#11000વિધાસહાયકભરતી2026#Gujarat
પ્રતિ,
માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp ,તથા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh
��ુજરાત રાજ્ય, ગાંધીનગર.
વિષય: વિદ્યાસહાયક ભરતીમાં OBC સમાજ માટે ૨૭% અનામત બેઠકોની સંપૂર્ણ જાળવણી કરવા બાબત.
આદરણીય સાહેબશ્રી,
સવિનય જણાવવાનું કે રાજ્યમાં હાલ ચાલી રહેલી વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા અંતર્ગત ઓબીસી (OBC) સમાજના શૈક્ષણિક અને બંધારણીય અધિકારો તરફ આપશ્રીનું ધ્યાન દોરવા આ પત્ર લખી રહ્યો છું.
સાહેબશ્રી, ૨૭% અનામત એ માત્ર એક આંકડો નથી, પરંતુ તે ઓબીસી સમાજનું ગૌરવ, અસ્તિત્વ અને કાનૂની ���ધિકાર છે. સોશિયલ મીડિયા અને વિવિધ માધ્યમો દ્વારા એવી ચિંતાઓ સામે આવી રહી છે કે રોસ્ટર ક્રમના અર્થઘટનના નામે ઓબીસી સમાજના હકની બેઠકોમાં ઘટાડો થઈ શકે છે. જો આવ��ં થાય, તો તે લાયક ઉમેદવારો સાથે મોટો અન્યાય થશે.
અમારી આપશ્રીને નમ્ર વિનંતી છે કે:
૨૭% અનામતની ચુસ્ત અમલવારી: વિદ્યાસહાયક ભરતીમાં ઓબીસી સમાજની એક પણ સીટ ઓછી ન થાય તેની ખાતરી કરવામાં આવે.
પારદર્શક રોસ્ટર પદ્ધતિ: રોસ્ટર ક્રમની ગણતરી એવી રીતે કરવામાં આવે જેથી નિયમ મુજબની પૂરેપૂરી ૨૭% બેઠકો ઓબીસી ઉમેદવારોને જ મળે.
અન્યાય સામે રક્ષણ: ઓબીસી સમાજના શિક્ષિત બેરોજગાર યુવાનોના ભવિષ્ય સાથે કોઈ બાં��છોડ ન થાય તેવું સકારાત્મક આયોજન થાય.
ઓબીસી સમાજને આપશ્રીની ન્યાયપ્રિયતા પર સંપૂર્ણ ભરોસો છે. આશા છે કે આપશ્રી આ ગંભીર બાબતની વ્યક્તિગત નોંધ લઈ તમામ બેઠકો સુરક્ષિત રાખવા સંબંધિત વિભાગને તાકીદની સૂચના આપશો.તમામ ઓબીસીના ઉમેદવાર આપના સાહેબ શ્રી ઋણી અને આભારી રહીશું.
લિ.
આપનો/આપની વિશ્વાસુ,
તમામ ટેટ 1 પાસ ઉમેદવાર 2023 & 2025
#11000વિધાસહાયકભરતી2026
માનનીય વડાપ્રધાન શ્રી@narendramodi જી પોતે OBC સમાજ અને પછાત વર્ગોના ઉત્થાન માટે કટિબદ્ધ રહ્યા છે. અમને પૂર્ણ વિશ્વાસ અને આશા છે કે OBC સમાજને તેમના હકનું ૨૭% અનામત પૂરેપૂરું મળી રહે તે દિશામાં સરકાર યોગ્ય ન્યાય કરશે.🙏 @sanghaviharsh@CMOGuj@Rivaba4BJP
TET-1 ભરતીમાં OBC સાથે અન્યાય બંધ કરો.
2012-2024 દરમિયાન માત્ર ~7000 ભરતી થઈ, તો OBC રોસ્ટર કેવી રીતે ભરાયું?
2024 ભરતીમાં પણ 500 જેટલી સીટ ઓછી અપાઈ.
નિયમ મુજબ 27% અનામત પૂર્ણ આપો.
#TET1#OBC#27ટકા_અનામત
@iJagdishBJP@VinodChavdaBJP ટેટ 1 માં ઓબીસી કેટેગરીને 27% મુજબ જગ્યાઓ આપવા વિનંતી. 2023/24 ની ભરતીમાં 13% જગ્યાઓ આપી હોવાથી ઓબીસી કેટેગરીના 67% વાળા ઉમેદવાર ઘરે છે અને જનરલ માં 51% વાળા નોકરી કરે છે. અમારી વ્યથા ને સમજી આ ભરતીમાં 27% મુજબ જગ્યાઓ આપવા અમારી માંગણી છે. @drpradyumanvaja@Rivaba4BJP@CMOGuj