🛑 બકરું કાઢતાં ઊંટ પેઠું:
"#કૌભાંડનું_ડિજિટલાઈઝેશન" ?
#NEET#CBT 👉🏻કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ નહીં કૌભાંડ બેઝ ટેસ્ટ)
🪫અત્યારે આખો દેશ NEET પરીક્ષાના કૌભાંડોથી સળગી રહ્યો છે, લાખો મહેનતુ વિદ્યાર્થીઓ ન્યાય માટે રસ્તા પર છે, ત્યારે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રેસ કોન્ફરન્સ કરીને ન્યાય આપવાના બદલે એવો "#માસ્ટરસ્ટ્રોક" માર્યો છે કે હસવું કે રડવું એ ખબર નથી પડતી! ૨૧ જૂને ફરી પરીક્ષા લેવાની વાતો અને આવતા વર્ષથી પરીક્ષા 'ઑનલાઇન' (CBT) લેવાની જાહેરાત એટલે -"ચોરના ભયથી નાઠા તે વાઘના મોઢામાં ગયા!" અથવા તો "ઊલમાંથી ચૂલમાં પડવા જેવું છે."😠
🛑🖥️ઑફલાઇન માંથી ઓનલાઇનમાં જવું એટલે બીજું કંઈ નહીં, પણ "ચોરના ભાઈ ઘંટી ચોરને કામ આપવા" જેવો ઘાટ !🧐
📌વર્તમાન ઑફલાઇન NEET પરીક્ષામાં સિસ્ટમ ફેલ થઈ છે કારણ કે તેમાં ભ્રષ્ટ અધિકારીઓ, પેપર લીક કરનારા #માફિયાઓ અને સેટિંગબાજો સામેલ હતા. ગુનેગારોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલવાના બદલે, આખી પરીક્ષા પદ્ધતિ જ બદલી નાખવી એ માત્ર ને માત્ર કરોડો વિદ્યાર્થીઓના આક્રોશને શાંત કરવાનું અને મૂળ કૌભાંડ પરથી ધ્યાન ભટકાવવાનું એક #સુઆયોજિત_કાવતરું છે.
🖥️ગઠિયાઓએ ચોરીનો નવો M.O. (Modus Operandi) શોધી લીધો છે અને સરકાર તેમને નવો #હાઇટેક રસ્તો આપી રહી છે. #ગુજરાત_મોડલ માં આપણે જોયું જ છે કે CBRT એટલે કંઈ નહીં પણ "કૌભાંડ બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ" ! જ્યાં પેપર ફૂટવાની ચિંતા જ નથી, કારણ કે ત્યાં સીધું સર્વર જ હેક થઈ જાય છે અથવા પોતાના વ્હાલા-દવલાઓના ૪૮ માર્ક્સના મેન્યુઅલી ૮૪ માર્ક્સ કરી દેવાય છે!
💻 ડિજિટલ ઇન્ડિયાના નામે '#રિમોટ_એક્સેસ'નું સેટિંગ 👇🏻
📌#હાઇટેક_ચોરી : ઓનલાઇન પરીક્ષા એટલે સેટિંગબાજો માટે જલસા! પરીક્ષા કેન્દ્ર પર બેઠેલા ડમી માણસો લેબમાં વાયરસ નાખીને કે સોફ્ટવેર દ્વારા #Remote_Access મેળવીને બહાર એરકન્ડિશન્ડ રૂમમાં બેઠા બેઠા આખું પેપર સોલ્વ કરી આપશે.
📌🛑કોર્પોરેટ કંપનીઓને જલસા: NTA ની પોતાની નાકામી છુપાવવા #ખાનગી_સંસ્થાઓ ને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ પધરાવી ફાયદો કરાવવાની આ સીધી ગણતરી છે.
📌 પેપર સેટર ગૂગલ ટ્રાન્સલેશનના ઉપયોગ કરે છે.
🚜 ગામડામાં નેટવર્ક નથી ને વાતો ડીજીટલની?
