🇮🇳🪖 *દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્રમાંથી એક ફોન*
આજે સવારે મારો ફોન રણક્યો. એ હતો એવી જગ્યાએથી કે જાણીને જ આદરથી મારું મસ્તક નમી ગયું: સિયાચીન ગ્લેશિયર (Siachen Glacier).
ફોનની બીજી બાજુ ભારતીય સેનાના એક જવાન હતા. તેમનો અવાજ દેશભક્તિ અને લાગણીઓથી ભરેલો હતો. તેઓ સિયાચિનની કોઈ માહિતી આપવા નહીં, પણ પોતાના હૃદયના ઊંડાણમાંથી બે શબ્દો કહેવા માટે ફોન કરી રહ્યા હતા: " _થેન્ક યુ (આભાર)."_
અમારી નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU) ની ટીમ દ્વારા ૩૭ દિવસની લાંબી અને કપરી લડાઈ બાદ તેમના નવજાત બાળકનો જીવ બચાવવા બદલ તેઓ આભાર માની રહ્યા હતા.
*સરહદ પર ફરજ, અને NICU માં જિંદગીની જંગ* 👶🏼
મને એ નાનું માસૂમ બાળક બરાબર યાદ છે. જ્યારે તેને નજીકના ગામમાંથી અત્યંત ગંભીર હાલતમાં અમારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યું, ત્યારે તેની સ્થિતિ ખૂબ જ નાજુક હતી. અમારી મેડિકલ ટીમ બાળકના શ્વાસ બચાવવા માટે એક-એક સેકન્ડની લડાઈ લડી રહી હતી, અને બીજી તરફ તે બાળકનો પિતા દેશની રક્ષા માટે એક અલગ જ જંગ લડી રહ્યો હતો.
દુનિયાના સૌથી ઊંચા અને અતિશય ઠંડા યુદ્ધક્ષેત્રમાં ખરાબ હવામાન અને દેશની સુરક્ષાના કારણે તેમને શરૂઆતના ૧૦ દિવસ સુધી રજા મળી શકી નહોતી. એક પિતા તરીકે એ કલ્પના કરવી જ કેટલી અસહ્ય છે કે પોતાનું વ્હાલસોયું બાળક ત્યાં હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું હોય, અને પોતે માઈનસ 40 ડિગ્રી તાપમાનમાં દેશની રક્ષા કાજે સરહદ પર તૈનાત હોય!
જ્યારે તેમને થોડા દિવસોની રજા મળી, ત્યારે તેઓ દોડતા હોસ્પિટલ આવ્યા. વોર્મરમાં રાખેલા પોતાના નાજુક બાળકને એક નજર જોયો, અને ભારે હૈયે પણ અડગ મન સાથે દેશની ફરજ નિભાવવા તરત જ સરહદ પર પાછા લોટી ગયા. તેમના માટે દેશ પહેલા હતો.
*દેશના વીરોને અમારું નાનું અમથું રિટર્ન ગિફ્ટ* 🙏🏼
અમારા આ વ્યવસાયમાં અમે હજારો બાળકોને મોતના મોંમાંથી પાછા આવતા અને જિંદગીની જંગ જીતતા જોયા છે. દરેક બાળકની રિકવરી અમારા માટે એક મોટી જીત હોય છે. પણ આજનો દિવસ કંઈક ખાસ છે, ખૂબ જ અલગ છે.
જે બહાદુર સૈનિક બરફની ચાદર વચ્ચે ઊભા રહીને આપણા પરિવારોની રક્ષા કરી રહ્યા છે, આજે અમને તેમના પરિવારની, તેમના બાળકની રક્ષા કરવાનો લહાવો મળ્યો. આ આપણી ભારતીય સેના પ્રત્યે અમારું એક નાનું અને નમ્ર ઋણ અદા કરવા જેવું છે.
સરહદ પર આપણું રક્ષણ કરતા એ વીર પિતાને અને હોસ્પિટલના NICU માં એટલી જ બહાદુરીથી લડનારા એ નાનકડા યોદ્ધાને અમારા શત-શત નમન. તમારી સેવા કરવી એ અમારું સદભાગ્ય હતું.
મારી અદ્ભુત NICU ટીમ પર આજે મને ખૂબ જ ગર્વ છે. અમે ભલે દેશની સરહદ પર યુનિફોર્મ પહેરીને નથી ઊભા, પણ આજે અમને એવું લાગ્યું કે અમે પણ દેશ સેવામાં અમારું નાનું અમથું યોગદાન આપ્યું છે.
