SIR કામગીરી દરમિયાન શિક્ષક તરીકે BLO ફરજ ખૂબ જ ભારે છે સવારથી સાંજ સુધી ઘર-ઘર જઈને કામ દસ્તાવેજી ચકાસની
આ વચ્ચે શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને સમય આપી શકતા નથી.કૃપા કરીને આ ભારે ફરજમાંથી શિક્ષકોને મુક્ત કરો. અન્ય કેડરને જવાબદારી સોપો
@hdraval93@Bhupendrapbjp@jitu_vaghani@CMOGuj
આ ઘટના જો માત્ર “એક શિક્ષક, એક શાળા, એક ઝઘડો” માનીને આગળ વધીએ, તો આપણે ખૂબ મોટી ભૂલ કરી રહ્યા છીએ. કારણ કે ગીર સોમનાથના ઉના તાલુકાના કાળાપણ ગામમાં જે બન્યું છે, તે કોઈ એક શિક્ષિકા અને સરપંચ વચ્ચેનો અંગત વિવાદ નથી, આ ઘટના આજના શિક્ષણતંત્ર, ગ્રામ્ય રાજકારણ અને ટોળાશાહી માનસિકતાનું જીવતું ઉદાહરણ છે.👇🏻
📌શિક્ષિકા અને સરપંચના સામસામે આક્ષેપો👇🏻
🗣️શિક્ષિકા રમાબેન ડાભી, "હું છેલ્લા 18 વર્ષથી અહીં ફરજ બજાવું છું. છેલ્લા છ મહિનાથી સરપંચના પ્રતિનિધિઓ મને શાળા છોડવા મજબૂર કરવા માટે માનસિક ત્રાસ આપી રહ્યા છે. અન્ય શિક્ષકો પણ વિદ્યાર્થીઓને મારી વિરુદ્ધ ઉશ્કેરે છે. આજે સરપંચે શાળામાં આવી મને માર માર્યો છે, જે CCTVમાં સ્પષ્ટ દેખાય છે."
🗣️મહિલા સરપંચ મનીષાબેન. "શિક્ષિકા અવારનવાર બાળકોને રૂમમાં પૂરી દે છે અને તેમને નાપાસ કરવાની ધમકી આપી ઢોર માર મારે છે. ગઈકાલે પણ બાળકોને રૂમમાં પૂરી દેતા ગ્રામજનો મારા ઘરે ફરિયાદ લઈને આવ્યા હતા. અમે કોઈ માર માર્યો નથી, રમાબેન પોતાની ભૂલો છુપાવવા ખોટા આક્ષેપો કરે છે."
👆🏻મને થયેલા પ્રશ્નો👇🏻
🛑❓પ્રશ્ન પહેલો:
🤔જો કોઈ શિક્ષિકા એટલી જ “અન્યાયી, ક્રૂર અને અયોગ્ય” હતી,તો 18 વર્ષ સુધી એ જ શાળામાં, એ જ ગામમાં, કોઈ મોટો વિવાદ કેમ ન થયો ?
શિક્ષણ વિભાગ, CRC, BRC, નિરીક્ષણ, વાલીઓ, પંચાયત આ બધાની આંખે પટ્ટી બંધાયેલી હતી કે શું ?
🛑❓પ્રશ્ન બીજો:
ચાલો, એક ક્ષણ માટે માનીએ કે શિક્ષિકા સામે ફરિયાદો છે.
તો કાયદો શું કહે છે?
👉🏻લેખિત ફરિયાદો
👉🏻તપાસ
👉🏻વિભાગીય કાર્યવાહી
👆🏻આ ત્રણ રસ્તા ખુલ્લા હતા.
તો પછી હાથ ઉઠાવવાનો રસ્તો કોણે ખોલ્યો ? અને શા માટે ?🤔
😥ક્યાં લખ્યું છે કે
“સરપંચને જે સાચું લાગે, તે માર મારવાનો હક ધરાવે”
“શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈં.” ચાણક્યનું આ વિધાન આજે ગીર સોમનાથના કાળાપણ ગામની ભાગોળે દમ તોડતું દેખાય છે. જ્યારે એક મહિલા શિક્ષિકા પર ગામના સરપંચ અને ટોળા દ્વારા હાથ ઉપાડવામાં આવે, ત્યારે એ થપ્પડ માત્ર એક વ્યક્તિના ગાલ પર નથી પડી, પણ લોકશાહી અને શિક્ષણ વ્યવસ્થાના ગાલ પર પડી છે.