સાહેબ, ડિજિટલ ઇન્ડિયાની ગુલબાંગો વચ્ચે આજેય ગામડાઓમાં મોબાઈલના નેટવર્કના ઠેકાણા નથી, ત્યાં તમે ઓનલાઇન પરીક્ષા લેવા નીકળ્યા છો ?
📉 અને જો વધારે પડતી શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવી તો '#નોર્મલાઈઝેશન' ઊભું ન ઊભું....
NEET જેવી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષામાં ૨૦ થી ૨૫ લાખ ઉમેદવારો બેસે છે. આટલી મોટી સંખ્યા માટે એક જ દિવસે ઓનલાઇન પરીક્ષા લેવી અશક્ય છે. પરિણામે પરીક્ષા અઠવાડિયા સુધી અલગ-અલગ શિફ્ટમાં લેવી પડશે.
👉🏻'#નોર્મલાઈઝેશન' એટલે ટ્રાન્સપરન્સીનું સરેઆમ મર્ડર! જ્યારે લાખો વિદ્યાર્થીઓ CBT આપશે, ત્યારે પરીક્ષા અઠવાડિયા સુધી અલગ-અલગ શિફ્ટમાં ચાલશે. અને પછી એન્ટ્રી થશે સૌથી મોટા વિલન 'નોર્મલાઈઝેશન' ની!
📌આ એક એવી માયાવી પ્રક્રિયા છે જેમાં મહેનતુ ઉમેદવારના અસલ (Raw) માર્કસ કેટલા છે એ તો રામ જાણે!
📌#ફોર્મ્યુલાના નામે સેટિંગ કરીને કોઈના ૫૦ ના ૮૦ થઈ જશે, તો કોઈ કમનસીબ હોંશિયાર વિદ્યાર્થીના ૫૦ ના ૪૦ થઈ જશે!
🙏🏻 ખાનગી એજન્સીઓ '#ગોપનીયતા' (Confidentiality) ના નામે ડેટા છુપાવશે. જ્યાં કોઈ ટ્રાન્સપરન્સી જ નથી, ત્યાં વિદ્યાર્થીઓ વિશ્વાસ ક્યાંથી રાખે ?
😠"CBT એક લીગલ શોર્ટકટ કૌભાંડ (Scam) છે!"
🚗જો ગાડીનું ટાયર પંચર થાય તો પંચર સાંધવાનું હોય કે ટાયર બદલવાનું હોય, આખી ગાડી જ બદલી નાખવાની મૂર્ખામી ન કરાય!તમારી નકામી છુપાવવા માસૂમ અને નિર્દોષ ઉમેદવારોનો ભોગ ન લેવાય.
📌વર્તમાન NEET પરીક્ષામાં પેપર લીક કરનારા, કરોડો રૂપિયાના સેટિંગ કરનારા કૌભાંડીઓ અને જેલના સળિયા પાછળ હોવા જોઈએ તેવા માફિયાઓને છાવરવા માટે આ આખી પદ્ધતિ બદલવાનું નાટક થઈ રહ્યું છે. ઓનલાઇન પરીક્ષાનો રાગ આલાપવો એ માત્રને માત્ર કરોડો વિદ્યાર્થીઓ આક્રોશ અને મૂળ કૌભાંડ પરથી "ધ્યાન ભટકાવવાનું એક સુઆયોજિત કાવતરું" છે!
🛑 પદ્ધતિ બદલવાથી તમારી #દાનત અને ભ્રષ્ટાચાર નહીં બદલાય. વિદ્યાર્થીઓને હાઇટેક છેતરપિંડી નહીં, પણ ૧૦૦% પારદર્શક ન્યાય જોઈએ છે! 🗣️અમારો સ્પષ્ટ મત છે: જ્યાં સુધી તમારી દાનત, સુરક્ષા વ્યવસ્થા અને વહીવટી પારદર્શિતા શૂન્ય છે, ત્યાં સુધી કૌભાંડો થતા જ રહેશે. વિદ્યાર્થીઓને કોઈ '#હાઇટેક_પ્રયોગો' નથી જોઈતા, તેમને ૧૦૦% લીક-પ્રૂફ અને પારદર્શક ન્યાય જોઈએ છે!
#JusticeForNEETStudents #SayNoToCBT #TransparencyFirst #NEET_Scam #StopScam
https://t.co/XKAZdtmGA6
@narendramodi@PMOIndia@dpradhanbjp@Bhupendrapbjp@GSTV_NEWS@hdraval93@devanshijoshi71@Janak_Sutariyaa@NiravJoshi0@DixitGujarat@Chaitar_Vasava@jitu_vaghani@sandeshnews@News18Guj
“अब नहीं देनी प्रतियोगी परीक्षा।”
लखीमपुर खीरी के 21 साल के ऋतिक मिश्रा के ये आख़िरी शब्द थे। तीसरी बार NEET देने वाला यह बच्चा, परीक्षा रद्द होते ही टूट गया।
गोवा में भी एक NEET अभ्यर्थी ने जान दे दी।
ये बच्चे परीक्षा से नहीं हारे, इन्हें एक भ्रष्ट तंत्र ने मारा है।
यह आत्महत्या नहीं - यह सिस्टम द्वारा हत्या है।
आंकड़े देखिए:
2015 से 2026 तक - 148 परीक्षा घोटाले।
87 परीक्षाएँ रद्द, 9 करोड़ बच्चों का भविष्य प्रभावित।
148 घोटालों में सज़ा हुई - सिर्फ़ 1 को।
CBI ने 17 मामले लिए, ED ने 11 - किसी को सज़ा नहीं।
NEET, AIPMT और अन्य मेडिकल परीक्षाओं में अकेले 15 घोटाले।
और सबसे शर्मनाक बात:
इन घोटालों में जिम्मेदार किसी अधिकारी या मंत्री का इस्तीफ़ा नहीं हुआ। हटाए जाते हैं - फिर चुपके से बड़े पद पर बैठा दिए जाते हैं। चोरी कराने वालों को इनाम मिलता है, और परीक्षा देने वाले बच्चे जान गँवाते हैं।
मोदी जी - कितने ऋतिक चाहिए आपकी जवाबदेही जगाने के लिए?
मेरे युवा साथियों, आपका दर्द मेरा दर्द है। आपकी मेहनत मेरी मेहनत है। आपका भविष्य चुराने वालों को जवाब देना ही होगा। चाहे जितना वक्त लगे, किसी को बख्शा नहीं जाएगा - ये मेरा वादा है।
यह लड़ाई हम साथ लड़ेंगे - और जीतेंगे भी।
NEET 2026 के पेपर लीक की खबर सुनी।
परीक्षा नहीं - NEET अब नीलामी है।
कई सवाल परीक्षा से 42 घंटे पहले WhatsApp पर बिक रहे थे।
22 लाख से ज़्यादा बच्चे साल भर रात-रात भर आँखें जलाकर पढ़ते रहे और एक रात में उनका भविष्य बाज़ार में सरेआम नीलाम हो गया। यह पहली बार नहीं है। 10 साल में 89 पेपर लीक - 48 बार दोबारा परीक्षा। हर बार वही वादे, और फिर वही ख़ामोशी।
मोदी जी, जब आप अपनी हर नाकामी का बिल जनता पर डालते हैं, तो ग़रीब के बच्चों का भविष्य भी उसी बिल में आता है।
22 लाख बच्चों का भरोसा टूटा है। और मोदी सरकार से बड़ा ख़तरा भारत के युवाओं के सपनों के लिए कोई नहीं।
मैं भारत के युवा के साथ हूँ। यह वक़्त बेहद मुश्किल है - मैं जानता हूँ। लेकिन यह व्यवस्था ऐसे नहीं रहेगी। हम मिलकर इसे बदलेंगे।
થાલાપથી વિજયે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા તરત જ આ ત્રણ ફાઇલો પર હસ્તાક્ષર કર્યા
• દર મહિને ૨૦૦ યુનિટ મફત વીજળી.
• મહિલા સુરક્ષા દળ.
• દરેક જિલ્લામાં એન્ટી-ડ્રગ સ્ક્વોડ.
અને આપડે અહીંયા એક નમાલી સરકાર ૩૦ વર્ષથી છે હરામ છે જો પ્રજા લક્ષી કામ કરવાંમાં સેજ પણ રસ હોય🤦🏻♂️
ગુજરાતનું વરવું સત્ય!
એક બાજુ કરોડોના ખર્ચે 'મેડિકલ ટુરિઝમ' ના નામે જાહેરાતો થાય છે, અને બીજી બાજુ ST અને OBC વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) માત્ર શોભાના ગાંઠિયા સમાન છે. ક્યાંક ડોક્ટરો નથી, ક્યાંક દવાઓ નથી અને ક્યાંક સમયસર એમ્બ્યુલન્સ પણ નથી મળતી.
શું આ સમાજના લોકોના જીવની કોઈ કિંમત નથી?
પ્રશાસન માત્ર મોટા ઉદ્યોગપતિઓના બિલ ભરવામાં વ્યસ્ત છે, જ્યારે ગરીબ માણસ સારવારના અભાવે દમ તોડી રહ્યો છે. ૨૦૨૭ માં આ "ખોટા વિકાસ" ના મોડલનો હિસાબ જનતા પાયે-પાયે કરશે!
અભિનંદન,
ભાજપને ફરી એક વાર જીતાડવા બદલ.
હવે રાબેતા મુજબ,
બેરોકટોક અને અભૂતપૂર્વ ભ્રષ્ટાચાર ચાલુ રહેશે.
પુલો પડશે ને કોઈ જવાબદાર નહીં ઠરે
માણસો મરશે ને કશું નહીં થાય.
આગ લાગશે, દુર્ઘટનાઓ થશે, હોડી ઉંધી પડશે--ગમે તે થશે, પણ આપણું કોઈ સાંભળશે નહીં.
જવાબ માગશો તો મુખ્ય મંત્રી કહી દેશે કે તમે એજન્ડા લઈને આવ્યા છો.
શિક્ષણ ખાડે જશે, નિષ્ઠાથી કામ કરનારાના જીવનમાં હાડમારીનો પાર નહીં રહે, તેની સીધી અસર વર્તમાન અને ભાવિ પેઢી પર પડશે.
પણ વાંધો નહીં, 'આયેગા તો મોદી હી' એ મંત્રનો જાપ કરવાથી બધાં દુઃખ હળવાં બની જશે
અને જેને 'સનાતન' કહીએ છીએ, એ હજારો વર્ષથી ચાલ્યો આવતો ધર્મ પહેલાં ખતરામાં હતો અને હવે સલામત છે, એવું જાહેર કરી શકાશે.
બળાત્કારીઓને કંઈ નહીં થાય. ભ્રષ્ટાચારીઓ પર રેડ પડશે, પણ એ રેડ અસલમાં નિમંત્રણપત્ર હશે. પછી તો તેમને બે હાથ પહોળા કરીને ભાજપમાં આવકારવામાં આવશે.
આપણા મતથી ભૂલેચૂકે બીજા કોઈ પક્ષનો ઉમેદવાર જીત્યો અને તે કંઈક પ્રભાવી સ્થિતિમાં હશે તો તેનો પણ ખેલ પાડી દેવામાં આવશે
અને લોકો કહેશે,'જોઈ ભાજપની આવડત? એટલે તો કહીએ છીએ, આયેગા તો મોદી હી.'
આટલાં વર્ષથી રાજ કરવા છતાં વાયદા તો ભવિષ્યના જ મળશે
ને 'આજે રોકડા, ઉધાર કાલે'ની સમજ ધરાવતી પ્રજાનો એક હિસ્સો સંમોહિત અવસ્થામાં તે સાંભળીને મીઠી ગલીપચીનો અનુભવ કરશે.
રોજિંદા જીવનની ગણી શકાય એટલી બધી સમસ્યાઓ ગણો
અને પછી ગણતા રહો.
