भारतीय सेना के असम रेजिमेंट के जवान प्रियांजल ने एक वीडियो बनाया है जिसमें उन्होंने कहा, उन्होंने हमें चीनी कहा, हम भारतीय हैं! ठीक है। 😔
यह वीडियो उन्होंने 24 साल की त्रिपुरा की छात्रा एंजल चक्मा के समर्थन में बनाया है। एंजल को 9 दिसंबर 2025 को देहरादून में मार दिया गया था क्योंकि उन्होंने, चिन्की, मोमो और चीनी जैसे अपमानजनक शब्दों का विरोध किया था।
प्रियांजल ने एकता और पूर्वोत्तर के लोगों के खिलाफ भेदभाव खत्म करने की अपील की है, लोगों ने वीडियो पर समर्थन दिखाया और न्याय की मांग की है। 🫡
સિનિયરોમાંથી બે વસ્તુ શીખવા મળે...
1️⃣ શું કરવું..કેવા બનવું!
2️⃣ શું ન કરવું...કેવા ન બનવું!
પસંદગી આપણી હોય છે! કારણકે તેના પરિણામો પણ આપણને જ મળે છે!!
ગુજરાતમાં RTO માન્ય કઈ લાઈટ છે?
હાઈ વે ઉપર આંખ આંજી નાંખતા વાહનો બેફામ દોડતા હોય છે.
ડ્રાઈવિંગ માં ખૂબ તકલીફ પડે છે.
ગેરકાયદે લાઈટ ધરાવતા વાહનો અને આવી લાઈટ વેચતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
@CMOGuj@nitin_gadkari@sanghaviharsh@dgpgujarat
એન્ટિબાયોટિક્સ રેઝિસ્ટન્સ એટલે કે બેક્ટેરીયા સામે આપણી દવા કામ ન કરે કે બુઠ્ઠી થઈ જાય એવું થતું અટકાવવા માટે સામાન્ય માણસ શું કરી શકે છે?
1️⃣ પ્રિસ્ક્રિપ્શન વિના એન્ટિબાયોટિક્સ નહીં, જેમ કે દવા દુકાનના કાઉન્ટર પરથી ખરીદી.
2️⃣ સામાન્ય શરદી અથવા ઝાડા જેવી સામાન્ય વાયરલ બીમારીઓ માટે એન્ટિબાયોટિક્સ નહીં.
3️⃣ બે દિવસમાં લક્ષણો દૂર થાય છતાં ડોક્ટરે સૂચવ્યા મુજબ એન્ટિબાયોટિક્સનો નિયત કોર્સ/સમયગાળો પૂર્ણ કરો.
4️⃣ આડઅસરો અથવા અન્ય ભય ઘટાડવા માટે જાતે જ સ્વ-નિર્ણય દ્વારા ડોક્ટરે સૂચવેલ ડોઝ ઘટાડશો નહીં!
5️⃣ હંમેશા ડોઝ શેડ્યૂલનું પાલન કરો, જો દિવસમાં ત્રણ વખત સૂચવવામાં આવે તો દિવસમાં બે વાર ન કરો.
6️⃣ જલ્દી સારુ થઈ જાય એ માટે ક્યારેય ડૉક્ટરને એન્ટિબાયોટિક્સ લખવા માટે દબાણ ન કરો! અને જો ડૉક્ટર એન્ટિબાયોટિક લખે તો હંમેશા તેમને પૂછો કે શું એન્ટિબાયોટિક્સ જરૂરી છે?
7️⃣ ચેપ અટકાવવા માટે હાથ ધોવા અનિવાર્ય છે. રોગ આવતો અટકાવવામાં શાણપણ છે!
પ્રસ્તુત ફોટો ગઈકાલે ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલ આર્ટિકલમાં મારા મંતવ્યો વિશે છે.
#AntibioticResistance
#antibioticstewardship
અમારી હોસ્પિટલની નર્સ તેના 2 વર્ષના બાળકને તપાસ અને અભિપ્રાય માટે લાવી હતી. બાળક લગભગ 6 મહિનાનું હતું ત્યારે તેણે કામ કરવાનું શરૂ કર્યું હતું!! પણ રસપ્રદ વાત એ છે કે તે હજુ પણ બાળકને સ્તનપાન કરાવી રહી છે.