🤔૧૮ વર્ષનો વનવાસ કે વિશ્વાસ ?
કોઈપણ તર્કબદ્ધ વ્યક્તિએ પહેલો સવાલ એ પૂછવો જોઈએ કે જે શિક્ષિકા વિરુદ્ધ આજે અચાનક આટલો રોષ ફાટી નીકળ્યો તે જ શિક્ષિકા તે જ શાળામાં છેલ્લા ૧૮ વર્ષથી ફરજ બજાવે છે. જો તે ખરેખર બાળકોને રૂમમાં પૂરી દેતા હોત કે ઢોર માર મારતા હોત, તો શું ગામના જાગૃત નાગરિકોએ બે દાયકા સુધી રાહ જોઈ હોત ? ૧૮ વર્ષનો સમયગાળો સાબિત કરે છે કે આ કોઈ લાંબા સમયની કાર્યનિષ્ઠા છે, નહીં કે અચાનક જાગેલું ‘ક્રૂરતા’નું ભૂત.
🤔 ક્યાંક 'ગ્રાન્ટ' અને 'શિસ્ત' વચ્ચેનો સંઘર્ષ તો નથીને આ ?
શાળાઓમાં આવતી ગ્રાન્ટ એ વિકાસ માટે હોય છે, પરંતુ જ્યારે આ ગ્રાન્ટ પર પંચાયતના પ્રતિનિધિઓની નજર બગડે છે ત્યારે પ્રામાણિક શિક્ષક 'વિલન' બની જાય છે. જે આચાર્ય કે શિક્ષક ગ્રાન્ટમાં 'કટકી' કરવા નથી દેતા, તેમને હટાવવા માટે 'બાળકોના હિત'નું મહોરું પહેરવામાં આવે છે. શું આ સંજોગોમાં બાળકોનો ઉપયોગ હથિયાર તરીકે નથી થઈ રહ્યો ? નાના બાળકોને ઉશ્કેરીને તેમની પાસે નિવેદનો અપાવવા એ શિક્ષણજગતની સૌથી મોટી નૈતિક અધોગતિ નથી લાગતી ? શું શિક્ષણના નાણાંને ભ્રષ્ટાચારનું સાધન બનાવી દીધું છે?
🤔સત્તાનો કેફ અને કાયદાનો ભય
સરપંચ એ ગામના રક્ષક છે, ન્યાયાધીશ નથી. જો શિક્ષિકાની કોઈ ભૂલ હોય, તો તેની તપાસ માટે શિક્ષણ વિભાગ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (TPEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) જેવી વ્યવસ્થાઓ છે. કાયદો હાથમાં લેવાની સત્તા બંધારણે કોઈ સરપંચને આપી નથી. CCTV માં દેખાતો માર મારવાનો દ્રશ્ય એ વાતની સાક્ષી પૂરે છે કે અહીં ન્યાય નહીં, પણ 'દાદાગીરી'નો ખેલ ખેલાયો છે.
🤔ટોળાશાહી : લોકશાહીનું કેન્સર
ગુજરાતમાં તાજેતરમાં ડોક્ટરો અને હવે શિક્ષકો પર થતા હુમલા એક ખતરનાક ટ્રેન્ડ તરફ ઈશારો કરે છે. 'ટોળું' હંમેશા તર્ક વગરનું હોય છે. જ્યારે તંત્ર નબળું પડે ત્યારે ટોળાશાહી મજબૂત બળે છે. શું આપણે એવા ભવિષ્ય તરફ જઈ રહ્યા છીએ જ્યાં શિક્ષક ભણાવતા પહેલા પોતાની સુરક્ષા માટે ડરશે ? જો શિક્ષક સુરક્ષિત નહીં હોય, તો તે નિર્ભય બનીને પેઢીનું ઘડતર કેવી રીતે કરશે ?
