી અંગેની કામગીરી, કુટુંબ કલ્યાણ નસબંધી કેસોનું મોટિવેશન,બાળમજુરોની ગણતરી, ફોટો ઓળખકાર્ડનું વિતરણ, પશુ ગણતરી, સાક્ષરતા, અનુસાક્ષરતા, દકામની મોજણી, નબળા વર્ગની આર્થિક મોજણી,પોલિયો રસીકરણ,મેલેરિયા ગોળી વિતરણ,અન્ય મોજણી કામગીરી............... આવા અનેક કામોને કારણે શૈક્ષણિક કાર્ય કે વિદ્યાર્થીઓ પર જોઇતું ધ્યાન આપી શકાતું નથી,
📌👉🏻શાળાઓમાં શિક્ષકોની ઘટ, શાળામાં ઓરડાઓની ઘટ, જર્જરિત ઓરડામાં જીવના જોખમે અભ્યાસ કરતા બાળકો. અને ગામડાના બાળકોને શાળા સુધી લાવવા, એક શિક્ષકને એક કરતા વધુ વર્ગની જવાબદારી બદલીના કેમ્પ યોજવામાં વિલંબથી શિક્ષણ પર માઠી અસર, સમયસર પાઠ્ય પુસ્તકો સ્કૂલ સુધી ન પહોંચવા જેવા પડકારો હાલ શિક્ષણ સામે છે.
🤔શાળાઓમાં ભણાવનારાં શિક્ષકો જ નથી તો વિદ્યાર્થીઓને ભણાવે કોણ ?🤔
#ગુજરાત_મોડલ #કરાર_મોડલ
@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@jigneshmevani80@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@Chaitar_Vasava@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@GujaratFirst@Chaitar_Vasava@GenibenThakor@Gopal_Italia@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ
કોનું ગણિત પાક્કુ ને કોની નિયત કાચી ?
જરા વિચારી અને વાંચીને કહેજો.👇🏻
😅ટેટ ટાટ ભરતીના ઉમેદવાર પૂછતા હતા,
ભરતીની જાહેરાતો પાડીને ભરતી પૂર્ણ ન કરવી કે #નિમણુંક ન આપવામાં સરકારને શું ફાયદો ?🤔
💥જે ભરતી પ્રક્રિયા ૬ મહિનામાં પૂર્ણ થઈ શકે એમ છે એને સરકાર વર્ષો સુધી કોઈને કોઈ ગતકડાં ઉભા કરી કેમ લંબાવે ?🤔
👇એમને મારું એક "#સામાન્ય_ગણિત" છે જરા વિચારજો..🤔
🔴 ધોરણ 1 થી 8 ના કર્મચારીનો પગાર 26000
🙋🏻1 શિક્ષકનો પગાર એક મહિનાનો 26000
💁🏻1000 શિક્ષકનો પગાર એક મહિનાનો 2.6 કરોડ
💁🏻10000 શિક્ષકનો પગાર એક મહિનાનો 26 કરોડ
📌હવે માની લો ધોરણ (1 થી 8)ભરતીને 6 મહિના સુધી લંબાવે તો ?
26 * 6(મહિના) = 156 કરોડ
12 મહિના સુધી લંબાવે તો ?
26 * 12(મહિના) = 312 કરોડ
🔴 ધોરણ 9-10 ના કર્મચારીનો પગાર 40,800
🙋🏻1 શિક્ષકનો પગાર એક મહિનાનો 40,800
💁🏻3500 શિક્ષકનો પગાર એક મહિનાનો 14.28 કરોડ
📌હવે માની લો ધોરણ 9-10 ભરતીને 6 મહિના સુધી લંબાવે તો ?
14.28 * 6(મહિના) = 85.68 કરોડ
12 મહિના સુધી લંબાવે તો ?
14.28 * 12(મહિના) = 171.36 કરોડ
🔴 ધોરણ 11-12 ના કર્મચારીનો પગાર 49,800
🙋🏻1 શિક્ષકનો પગાર એક મહિનાનો 49,800
💁🏻4000 શિક્ષકનો પગાર એક મહિનાનો 19.92 કરોડ
📌હવે માની લો ધોરણ 11-12 ભરતીને 6 મહિના સુધી લંબાવે તો ?
19.92 * 6(મહિના) = 119.52 કરોડ
12 મહિના સુધી લંબાવે તો ?