કારણ કે, એનું કશું થવાનું નથી.
કારણ કે, હવે પંચાયત-પાલિકા-મહાનગરપાલિકામાં પણ મત નરેન્દ્ર મોદીને આપવાનો છે.
અને એ તો બિચારા રોજ નવું ફોટો શૂટ, રોજ નવો ચૂંટણી પ્રચાર, ઝાલમુડી, ફૂટબોલ, ચાના બગીચા, મંદિરોની મુલાકાતોમાં ગળાડૂબ છે. કેટકેટલું કામ કરે છે રોજના અઢાર અઢાર કલાક કે
તેમની પાસે દેશની ચિંતા કરવાનો પણ વખત નથી
તેમને મણિપુર માટે ટાઈમ નથી
ને તમે તમારા વોર્ડને રડો છો?
કેવા સ્વાર્થી લોકો છો તમે.
પણ સોરી,
ઘણાલોકો નથી રડતા.
બલ્કે, હરખાય છે કે જોયું, કેલૈયોકુંવર રોજ કેવી લીલાઓ કરે છે
ને એ લીલાના હરખમાં ઉપરનું બધું ભૂલી જવાય છે ને
મોંમાંથી અભાનપણે સરી પડે છેઃ
આયેગા તો મોદી હી.
અને સ્કેચ લઈને ઊભેલા પેલા છોકરાની જેમ ભક્તો હરખમાં રડું રડું થઈ જાય છે
કેટલીક એનઆરઆઈ બહેનોની જેમ ભક્તોમાં ભાવની હેલી ચડે છે કે હવે તો સાહેબને ભગવાન જાહેર જ કરી દઉં.
એની સરખામણીમાં ચૂંટણીની જીત તો કંઈ નથી.
એ પેલી લાગણીનું જ નાનકડું અનુસંધાન છે.
તો પણ,
*અભિનંદન તો બનતા હૈ.*
*ફરી એક વાર,*
*અભિનંદન.*
વડોદરા ACBએ પાદરા પોલીસ સ્ટેશનના PI વી.એ ચારણ અને તેના એક સહયોગી સાજીદઅલી સામે 'લવ જેહાદ'નો કેસ ન નોંધવા માટે લાંચ માંગવાને લઈને ભ્રષ્ટાચારનો ગુનો નોંધ્યો છે.
પોલીસ અધિકારી પર આરોપ છે કે તેણે એક 'લવ જેહાદ'નો કેસ ન નોંધવા માટે મુસ્લિમ આરોપી પાસેથી વચેટિયા સાજિદઅલી સૈયદ દ્વારા ₹2 લાખની લાંચ સ્વીકારી હતી.
હાલ ACBએ સૈયદની ધરપકડ કરી લીધી છે, જ્યારે PI ચારણ ફરાર હોવાનું કહેવાય રહ્યું છે.
વિગતો: https://t.co/UIU8ZF1GBI
રાજકોટના એક યુવક સાથે ક્રાઈમ બ્રાન્ચના અધિકારી દ્વારા કરવામાં આવેલ વિકૃત અને અમાનવીય અત્યાચાર ખૂબ જ શરમજનક અને ચિંતાજનક છે.
કાયદો વ્યવસ્થા જાળવવાના નામે આટલી હદે “તાલિબાની સજા” આપવાની માનસિકતા લોકશાહી માટે ગંભીર ખતરો છે. આરોપી હોય તો પણ કાયદાકીય પ્રક્રિયા મુજબ કાર્યવાહી થવી જોઈએ, પરંતુ આ પ્રકારનું ક્રૂર અને અપમાનજનક વર્તન સીધું માનવ અધિકારોના હક્કો પર તરાપ છે.
આવો વલણ માત્ર વ્યક્તિગત અત્યાચાર નહીં પરંતુ સમગ્ર વ્યવસ્થાની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. રાજ્ય સરકારએ આવા આરોપોને ગંભીરતાથી લઈને નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કડક પગલાં લેવા જોઈએ, જેથી કાયદા પર લોકોનો વિશ્વાસ જળવાઈ રહે.