🚫જો ખરેખર શિક્ષિકા દોષિત હોય તો કાયદેસર કાર્યવાહી એના ઉપર પણ થવી જોઈએ.
📌આ માત્ર કાળાપણ ગામનો કિસ્સો નથી, પણ ગુજરાતની સેંકડો શાળાઓની વાસ્તવિકતા છે.
📌ડોક્ટરોની જેમ શિક્ષકોની સુરક્ષા માટે 'શિક્ષક સુરક્ષા અધિનિયમ' લાવવાની તાતી જરૂર છે.
📌કાયદો હાથમાં લેનારા કોઈપણ હોઈ એને પદભ્રષ્ટ કરવા જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ વ્યક્તિ પર હાથ ઉપાડતા પહેલા સો વાર વિચારે.
📌જો ખરેખર ગામ અને બાળકોનું હિત જોઈએ,
તો ગામનું રાજકારણ શાળા સુધી ક્યારેય ન જવું જોઈએ
@KCRathodUna@SP_GirSomnath@collectorgirsom@drpradyumanvaja@Rivaba4BJP
@YogeshRavaliya નમસ્તે સર હું હાલ ધોરણ 1 થી 5માં વિધ્યાસહાયક શિક્ષક છું મારા નોકરીના 3 મહિના થવા આવ્યા છે અને હવે મારું નામ ધોરણ 6 થી 8 શિક્ષક ભરતીમાં આવ્યું છે હવે હવે 1થી 5 શિક્ષક તરીકે રાજીનામું આપીને 6 થી 8 શિક્ષક તરીકે જોડાવ તો મારી નોકરી સળંગ ગણાઈ કે નહીં જવાબ આપવા વિનંતી
વોટ્સએપ ગ્રુપમાં તમારાં નામથી એક મેસેજ ફરી રહ્યો છે જેમાં ધોરણ 6 થી 8 વિધાસહાયકની ભરતી વિશે લખેલ છે કે કૉલેજ અને યુનિવર્સિટી સાથે ક્રોસ ચેકીંગ પુર્ણ હવે સ્પીડ આવશે .
આ મેસેજમાં કેટલી સત્યતા છે જવાબ આપવાં વિનંતી.
#GUJARAT@hdraval93
🛑 "#ફિક્સ_પે" : વિકાસ મોડેલ કે શોષણ મોડેલ ?"
📓 ભારતનું સંવિધાન “કલ્યાણકારી રાજ્ય”ની વાત કરે છે
અને અહીં “#શોષણકારી_રાજ્ય”ના નિયમો લાગુ છે.
🔴ફિક્સ પે પ્રથા – ગુજરાતના કર્મચારીઓ માટે શોષણની પ્રથા.
ગુજરાત રાજ્ય, જેને "વિકાસ મોડેલ" તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે, ત્યાં એક ખૂબ જ ગંભીર અને શરમજનક નીતિ વર્ષો થી ચાલુ છે — #ફિક્સ_પે_પ્રથા
દેશના અન્ય રાજ્યોએ કલ્યાણકારી અને કર્મચારી હિતની નીતિઓ અપનાવી છે, જ્યારે ગુજરાતમાં આજે પણ કર્મચારીઓનો પગાર-હક્ક ફગાવામાં આવે છે અને 5 વર્ષ સુધી ‘#ફિક્સ_પગાર’ જેવી શોષણાત્મક વ્યવસ્થા હેઠળ રાખવામાં આવે છે.
📌નવી ભરતી થતાં શિક્ષકો, ક્લાર્કો, પોલીસ, હેલ્થ વર્કર, કંડકટર ........ વગેરેને સંપૂર્ણ પગાર મળતો નથી.
📌તેઓને પહેલા 5 વર્ષ ફિક્સ પગાર પર ફરજ બજાવવી પડે છે —
જે અન્ય રાજ્યો અને મોંઘવારીના પ્રમાણમાં ખૂબ ઓછો હોય છે.
આ દરમિયાન DA, HRA, પ્રાવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઈટી, અને અન્ય સુવિધાઓ લાગુ પડતી નથી.
