મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલી “નાગરિક દેવો ભવ:”ની વિભાવના ‘વન-ડે ગવર્નન્સ’થી ‘વોટ્સએપ ગવર્નન્સ’ દ્વારા સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ભર્યુ છે. આ હેતુસર મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર અને મેટા પ્લેટફોર્મ્સ કંપની વચ્ચે એક મહત્ત્વપૂર્ણ MoU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા.
આ MoU અનુસાર ડિજીટલ ગવર્નન્સને વેગ આપીને નાગરિકોને વોટ્સએપ પરથી જ ઓનલાઈન સેવાઓ ઉપલબ્ધ બનાવાશે અને ગ્રામીણ તથા શહેરી નાગરિકોને ગ્રિવન્સીસ રીડ્રેસલ સહિત આવક-જાતિ અને EWS પ્રમાણપત્રો, રેશન કાર્ડ અપડેટ, મહેસૂલ રેકોર્ડસ, સત્તાવાર સોગંદનામા જેવી 20 જેટલી સરકારી સેવાઓ અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં એક જ વોટ્સએપ નંબર પરથી ઘરે બેઠા મળતી થશે.
લોકો માટે સરકારી સેવાઓને વધુ સરળ અને ઝડપી બનાવવાની સાથોસાથ લાસ્ટ માઈલ ડિલીવરી સુનિશ્ચિત કરતા MoUથી નાગરિકોને વિવિધ સેવાઓ માટે અલગ-અલગ વેબ પોર્ટલ પર નેવિગેટ કરવામાંથી કે કચેરીઓમાં રૂબરૂ જઈને લાઈનમાં ઉભા રહીને રાહ જોવામાંથી પણ મૂક્તિ મળશે. આ ઉપરાંત, આ MoUનું અમલીકરણ થતાં રિયલ ટાઈમ સ્ટેટસ ટ્રેકિંગ માટેની વ્યવસ્થા પણ વધુ સુદ્રઢ બનશે. રાજ્ય સરકાર આવનારા દિવસોમાં તબક્કાવાર વધુ સેવાઓ પણ આ વોટ્સએપ આધારિત પ્લેટફોર્મ સાથે સાંકળવાની નેમ ધરાવે છે.
પ્રોટોકોલના બદલે પ્રજાને પ્રાધાન્ય આપતો રાજ્ય સરકારનો ઐતિહાસિક અભિગમ...
કોઈ ઉદઘાટન કે ભવ્ય સમારોહ વિના આવતીકાલથી રાજ્યના વિવિધ રૂટ પર એકસાથે 300 નવી અત્યાધુનિક બસો સીધી જ જનતાની સેવામાં કાર્યરત કરાશે.
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સુરતમાં એસ.ટી. બસમાં સામાન્ય મુસાફરની જેમ મુસાફરી કરી અને ડિજિટલ ટિકિટ પેમેન્ટ કરીને ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપ્યું.
સુરતથી ઓલપાડના જીણોદ સુધીની આ મુસાફરી દરમિયાન આત્મીય સંવાદ સાધી જનસંવેદનશીલ નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
Glad to meet Mr. Yuvraj Narayan, Group CEO of DP World, and discuss ways to further strengthen Gujarat’s position as a global logistics and trade hub.
DP World has been a valued partner in Gujarat’s growth journey, with MoUs signed during Vibrant Gujarat Global Summit focusing on ports, logistics parks, rail freight and economic zones. These initiatives will further enhance connectivity, trade efficiency, and employment opportunities in the state.
In partnership with DP World, Gujarat is strengthening its maritime ecosystem through world-class port infrastructure, including operations at Mundra and the upcoming greenfield terminal at Tuna Tekra, Kandla—driving exports, reducing logistics costs, and creating employment.
Under the visionary leadership of Hon'ble PM Shri Narendra Modi ji, Gujarat continues to attract global investments and drive India’s growth story.
Reviewed key insights during the Transport Department presentation, focusing on strengthening infrastructure, enhancing connectivity, and driving efficient mobility solutions for the future.
An absolute delight to witness the Gujarat–Australia friendly cricket match today!
Great to have H.E. Phillip Green OAM present, adding to the spirit of camaraderie.
Both teams showcased incredible courage, sportsmanship, and a true sense of togetherness, reminding us that cricket goes beyond boundaries.
@AusHCIndia
તાજેતરમાં UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2025મા પસંદગી પામેલા SPIPA ના ઉમેદવારો સાથે મુલાકાત કરી.
ગુજરાતના આ તેજસ્વી યુવાનોએ પરીક્ષાની તૈયારીના અનુભવો શૅર કર્યા, તે જાણવા ખૂબ રસપ્રદ રહ્યા.
ખાસ કરીને SPIPAની તાલીમ અને રાજ્ય સરકાર તરફથી મળેલ પ્રોત્સાહન આ યુવાનો માટે ઉપયોગી બન્યા તે જાણીને આનંદ થયો.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનું વિઝન આપ્યું છે, તેને વિકસિત ગુજરાતના નિર્માણથી સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, ત્યારે આ યુવાનો સરકારી સેવાદાયિત્વમાં જોડાઈને છેવાડાના માનવીના કલ્યાણની ભાવના સાથે શ્રેષ્ઠ યોગદાન આપે તેવું આહવાન કર્યું.
આરોગ્ય, શિક્ષણ જેવા ક્ષેત્રો સામાન્ય માણસ સાથે સીધી રીતે જોડાયેલા છે, ત્યારે તેને પ્રાથમિકતા આપીને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ જન-જન સુધી પહોંચાડવા સંકલ્પબદ્ધ થવાનો અનુરોધ સૌને કર્યો.
Celebration of 16th National Voters' Day @Gujarat. 02 DEOs, 02 Add./Dy.DEOs, 02 Deputy Section Officers, 40 EROs, 50 AEROs, 178 BLOs & 71 Assistant BLOs were appreciated at State .
@ECISVEEP@SpokespersonECI@PIB_India#ECI#NVD2026#SIR
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે રાજ્યના વિકાસને ગતિ આપતી એસ.ટી બસ સેવા સાથે આજે જોડાયેલા નવનિયુક્ત કર્મચારીઓને અભિનંદન સહ શુભેચ્છા પાઠવવાની સાથોસાથ નાગરિકોને સુગમ-સુખદ સફરની અનુભૂતિ કરાવવા બાબતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા રાજ્ય સરકાર પ્રત્યનશીલ છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વિસ્તરેલી એસ.ટી.ની અસરકારક, આરામદાયક અને અત્યાધુનિક પરિવહન સેવાઓની રૂપરેખા આપી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી સુજીત કુમારના હસ્તે કલેક્ટર કચેરી ખાતે 'SIR-Help Desk'નો પ્રારંભ.
મતદારોની સહાયતા માટે તમામ વિધાનસભા મતવિસ્તારો સહિત જિલ્લામાં ૫૦થી વધુ હેલ્પ ડેસ્ક શરૂ કરાયાં.
#SIR#HelpDesk
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘વિકસિત ભારત @ 2047’ના સંકલ્પમાં ‘વિકસિત ગુજરાત @ 2047’ને અગ્રેસર રાખવાના ધ્યેયથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય શાસનના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિમાં જરૂરી ફેરફાર માટે ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)ની રચના કરેલી છે.
આ સંદર્ભમાં વહીવટી સુધારણા પંચ (GARC) દ્વારા રાજ્યમાં ભરતી પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શી, ટેકનોલોજી યુક્ત અને યુવા કેન્દ્રિત બનાવવાની નવ ભલામણો સાથે તૈયાર કરાયેલ છઠ્ઠો ભલામણ અહેવાલ પંચના અધ્યક્ષ ડૉ. હસમુખભાઈ અઢિયાએ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીને સુપ્રત કર્યો હતો.
આ ભલામણોના અમલથી ભરતી પ્રક્રિયા એક વર્ષથી ઓછી સમયમર્યાદામાં પૂર્ણ થાય, રાજ્યના યુવાનોને સમયસર અને પારદર્શક રોજગારી તક પ્રાપ્ત થાય, ખાલી જગ્યાઓ ઝડપથી ભરાય તેમજ સરકારની વહીવટીક્ષમતા અને જાહેર સેવા પ્રદાનમાં ગતિ આવે તેવો રાજ્ય સરકારનો અભિગમ સાકાર થશે.
GARCના છઠ્ઠા અહેવાલની આ ભલામણો GARCની વેબસાઇટ https://t.co/q2aIrIO23q ઉપર અપલોડ કરવામાં આવેલી છે.
રાજ્યવહીવટને વધુ લોકાભિમુખ અને અસરકારક બનાવવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારે ‘ગુજરાત વહીવટી સુધારણા પંચ’(GARC)ની રચના કરી છે.
પંચે આજે તેમનો છઠ્ઠો અહેવાલ સુપ્રત કર્યો.
આ અહેવાલમાં રાજ્યમાં ભરતી પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શી, ટેક્નોલોજી-યુક્ત અને યુવા-કેન્દ્રિત બનાવવા 9 જેટલી ભલામણો કરવામાં આવી છે.
જેમાં, ભરતી પ્રક્રિયા પૂરી કરવા માટે નિશ્ચિત સમયમર્યાદા, સંયુક્ત ભરતી અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, દર બે વર્ષે નિશ્ચિત રિક્વિઝિશન વિન્ડો, સંપૂર્ણ ડિજિટલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, કેન્ડીડેટ-ફ્રેન્ડલી એન્ડ-ટુ-એન્ડ ડેશબોર્ડ, ભરતી એજન્સીઓની ક્ષમતામાં વધારો અને પુનર્ગઠન, સહિતની ખૂબ ઉપયોગી ભલામણો કરવામાં આવી છે.
રાજ્યના યુવાનોને સમયસર અને પારદર્શક રોજગારી તક પ્રાપ્ત થાય, લાંબા સમયથી પેન્ડિંગ ખાલી જગ્યાઓ ઝડપથી ભરાય,અને સરકારની વહીવટીક્ષમતા અને જાહેર સેવા પ્રદાનમાં ગતિ આવે તેવો રાજ્ય સરકારનો અભિગમ છે.
GARCના છઠ્ઠા અહેવાલની આ ભલામણો પંચની વેબસાઈટ https://t.co/RkSbmR4dH9 ઉપર જોઈ શકાશે.