*જય હિંદ... જય ભારત!* 🇮🇳❤️
✍🏼 ડૉ.મૌલિક શાહ
#IndianArmy #NICUWarriors
માત્ર વિચાર માટેનો સવાલ.🤔🤔🤔
—તમારું શું માનવું!?👇
દેશની જનસંખ્યા વધી રહી છે, તેથી પ્રતિનિધિત્વ વધારવાની ચર્ચા સ્વાભાવિક છે.
પરંતુ એક સવાલ મનમાં એ પણ આવે છે કે—
જનસંખ્યા પ્રમાણે શાળાઓ વધે છે?
હોસ્પિટલોમાં બેડ્સ સુવિધા વધે છે?
શિક્ષકો અને ડૉક્ટરોની ભરતી એ જ પ્રમાણમાં કેમ નથી થતી?
જ્યારે શાળામાં શિક્ષકો ઓછા પડે છે, ત્યારે ગેસ્ટ ટીચર રાખવામાં આવે છે,
અને હોસ્પિટલમાં ડૉક્ટરો ઓછા પડે ત્યારે કોન્ટ્રાક્ટ બેઝ પર વ્યવસ્થા કરવામાં આવે છે—
તો શું વિકાસના આ માપદંડો દરેક ક્ષેત્રમાં સમાન રીતે લાગુ ન થવા જોઈએ?
સેવા અને સંસ્કારનો અનોખો સંગમ એટલે નડિયાદ એસ.ટી. ડેપોના કંડક્ટર સંદીપભાઈ બારોટ
આજે મુસાફરી દરમિયાન તેમની સાથે વીડિયો કોલ દ્વારા સંવાદ કર્યો. સંદીપભાઈ માત્ર ટિકિટ આપીને પોતાની ફરજ પૂરી નથી કરતા, પરંતુ બસમાં મુસાફરી કરતા લોકોને હનુમાન ચાલીસાનું પઠન કરાવી, ધાર્મિક ગીતો સંભળાવી અને સંતોના જીવન ચરિત્ર ધરાવતા પુસ્તકો વંચાવીને સમાજમાં આધ્યાત્મિક ચેતના જગાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે.
આજના યુગમાં જ્યારે લોકો વ્યસ્તતામાં અટવાયેલા છે, ત્યારે એસ.ટી. બસ જેવી જાહેર સેવાના માધ્યમથી મુસાફરોને માનસિક શાંતિ અને સંસ્કારનું ભાથું પીરસવાની સંદીપભાઈની આ પહેલ ખરેખર વંદનીય અને પ્રેરણાદાયક છે.
આ લદ્દાખ નથી..આપણું પોતાનું દાહોદ છે! દુનિયાથી છુપાયેલું, ગુજરાતનું આ "મીની લદ્દાખ" છે. આંખ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી ફેલાયેલી અદભુત ટેકરીઓ.આગલી વખતે જ્યારે કોઈ પૂછે કે શું તમે લદ્દાખ જોયું છે, તો તેમને કહો કે તમે દાહોદ ને જાયુ છે !
Video Credit - Utpal @CMOGuj@GujaratTourism
ગુજરાતમાં ફિક્સ પે નીતિ વર્ષોથી ચાલે છે, જે હવે શોષણ સમાન બની ગઈ છે.
યુવાનોના હિતમાં હવે પાયાનો નિર્ણય લેવો જરૂરી છે.
ફિક્સ પે બંધ કરો, ગુજરાતના યુવાઓ ને ન્યાય આપો.!
#remove_fixpay_in_gujarat
ફિકસ પે કર્મચારીઓને પગાર સિવાય અન્ય કોઈ ભથ્થું મળતુ નથી તો તેમના ફેમિલીમાં પતિ-પત્ની બાળકો,માતા-પિતા વગેરે સભ્યો તહેવારની સારી ઉજવણી કરવાની આશા રાખતા હોય છે પરંતુ મોંઘવારીના સમયમાં પાંચ વર્ષ સુધી દિવાળી કેવી જાય એ તો ફિકસ પે કર્મચારી જ જાણે છે?@CMOGuj @RemoveFixPay @abpasmitatv
અમે ગુજરાતના ખેડૂતોના હક અને અધિકારો માટે લડી રહ્યા છીએ, અમારી લડત ખૂબ લાંબી છે એટલે આ અટકાયતોથી અમને કોઈ ડર નથી લાગતો..
ડરવાનું તો હવે ભાજપે છે..
@ArvindKejriwal ,@isudan_gadhvi
ગુજરાતમાં ભાજપ સરકારની એક ગંભીર અને યુવા પેઢી માટે ચિંતાજનક પ્રવૃત્તિ સામે આવી છે.નિવૃત અધિકારીઓને વારંવાર “એક્સ્ટેન્શન” આપી સરકારમાં જાળવી રાખવાની નીતિ હવે જાણે નિયમ બની ગઈ છે.