👆🏻જોઈએ તો એ કર્મચારી ગુજરાત રાજ્ય માટે પૂરું સમયસેવી, સંપૂર્ણ ફરજ નિભાવે છે, પણ વળતર અર્ધું પણ નથી.
📌જેને આપણે પછાત રાજ્ય કહીએ છીએ એવા બિહાર રાજ્ય: તાજેતરમાં 5 ફેબ્રુઆરી 2025ના રોજ ગેઝેટ જાહેર કરી બિહાર સરકારે સરકારે કર્મચારીઓ માટે #પ્રોબેશન_પીરિયડ 2 વર્ષમાંથી ઘટાડીને 1 વર્ષ કર્યો છે.ત્યાંની રાજ્ય સરકારે કલ્યાણકારી અભિગમ દાખવી નવરોજગાર કર્મચારીઓને ઝડપથી સંપૂર્ણ હક આપવાનું નક્કી કર્યું છે.
📌“સમાન કામ માટે સમાન વેતન” એ માત્ર આકર્ષક વાક્ય નથી. તે ભારતના સંવિધાનના દિશાનિર્દેશક સિદ્ધાંતોમાં સમાવિષ્ટ મૂલ્ય છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા આ સિદ્ધાંતની અવગણના કરવામાં આવી રહી છે. 5 વર્ષ સુધી પગારમાં ઓછી રકમ આપવી, તેના પર મોંઘવારીના ભથ્થા પણ ન આપવા, "ફિક્સ પે" નામે એક યોજના નહિ પણ "શોષણ પદ્ધતિ" બની ગઈ છે.
— એક કર્મચારીની કલમમાંથી કટાક્ષમય પુકાર
ક્યારેક કદી ગુજરાત વિકાસ મોડેલ માટે વખાણાય છે... પણ એ વિકાસ કોના માટે છે?
> ભ્રષ્ટાચારીઓને બચાવવો હોય ત્યારે વિકાસ મોડેલ, મિત્ર ઉદ્યોગકારોને જમીન આપવી હોય ત્યારે વિકાસ મોડેલ, પણ કર્મચારીને ન્યાય આપવો હોય ત્યારે ?🤔 — "ભાઈ સરકારી વ્યવસ્થા છે, સમય લાગશે..."
🛑સાચી વાત તો એ છે કે, ગુજરાત આજે પણ કર્મચારીઓને “ફિક્સ પે” નામની શોષણ નીતિ હેઠળ પાંચ વર્ષ સુધી ગુલામ બનાવી રાખે છે.
હા, એ જ ગુજરાત જ્યાં #UPSC જેવા કેન્દ્રિય માપદંડ લાવવા ચર્ચા થાય છે, પણ એક સાદો “સમાન વેતન” નક્કી કરવામાં સૌથી વધુ સમયે લાગે છે.
🧑🏻✈️🧑🏻🏫😞 #કર્મચારીઓની હાલત ?
👉🏻ઓછા પગારને કારણે પરિવાર ન ચલાવી શકાય.
👉🏻લોન માં ફાફા, ભવિષ્ય માટે બચત ન બને.
👉🏻સ્ત્રી કર્મચારીઓ માટે તો માસિક ખર્ચ, બાળકોનો ભવિષ્ય, ભાડાંનું ઘર — બધું વધુ દમનકારક.
👉🏻નિવૃત્તિ સમયે પણ આ 5 વર્ષનાં ઓછા પગારનું અસર પેન્શન પર પડે છે — એટલે કે આર્થિક અંધકાર આખી કારકિર્દી પર છવાઈ જાય છે.
📌 ફિક્સ પે નીતિ સંપૂર્ણ રીતે રદ કરો.
📌 પ્રોબેશન પીરિયડ વધુમાં વધુ 1 વર્ષ કરો.
📌 DA, HRA અને અન્ય ભથ્થાઓ ફિક્સ પે દરમ્યાન પણ આપો.
📌 પગારપંચના લાભો પૂર્ણરૂપે આપો.
📌 UPS લાગુ કરતાં પહેલા ગુજરાતના કર્મચારીનું શોષણ બંધ કરો.
📌 નવીપેઢીના કર્મચારીઓ માટે શોષણવિહોણું સમાન વેતન નક્કી કરો.