આનાથી મને ખૂબ આનંદ થાય છે, જોકે બે વર્ષ પછી સ્તનપાન ભાવનાત્મક પોષણ અથવા બાળક માટે માત્ર શાંતિ આપતું પ્રતીક જ છે. પરંતુ અહીં ધ્યાનમાં લેવાના મુદ્દાઓ છે:
1️⃣ કામ કરતી માતાઓ બાળકોને દૂધ પીવડાવવાનું ચાલુ રાખી શકે છે (Expressed- માતાનું ખેંચીને/નિંદોવી રાખેલું દૂધ પણ એક સારો વિકલ્પ છે.)
2️⃣ જો અન્ય પોષણ જરૂરિયાતો અને વિકાસ સારી રીતે થતો હોય તો કેટલો સમય સુધી દૂધ પીવડાવવું (ખાસ કરીને બીજા વર્ષમાં કે તેથી વધુ) એ ફક્ત માતા અને બાળક દ્વારા જ નક્કી કરવાનું છે! કોઈએ તેમાં ચંચુપાત કે સલાહ જોઈએ!
#સ્તનપાન #breastfeedingmum
જો તમે આ પોસ્ટ જોવો છો તો તમારા વિસ્તારના કે અન્ય BLO મિત્રો સુધી પહોંચાડો જેથી તેમનું કામ સરળ થઈ શકે.
હાલ ગુજરાત રાજ્યમાં SIR (મતદાર યાદી સુધારણા) ની કાર્યવાહી ચાલી રહી છે. જ્યારે મેં મારા BLO મિત્રનો સંપર્ક કર્યો તો એમને સૌથી વધારે મુશ્કેલી લોકોના (અથવા તેમના માતા-પિતાના) નામ જૂની ૨૦૦૨ ની મતદાર યાદીમાં શોધવામાં પડે છે એવું જાણવા મળ્યું.
અત્યારે જે PDF આપવામાં આવી છે તેમાં કમ્પ્યુટરની મદદથી નામ શોધી શકાતુ નથી અને BLO ની એપમાં પણ નામ શોધવામાં મુશ્કેલી પડે છે. ખાસ કરીને એવા મત વિસ્તારમાં જ્યાં એક જ PDF માં ૧૦૦૦-૨૦૦૦ નામ હોય. એક-એક નામ વાંચીને શોધવું પડે છે જેમાં ઘણો સમય લાગે છે અને છૂટી પણ જાય છે.
તો BLO મિત્રો ને મદદ થાય એટલા માટે PDF માંથી Excel Sheet બનાવવાનું કામ ચાલુ કર્યું છે જેથી તેઓ સરળતાથી પોતાનું કામ પૂરું કરી શકે. ગુજરાતના જે જે BLO મિત્રોને PDF to Excel ની ખાસ જરૂર હોય એ લોકો ૨૦૦૨ ની યાદી પ્રમાણેનો વિધાનસભા મતવિભાગનો નંબર આપો એટલે જે તે વિભાગની Excel મળી જશે.
અત્યારે સુરતના ૧૭૨ અને ૧૬૯ મતવિભાગના બધા વિસ્તારની Excel બનાવવાનું કામ ચાલું છે જે આવતી કાલ સુધીમાં પૂરું થઈ જશે. એના પછી અન્ય BLO ની જરૂરિયાત પ્રમાણે તે વિસ્તારની ફાઈલને પ્રાથમિકતા આપીશ.
@Bhupendrapbjp@sanghaviharsh@CEOGujarat@InfoGujarat
#SIRinGujarat2025 #SIR #SIR2025 #SVEEP #ECI
@Vikasmakwana111 ગામના લોકો સાથ સહકાર આપે એટલે તકલીફ ના પડે, હાલ મોટા ભાગના ગામડામાં ખેડૂતો ખેતરમાં વ્યસ્ત છે થોડો સમય બુથ લેવલ ઓફિસરને આપી સાથ સહકાર આપે એવી નમ્ર વિનંતી 🙏
કારમાં સ્વેટર ભરીને જ રાખ્યા છે . શાળાએ જતા રસ્તામાં આજે
રોડનું કામ કરતા લોકો મળી ગયા, એની સાથે નાની એક દીકરી હતી એના માપનું સ્વેટર શોધીને પહેરાવી દીધું..