19.92 * 12(મહિના) = 239.04 કરોડ
🔴💥બધી ભરતી☝️
6 મહિના મોડી જાય તો = 156+85.68+119.52 =🤯 361.2 કરોડ
12 મહિના મોડી જાય તો = 312+171.36+239.04 =🤯 722.4 કરોડ
💔🤫 18 મહિના એટલે કે 1.5 વર્ષ જતું રહ્યું તેનો =🤯 "1083.6 કરોડ" ફાયદો સરકારને અને તમને નુકશાન અત્યાર સુધીમાં થઈ ગયું છે.💔
તો હવે આગળની ગણતરી જાતે કરી લો ભરતી કેટલી મોડી કરવાથી કેટલો ફાયદો થશે...🤔🤔
👨💼 સરકાર જાણી જોઈને #ગતકડાં ઊભા કરી મોડું કર્યા કરે છે. ત્રણ વર્ષથી તો ફક્ત જાહેરાતનાં નામે શિક્ષક ભરતીનું #ગાજર લટકાવી રાખ્યું છે.🤨
. 👇ચોખવટ👇
👉🏼24700 શિક્ષક ની ભરતી કોઈ ખેરાત કે ભીખ નથી, વર્ષોથી નિવૃત્ત થયેલા અને શિક્ષકની ઘટ સામે 25% ની જ ભરતી થઈ રહી છે.બાકી જગ્યા તો વર્ષોથી પુષ્કળ(અંદાજિત 75 હજાર)ખાલી પડેલી છે.😠
👉જે આંકડા છે તે ફક્ત "જાહેરાત" કરેલ શિક્ષક ભરતી ના જ છે, નવી ભરતી ના નહીં.
👉અત્યારે જે મહેકમ અને રોસ્ટર મુજ્બ ભરતી થાય છે તે જૂનું મોડેલ ચાલ્યું આવે છે.
👉🏼સરકારની ઘણી 'કામચલાઉ પ્રથા કાયમી' બનતી જાય છે.
👉🏼 ખાનગીકરણ ને સતત વેગ મળી રહ્યો છે.
👉🏼7 લાખ #કોન્ટ્રેક્ટ - #આઉટસોર્સ ‘સરકારી’ કર્મચારી; પ્રાઇવેટ કંપનીઓ સરકાર પાસેથી કમાઈ રહી છે રૂ. 1000 કરોડ..
🛑બાકી એક વાત કહી દઉં જો પહેલા સરકાર "#આત્મનિર્ભર" બની હોત ને તો આજે JIO નો નહીં BSNL નો ડંકો વાગતો હોત..🏹
☝️આ એક ઉદાહરણ છે બાકી સરકારના તમામ સેક્ટર #ખાનગીકરણ તરફ આગળ વધે છે. સરકારી સંસ્થાનું ખાનગીકરણ કરી પુંજીપતી મિત્રોને વેંચી મારવાનો સુનિયોજિત એજન્ડા ચાલે છે.😒
⛔આમાં "સરકારી નોકરી" દિવસે ને દિવસે ઘટે છે.
⛔સરકારી મહેકમ પણ ઘટે છે. સરકારી કચેરીઓના મહેકમ વસતી વધારા પ્રમાણે વધવા જોઈએ અહીંયા એનાથી ઉલટું છે
⛔ભરતી સમયસર થતી નથી. જાણી જોઈને કર્મચારીઓ ની ઉણપ રાખી હેરાન પરેશાન કરવામાં આવે છે એટલે લોકો મજબૂર બની જાય જેથી સંસ્થા ખાનગી બને.
(નેતાઓ એટલા કપટી હોઈ છે કે સરકારી સંસ્થાની બાજુમાં જ પોતાનું ખાનગી સંસ્થાન ઉભુ કરી દે)
📌નેતાઓ કે પોતાના મળતિયાની ખાનગી સંસ્થાનો માં પ્રોડકેટ્સ ફ્રી કે નીચા ભાવે આપે.
📌તેમાં કામ કરતા લોકોને સરકારી કરતા પગાર ઊંચો આપો.
📌પછી એક સમય એવો "લાવવાનો" કે આજુબાજુ ની સરકારી સંસ્થા બંધ કરી દેવાની.
📌એટલે નેતાઓની પ્રાઇવેટ સંસ્થા ને વેગ મળે અને સરકારી સંસ્થાનું ઉઠમણું થઈ જાય.
📌આમ કરી ખાનગી સંસ્થાનની લત લગાડી દે.