"मेरी गुदा में राजकोट के DCP ने पेट्रोल डाला" - यह फरियाद है गुजरात के राजकोट शहर के पत्रकार सुरेश वड़ैचा की! कल उन्होंने मुझे बताया है कि "बिना किसी FIR के राजकोट क्राइम ब्रांच के DCP जगदीश बांगरवाने मेरी टांग तोड़ दी और मेरे गुदा मार्ग दो बार पेट्रोल भर दिया" @ANI@PTI_News
૨ વર્ષથી દબાવી રાખેલ સોગંધનામુ આખરે બહાર લાવ્યા.
૨૦૨૪-સુરત લોકસભા ચુંટણીમાં ૧૭.૬૭ લાખ મતદાતાઓનો મતાધિકાર છીનવી લેનાર તમામ આરોપીયોના નામ બહાર આવ્યા.
સુરત શહેરના જાગૃત નાગરિક અને સમાજસેવી શ્રી સંજય ઇઝાવા દ્વારા આજે સુરત શહેર પોલીસ કમિશ્નરશ્રી, જીલ્લા કલેક્ટરશ્રી (જીલ્લા ચુંટણી અધિકારી), રાજ્ય ચુંટણી કમિશ્નર ને લેખિત અરજી આપી વર્ષ 2024 ની લોકસભા ચૂંટણી દરમિયાન 24-સુરત લોકસભા મતવિસ્તારમાં થયેલા ગંભીર ચૂંટણી પ્રકરણ અંગે FIR નોંધવાની માંગ કરવામાં આવી છે.
અરજીમાં જણાવ્યા મુજબ વર્ષ 2024 ની લોકસભા ચૂંટણી દરમિયાન શ્રી નિલેશભાઈ મનસુખભાઈ કુંભાણી ને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા 24-સુરત લોકસભા મતવિસ્તારમાં ઉમેદવાર તરીકે ઉમેદવારી આપવામાં આવી હતી. ઉમેદવાર દ્વારા તા. 18-04-2024 ના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના નામાંકન ફોર્મ અને સોગંદનામા સાથે ત્રણ સેટ ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવ્યા હતા.
ઉમેદવારી પત્રમાં શ્રી ધ્રુવિન ધીરુભાઈ ધામેલિયા, શ્રી જગદીશ નાનજીભાઈ સાવલિયા અને શ્રી પોલરા રમેશભાઈ બબચંદભાઈ દ્વારા પ્રોપોઝર (દરખાસ મુકનાર) તરીકે સહી કરવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં તા. 20-04-2024 ના રોજ આ ત્રણેય વ્યક્તિઓ દ્વારા સોગંદનામું આપી જણાવવામાં આવ્યું હતું કે તેઓએ ઉમેદવારને ટેકો આપતા પ્રોપોઝર તરીકે કોઈ સહી કરી નથી અને તેઓ ક્યારેય કલેક્ટર સમક્ષ હાજર રહ્યા નથી.
આ સોગંદનામાના આધારે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તા. 21-04-2024 ના રોજ ઉમેદવારનું નામાંકન રદ કરવામાં આવ્યું હતું. પરિણામે અન્ય તમામ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પરત ખેંચાતા અથવા રદ થતા શ્રી મુકેશકુમાર ચંદ્રકાંત દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.
અરજદારના જણાવ્યા મુજબ આ સમગ્ર પ્રકરણને કારણે 24-સુરત લોકસભા મતવિસ્તારના આશરે 17,67,377 મતદારોને પોતાના મતાધિકારથી વંચિત થવું પડ્યું, જે ભારતના બંધારણીય અધિકારનું ગંભીર હનન ગણાય છે.