શું છે ORS સાથે જોડાયેલ હાલનો વિવાદ?
- O.R.S. = Oral Rehydration Salts આ સદીની સૌથી મોટી ઔષધીય શોધ જેણે કરોડો જિંદગી બચાવી! માર્કેટમાં ઘણા કોમર્શિયલ પેક ઉપલબ્ધ છે અને વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.O.) દ્વારા આ માટે પેકેટમાં જરૂરી સોડિયમ અને ગ્લુકોઝ (સુગર) નું પ્રમાણ નિર્ધારિત કરી અને આ પ્રમાણમાં જ આપવા કહેવાયેલું છે. કારણકે તો જ ઝાડા માં ફાયદો થાય છે.
- જો સુગરનું પ્રમાણ વધે તો ORS નો ટેસ્ટ વધુ સારો થાય પણ એનાથી ઝાડાનું પ્રમાણ વધે અને શરીરમાં પાણીની માત્રા ઘટવાથી ડિહાયડ્રેશન ને લીધે ગંભીર તકલીફો થઈ શકે ખાસ કરીને બાળકોમાં!
- ઘણી મોટી કંપનીઓ બજારમાં ORS નામથી આવા વધુ સુગર ધરાવતા પીણા ના પેકેટ વેંચે છે!! જેમાં WHO નિર્ધારિત પ્રમાણ ન હોવાથી નુકશાન થઈ શકે છે. પરંતુ દવાની દુકાનેથી આ પેકેટ લેતી વખતે ઘણીવાર સામાન્ય માણસને આ ખબર નથી રહેતી અને એ આ ભળતા નામ નો ભોગ બને છે.
- હૈદરાબાદ ના સિનિયર બાળરોગ નિષ્ણાત ડો. શિવરંજની દ્વારા જનહિતાર્થ કોર્ટ કેસ કરી 8 વર્ષ લડત ચલાવી આ બ્રાન્ડ ને બજારમાં ન વેંચવા FSSAI દ્વારા આવા ભળતા નામધારી ORS પર પ્રતિબંધ મૂકાવ્યો.
- આ કંપનીઓ નામદાર દિલ્હી હાઇકોર્ટ માં ગઈ અને જણાવ્યુ કે એમનો લગભગ 180 કરોડનો સ્ટોક બજારમાં હોય આમ એકાએક પ્રતિબંધ ન મૂકી અને એમની રજૂઆત FSSAI ને સાંભળવા કહ્યું. આ મુદ્દે નામદાર હાઈકોર્ટે એક અઠવાડીયાનો સમય આપી પ્રતિબંધ પર સ્ટે આપ્યો!!
- ડો. શિવરંજની સંતોષ ના જણાવ્યા પ્રમાણે હજુય આવા ભળતા નામ ધારી ORS બજારમાં ઉપલબ્ધ છે અને વેંચાય રહ્યા છે જે બાળકોના સ્વસ્થ્ય માટે ખતરનાક નીવડી શકે. FSSAI આ કંપનીઓની રજૂઆત સાંભળી જનહિતાર્થે જલ્દી રોક લગાવે એ જરૂરી છે.
સલામ : બાળ સ્વસ્થ્ય સાથે ચેડા કરતાં અને ભળતા નામે વેંચાતા મોટી કંપનીઓ ના ORS સામે આઠ વર્ષ સુધી એકલે પંડે લડત લડનાર શિવરંજની મેડમ ને સો સલામ છે!
ભારતીય સેનાના જવાન અને તેના પરિવારને #ભાવનગરમાં (અકવાડા મુકામે) કથિત #બૂટલેગર દ્વારા થયેલા હુમલા અને પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરવા અંગેના અન્યાય બાબત જનતા પાસેથી ન્યાય અને મદદની માંગણી કરી રહ્યા છે....
#JusticeForArmyJawanFamily#ProtectOurSoldiersFamilies#IndianArmyHero #BhavnagarPolice #DemandPoliceAction #Gujarat #VoiceForJustice #JusticeNow