📌 જ્યાં અન્ય રાજ્યો ઉદાહરણ બની રહ્યા છે, ત્યાં ગુજરાત પણ પીઠ પાછળ કેમ?🤔
🗣️ ગુજરાતની અસલ અસ્મિતા એ સમાનતા અને કર્મચારીઓના હક્કની રક્ષા છે – ફિક્સ પે નીતિ એ અસ્મિતા પર #કલંક છે. હવે સમય આવ્યો છે કે દરેક કર્મચારી, દરેક શોષિત અવાજ એક બને અને સ્પષ્ટ કહે :- "ફિક્સ પે નાબૂદ કરો!" 🗣️
આજે #remove_fixpay_in_gujarat #Remove_Fix_Pay_Gujarat #Remove_Fix_Pay
#Gujrat_the_only_fixpay_state_in_india જેવા હેશટેગ ફક્ત ડિજિટલ અભિયાન નથી – તે હજારો કર્મચારીઓના ચિત્કાર છે.
🧑🏻🏫ગુજરાતના કર્મચારીની હાલત એવી છે કે
> "સરકારના નિર્માણમાં ભાગીદાર છે, પણ વિકાસમાં ભાગીદાર નથી!"
🧑🏻🏫— ફિક્સ પે : વિકાસના ચમકતાં વિઝન નીચે શોષણની પડછાયાં
જ્યાં ભારતના મોટા ભાગના રાજ્યો કર્મચારીની નિષ્ઠા અને માનવ અધિકારનું મૂલ્ય સમજે છે, ત્યાં ગુજરાત હજુ પણ પોતાના કર્મચારીના શોષણમાં જ સમજે છે.
🧑🏻🏫આ તો ફિક્સ પે હેઠળ કર્મચારીઓની હકીકત છે.
બાકી પેન્શન? ગ્રેચ્યુઈટી? HRA ? એ તો સ્વપ્ન છે સાહેબ... અને “નિષ્ઠાવાન કર્મચારી” એ સસ્તો મજાક.
> પાંજરામાં પાંખો હોય તો એ ઉડાન કહેવાય કે દુઃખ ?
@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@jigneshmevani80@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@Chaitar_Vasava@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@Vivekdoza
🙏🏻દાદા તમારા શબ્દોમાં રહેલ #ચિંતા માટે આપને વણમાંગયું એક વિનમ્ર સૂચન🙏🏻
ધોરણ ૧ થી ૧૨નો અભ્યાસ જેને સરકારી શાળામાં કર્યો હોય તેને 5 કે 10 માર્ક્સ રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં #ગ્રેસ મળે તેવો નિયમ એકવાર બનાવીને જોઈ લો, તમામ સરકારી શાળા #હકડેઠઠ ન થઈ જાય તો કહેજો..
શરૂવાત શિક્ષકથી કરજો !🫣
👆🏻પોસ્ટ જોનારા મિત્રોનું આ સૂચન ઉપર શું માનવું છે ?🤔
#Privatisation_To_Nationalisation
#સરકારી_શાળા
#સરકારી_નોકરી
@Bhupendrapbjp
માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તમને વિનંતી છે કે તમે ધોરણ 1થી12 શિક્ષક ભરતી બોર્ડના અધિકારીઓને ભરતી પ્રક્રિયા ઝડપી પૂરી કરવા આદેશ આપો.9 જુને શાળાનું વેકેશન પણ ખુલી જાય છે તો શિક્ષક વગર બાળકો કય રીતે અભ્યાસ કરશે.ભરતીના બે વર્ષ થયા પણ ભરતી પૂરી થઈ નથી
#gujaratteacher
માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તમને વિનંતી છે કે તમે ધોરણ 1થી12 શિક્ષક ભરતી બોર્ડના અધિકારીઓને ભરતી પ્રક્રિયા ઝડપી પૂરી કરવા આદેશ આપો.9 જુને શાળાનું વેકેશન પણ ખુલી જાય છે તો શિક્ષક વગર બાળકો કય રીતે અભ્યાસ કરશે.ભરતીના બે વર્ષ થયા પણ ભરતી પૂરી થઈ નથી
#gujaratteacher