તા. 20-04-2024 ના રોજ આ ત્રણેય વ્યક્તિઓ શ્રી ધ્રુવિન ધીરુભાઈ ધામેલિયા, શ્રી જગદીશ નાનજીભાઈ સાવલિયા અને શ્રી પોલરા રમેશભાઈ બબચંદભાઈ દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂકરવામાં આવેલ સોગંદનામામા એક બીજાએ જ સાક્ષી તરીકે સહી કરી છે. આ ત્રણેય વ્યક્તિઓ એ ઉમેદવાર નિલેશ કુંભાણીને ટેકો જાહેર કરી ઉમેદવારી પત્રમાં સહી ના કરી હોઈ તો ખોટી સહીનો ઉપયોગ કરવા બદલ નિલેશ કુંભાણી સામે આ ત્રણેયમાંથી એક પણ વ્યક્તિ FIR કેમ નથી નોંધાવી તે ખુબ મોટો સવાલ છે. હાલમાં પણ આ ત્રણેય વ્યક્તિ નિલેશ કુંભાણીની આજુબાજુ જોવા મળે છે. શું આ ચારે વ્યક્તિ કોંગ્રેસ પક્ષ સામે બદલો લેવા માટે 17.67 લાખ મતદાતાઓ સાથે આટલો મોટો વિશ્વાસ ઘાટ કરી શકે? શું આ પ્રકરણમાં મોટા પાયે હોર્સ ટ્રેડિંગ જેવી ઘટનાઓ બની છે ? સુરત કલેક્ટર કચેરી દ્વારા ઉમેદવારનું બન્ને ફોર્મ અને ત્રણેય વ્યક્તિઓ દ્વારા તા. 20-04-2024 ના રોજ રજુ કરવામાં આવેલ સોગંધનામુ જાહેર કેમ નથી કર્યું ? કોના દબાણ હેઠળ આ દસ્તાવેજો ગુપ્ત રાખવામાં આવેલ છે ? આ દસ્તાવેજો ગુપ્ત શ્રેણીમાં નથી આવતાં છતાં RTI હેઠળ ગુજરાત માહિતી આયોગના હુકમ ન થયો ત્યાં સુધી આ માહિતી અરજદાર સંજય ઇઝાવાને કેમ ના આપી ? આ પ્રકરણ માં તંત્રનો શું ભાગ છે ? સુરતમાં લોકશાહીની હત્યા કરનાર આ સવાલોના જવાબ આવનાર દિવસોમા આપવા જ પડશે.
અરજીમાં નીચે મુજબના મુદ્દાઓની પોલીસ દ્વારા તપાસ કરવાની માંગ કરવામાં આવી છે:
1. ઉમેદવારી પત્રમાં પ્રોપોઝર તરીકે દર્શાવાયેલ ત્રણેય વ્યક્તિઓની સહી સાચી છે કે ખોટી તેની ફોરેન્સિક તપાસ કરવી.
2. નોટરી સમક્ષ “Before Me” હેઠળ થયેલી સહીની સત્યતા તપાસવી.
3. તા. 20-04-2024 ના રોજ રજૂ થયેલા સોગંદનામામાં દર્શાવાયેલ સહીની સત્યતા તપાસવી.
4. 18-04-2024 અને 20-04-2024 ની સહીમાંથી કઈ સહી સાચી છે તેની વૈજ્ઞાનિક તપાસ કરવી.
5. ઉમેદવારી ફોર્મ રજૂ કરતી વખતે ચૂંટણી અધિકારી દ્વારા પ્રોપોઝરની ઓળખ ચકાસણી કરવામાં આવી હતી કે નહીં તેની તપાસ કરવી.
અરજીમાં જણાવ્યા મુજબ જો કોઈ વ્યક્તિએ ખોટી સહી, બનાવટી દસ્તાવેજ અથવા ખોટું સોગંદનામું આપ્યું હોય તો તે સામે Indian Penal Code ની કલમ 191, 192, 193, 200, 464, 465, 468, 471 અને 120(B) તેમજ Representation of the People Act, 1951 ની કલમ 125A હેઠળ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
શ્રી સંજય ઇઝાવા દ્વારા સુરત પોલીસ કમિશ્નરશ્રીને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને સંડોવાયેલા તમામ લોકો સામે FIR નોંધવાની અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
#NileshKumbhani #MukeshDallal #Election2024 #Surat