ચાણસ્મામાં આં.વા. કેન્દ્રોમાં બાળદિવસની ઉજવણી કરવામાં આવેલ જેમાં બાળકોને થીમ પ્રમાણે પ્રિસ્કુલ કીટ, રમત ગમત ભાગ 1/2, ચિત્રપોથીનો ઉપયોગ કરીને તેનુ પ્રદર્શન ગોઠવી વાલીઓને તે વિશે અવગત કરવામાં આવેલ પ્રવૃત્તિઓ કરાવવામાં આવેલ તેમજ બાળકોના વજન ઊંચાઈ અને બાળકના વિકાસ અંગે ચર્ચા કરેલ
આજ રોજ માન. કલેકટર સાહેબશ્રી પાટણની ચાણસ્મા તાલુકાના સેઢાલ ગામની મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્રની મુલાકાત કરી આંગણવાડી કેન્દ્રની પ્રાથમિક માહિતી, HCM જથ્થા, બાળકોની પોષણ સ્થિતિ, રજીસ્ટર નિભાવણી, મેનુ મુજબ નાસ્તો વગેરેની ચકાસણી કરી જરૂરી માર્ગદર્શન આપેલ
પલાસર સેજામા લણવા ગામમાં THR અને મિલેટસ માંથી વિવિધ વાનગીઓ બનાવી પોષણ ઉત્સવ 2026 ની ઉજવણી કરી અને જેમાં CDPO શ્રી ચાણસ્મા, ઉપસરપંચશ્રી, ગામના અગ્રણીઓ, CHOશ્રી દ્વારા વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા.
પીંપળ સેજામા કેશની ગામમાં THR અને મિલેટસ માંથી વિવિધ વાનગીઓ બનાવી પોષણ ઉત્સવ 2026 ની ઉજવણી કરી અને જેમાં CDPO શ્રી ચાણસ્મા, સરપંચશ્રી, TCMશ્ર��, શિક્ષકગણ દ્વારા વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા.
આજરોજ બાળતુલા દિવસની ઉજવણી કરી ૦ થી ૫ વર્ષના બાળકોની વજન ઊંચાઈ કરેલ વાલી મીટીંગ કરેલ વાલીઓને બાળકના વિકાસ અંગે ચર્ચા કરેલ અને ટી એચ આર પેકેટ વિશે સમજ આપેલ
માન. જિલ્લા વ��કાસ અધિકારી સાહેબશ્રી અને માન. પ્રોગ્રામ ઓફીસર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ ચાણસ્મા તાલુકામાં ICDS,ગ્રામ પંચાયત, મામલતદાર કચેરી અને પોસ્ટ ઓફિસ જેવા વિભાગો ના સંયુક્ત પ્રયાસથી બાળકોના નવા આધાર કાર્ડ બનાવવા અને અપડેટ કરાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી.
આજ રોજ CDPO શ્રી ચાણસ્મા દ્વારા ઝીલીઆ-2 જર્જરીત આંગણવાડી કેન્દ્ર ની મુલાકાત લઈને ગામના આગેવાનો સાથે ચર્ચા કરીને ખૂટતી જમીન અંગેનો પ્રશ્ન નિવારણ કરવા પ્રયત્ન કરેલ.
પ્રગતિનો પ્રવેશોત્સવ 2026
પ્રવેશોત્સવ ઉજવણી ના બીજા દિવસે ચાણસ્મા તાલુકામા Resp. કલેકટર સાહેબશ્રી ���્વારા નાના નાના ભૂલકાંઓને ઉત્સાહભેર પ્રવેશ કરાવેલ તેમજ આંગણવાડી કેન્દ્રની માળખાકીય અને યોજનાકીય બાબતો વિશે માર્ગદર્શન આપેલ
ચાણસ્મા તાલુકાના પાટણ જિલ્લા પ્રભારીશ્રી, શ્રી V.I. Patel (IAS) Additional commissioner GMFB Gandhinagar, નાયબ નિયામકશ્રી પાટણ (અ.જા.), CDPOશ્રી ચાણસ્મા તથા તાલુકાના અન્ય અધિકારીશ્રી, મુખ્ય સેવિકાશ્રી દ્વારા વિવિધ આં.વા. કેન્દ્ર અને શાળામા નાના ભૂલકાઓને પ્રવેશ આપેલ
તા ૧૬/૦૬/૨૦૨૬ ના રોજ ચાણસ્મા ઘટકના વડાવલી ખાતે જન કલ્યાણ શિબિર નું આયોજન કરવામાં આવેલ જેમાં ૨૩૫ જેટલા લાભાર્થીઓએ લાભ લીધેલ, નવા આધાર કાર્ડ કઢાવેલ, આધાર અપડેટ તેમજ MMY જથ્થા નું વિતરણ વગેરે કરવામાં આવેલ
પોષણ માસ ૨૦૨૦ ઊજવણી અંતર્ગત ધારપુરી ગામ ખાતે સીડીપીઓશ્રી તથા મુખ્યસેવિકા દ્���ારા આંગણવાડીના બાળકોને પોષણયુક્ત શાકભાજી તથા ફળાઉ વૃક્ષોના વાવેતર કરવામાં આવ્યુ તેમજ કાર્યકરને કિચનગાર્ડન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ.
પોષણ માસ ૨૦૨૦ ઊજવણી અંતર્ગત ધિણોજ ગામ ખાતે સીડીપીઓશ્રી દ્વારા "બેટી બચાવો, બેટી પઢાવો" યોજના અંતર્ગત દીકરી જન્મને વધાવવા નવી જન્મેલ દીકરીઓને કીટ વિતરણ કરવામાં આવી તેમજ આંગણવાડીના બાળકોને પોષણયુક્ત શાકભાજી તથા ફળાઉ વૃક્ષોના વાવેતર માટે કાર્યકરને યોગ્ય માર્ગદર્શન આ��વામાં આવ્યુ.