છેલ્લા 3 વર્ષમાં રાજ્યના 8થી વધુ મહત્વના વિભાગોમાં થયેલી નિમણૂકોમાં આશરે 50 ટકા અધિકારીઓ રીટાયર્ડ થયા પછી ફરી નિમણૂક પામ્યા છે.
જ્યાં સરકારની નીતિ ઘડાય છે એવા મુખ્ય વિભાગો આરોગ્ય, ખાદ્ય પુરવઠા, મજૂરી અને રોજગાર, વૈજ્ઞાનિક અને ટેકનિકલ વિભાગ, વેલફેર વિભાગ, અને ખનિજ વિભાગ સુધીમાં પણ રીટાયર્ડ અધિકારીઓનો જ દબદબો જોવા મળે છે.
એક તરફ સરકાર વર્ષોથી ભરતી બંધ રાખી યુવાઓનુ ફિક્સ પે, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથાથી શોષણ કરે છે,
અને બીજી તરફ નિવૃત અધિકારીઓને ફરીથી નિમણૂક આપીને લાયકાત ધરાવતા યુવા અધિકારીઓને તકથી વંચિત રાખે છે.
સરકારમાં નીતિ-નિર્ણયના પદો હવે અનુભવના નામે એ જ જૂના અધિકારીઓના હાથે છે જેના કારણે નવી વિચારસરણી અને આધુનિક ઉકેલોનો અભાવ સ્પષ્ટ દેખાય છે.
યુવા અધિકારીઓ માટે તકો બંધ, પ્રમોશન અટકેલું અને નવી ભરતીના દરવાજા વર્ષોથી બંધ આ નીતિ યુવાધન ના અપમાન સમાન છે.
રાજ્યનો ભવિષ્યનો આધાર યુવાનો છે.
પણ ભાજપ સરકાર પોતાના મનપસંદ નિવૃત અધિકારીઓને “સદાબહાર એક્સ્ટેન્શન” આપી સિસ્ટમને વૃદ્ધ અને સ્થિર બનાવી રહી છે.
ભાજપ સરકારની વાસ્તવિક પ્રાથમિકતાઓ શું છે?
યુવાનોનું ભવિષ્ય કે મનપસંદ અધિકારીઓનું પુનરાગમન?
ફિક્સ પે કાઢવામાં નડે સુ છે?
ગરીબ રાજ્ય બિહાર માં માત્ર 1 વર્ષ નો પ્રોબશન અને ફિક્સ પે તો નહિ.
ગુજરાત માં 5 વર્ષ સુધી ફિક્સ પે શા માટે?
વિકસિત ગુજરાત ને આવી શોષણકારી ફિક્સ પે નીતિ શોભતી નથી. માટે મૂળિમાંથી ઉખેડી નાખો.
#Remove_Fixpay_in_gujarat#Remove5yearFixpay@Bhupendrapbjp
#Remove_Fixpay_in_gujarat
ગુજરાત ફિક્સ પગાર નાબૂદી અભિયાન – અન્યાય વિરુદ્ધનો આંકડાઓથી પુરાવો ભયંકર છે આંકડાઓથી સ્પષ્ટ સાબિત થાય છે કે છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં કર્મચારીઓ નું ફક્ત શોષણજ કર્યું છે..
આ ટેબલ સ્પષ્ટ બતાવે છે કે ગુજરાતની સરકારે કેવી રીતે વર્ષો સુધી ભણેલા યુવાનો સાથે ખુલ્લો અન્યાય કર્યો છે 👇
Grade Payઆજની તારીખમાં મળવો યોગ્ય પગારહાલનો ફિક્સ પગાર તફાવત
આ છે સચ્ચાઈ :
જ્યાં દરેક મહિના માં સરકારી કર્મચારીએ હકદાર પગારથી રૂપિયા 10,000 થી રૂપિયા 23,000 ઓછા મેળવે છે એનો અર્થ એ કે સરકાર દર મહિને લાખો કર્મચારીઓ પાસેથી કરોડો રૂપિયા “ચોરી” રહી છે..!
5 વર્ષ પછી પણ એનું ન્યાયિક સમાધાન નથી.
આ નીતિ ભણેલા વર્ગ સામેની સૌથી મોટી નીતિગત દગાબાજી છે.
ગુજરાતની ભાજપ સરકાર ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરો.
દરેક કર્મચારીને આજના દર મુજબનો પગાર તરત આપો.
બાકી જે “તફાવત” છે, એનો બેકલોગ ચૂકવો.
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat