#ફિક્સ_પે ના કર્મચારીઓ સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે હવે આ નીતિમાં બદલાવ કરવાનો સમય આવી ગયો છે. ત્વરિત સકારાત્મક નિર્ણય લઈ લાખો ફિક્સ પે કર્મચારીઓની આવનારી દિવાળી સુધારી આપો🙏#Remove_Fixpay_in_gujarat
@
એક જ કામ, એક જ જવાબદારી
શૂન્ય ઈન્ક્રીમેન્ટ, કોઈ પેન્શન નહીં, કોઈ ગ્રેચ્યુઇટી નહીં, કોઈ ભવિષ્યની સુરક્ષા નહીં.
#BJPએ 2006માં શરૂ કરેલી ફિક્સ પે નીતિ આજે 20 વર્ષ પછી પણ લાખો વર્ગ-3 અને વર્ગ-4 કર્મચારીઓનું વ્યવસ્થિત શોષણ કરી રહી છે. મોંઘવારી આકાશે ચઢે છે, પગાર અટકી જાય છે. પરિવારો ત્રસ્ત છે.
હાઈકોર્ટે આ નીતિને શોષણકારી કહી. સુપ્રીમ કોર્ટમાં 14 વર્ષથી કેસ પેન્ડિંગ છે. સમર્પિત કર્મચારીઓને સસ્તા મજૂર તરીકે ક્યાં સુધી રાખશો?
આ નીતિ નથી, આ અન્યાય છે.
વ્યથા સાંભળો.
ન્યાય આપો.
#Remove_Fixpay_in_gujarat
#EqualWork_EqualPay @CMOGuj@Bhupendrapbjp@BJP4Gujarat
ગુજરાતના વર્ગ-૩ અને વર્ગ-૪ કર્મચારીઓને ૫ વર્ષ સુધી ફિક્સ પગારમાં કેદ રાખવાની આ અન્યાયી નીતિ ક્યાં સુધી?
આખા ભારતમાં કોઈ રાજ્યમાં આટલી લાંબી ફિક્સ પગારની મુદત નથી!
સમાન કામ, અડધો પગાર અને કોઈ ભથ્થું નહીં…
આ શોષણ ક્યારે બંધ થશે?
#Remove_Fixpay_in_gujarat
ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે ફિક્સ-પે કર્મચારીઓની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાને ધ્યાનમાં લઈને આ નીતિમાં યોગ્ય અને સકારાત્મક બદલાવ કરવાનો સમય આવી ગયો છે.
લાખો કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ત્વરિત અને હકારાત્મક નિર્ણય લેવામાં આવે એવી નમ્ર વિનંતી.
@CMOGuj