📌પછી મનફાવે એમ લૂંટવાનું.😠
💥ગુજરાત માં #કોન્ટ્રાકટ એજન્સીઓ તમામ કોની ? શું એની ચોખવટ જરૂરી છે ??🤔
👉એક પ્રયોગ કરજો તમારા ગામના તલાટી ને પૂછજો તમારી પાસે કેટલા ગામનો ચાર્જ છે. આજે એક તલાટી પાસે કમ સે કમ 3 થી 4 ગામનો ચાર્જ હસે. એટલે કે જ્યાં 5 કર્મચારી ની જરૂર હોઈ ત્યાં 1 કર્મચારી પાસેથી કામનું ભારણ વધારી નીચોવી લેવાની મેલી નીતિથી તંત્ર ચલાવવા માં આવે છે.આવી હાલત તમામ કચેરી માં છે,
(આ એક ઉદાહરણરૂપ છે.વાસ્તવિકતા આના કરતાં પણ વધુ ભયાવહ છે.)😓
🤨બાકી ઉપર આપેલ સામાન્ય ગણિત વિચારજો, જેટલું મોડુ કરે નુકશાન સરકારને નહીં તમને જ છે, સરકારને તો ફાયદો ને ફાયદો જ છે.
😠સરકારને "સરકારી ભરતીમાં નહીં ફક્ત ને ફક્ત #રાજકીય_ભરતીમાં જ રસ છે."
😒શાળામાં શિક્ષક આવે કે નાં આવે એની કોઈ દરકાર સરકારને ને નથી, આમ પણ તમારો ફાયદો 2027 માં લેવાનો છે, 2022 માં તો ગાજર લટકાળી તમારો સમય તો પસાર કરી નાખ્યો છે.😤
#કડવું_છે_પણ_સત્ય_છે
#Reality_of_Gujarat_Model
સરકાર કર્મચારી માટે નિર્ણય કરશે એવી વિચારણા કરે છે અને અફવા ઉડે છે પરંતુ આ #ફિક્સ_પે ની નીતિ થી કર્મચારીઓ મહેનત કરે છે એમની સાથે અન્યાય થાય છે ક્યાં સુધી એમનું શોષણ થતું રહેશે?
#ગુજરાત માં જ આ ફિક્સ પે નીતિ છે સાથે #આઉટસોર્સિંગ માં નોકરી કરતા લોકો નું પણ શોષણ થાય છે જે અટકવું જોઈએ
#Remove_Fix_Pay_In_Gujarat
@narendramodi@CMOGuj@sanghaviharsh
આપણાં દેશનાં યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 17 મી સપ્ટેમ્બરનાં રોજ જન્મ દિવસ આવતો હોય એ દિવસે ગુજરાતનાં ફિક્સ પગારના કર્મચારીઓને નામદાર ગુજરાત હાઈકોર્ટે 2012 માં આપેલ ચુકાદાનું પાલન કરી ન્યાય આપશો.
#remove_fix_pay_gujarat#cmogujarat
શિક્ષક કભી સાધારણ નહીં હોતા,
પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ..!
આજ રોજ ડૉ.બાબાસાહેબ ઓપન યુનિવર્સિટી અમદાવાદ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત અને ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાજ્ય કારોબારી બેઠકમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.
શિક્ષક એ બાળકના ઘડતરનું નિર્માણ કરે છે.શિક્ષક પ્રત્યેનું સન્માન રાષ્ટ્રના પ્રત્યેક વ્યક્તિની આંખોમાં તેજસ્વીભર્યું હોવું જોઈએ.આજે ભારતીયતાનું મૂલ્ય વધી રહ્યું છે,જે શિક્ષકોને આભારી છે.
આ બેઠકમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના સૌ પદાધિકારીઓ દ્વારા મારુ ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું તે બદલ તેમનો હૃદયપૂર્વક આભારી છું.
આ રાજ્ય કારોબારી બેઠકમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માધ્યમિક સંવર્ગ ના ઉપાધ્યક્ષ મોહનજી પુરોહિત,અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષ ભીખાભાઈ પટેલ,અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત મહામંત્રી મિતેશભાઈ ભટ્ટ,અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત સંગઠન મંત્રી સરદારસિંહ મછાર,ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના મદદનીશ કુલ સચિવ ભાવિનભાઈ ત્રિવેદી,અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માધ્યમિક સંવર્ગ ના અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાવલજી,મોટી સંખ્યામાં તમામ સંવર્ગના પ્રાંત,વિભાગ તથા જિલ્લા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
#Ahemdabad
#Babasaheb #University
#Kuberdindor24×7