ગુજરાતના વર્ગ-૩ અને વર્ગ-૪ કર્મચારીઓને ૫ વર્ષ સુધી ફિક્સ પગારમાં કેદ રાખવાની આ અન્યાયી નીતિ ક્યાં સુધી?
આખા ભારતમાં કોઈ રાજ્યમાં આટલી લાંબી ફિક્સ પગારની મુદત નથી!
સમાન કામ, અડધો પગાર અને કોઈ ભથ્થું નહીં…
આ શોષણ ક્યારે બંધ થશે?
#Remove_Fixpay_in_gujarat
મોંઘવારીના આ ભીષણ આગમાં પણ ગુજરાતના હજારો ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર આજે પણ ૨૬,૦૦૦/- જ ફિક્સ છે!
રસોઈના ભાવ આસમાને, ભાડું, બિલ, બાળકોની ભણતર, દવા બધું મોંઘું થઈ ગયું છે, પણ સરકારની આ અન્યાયી પ્રથા હજુ અટકતી નથી. વર્ષોથી આ શોષણ ચાલે છે! એક જ કામ કરનાર કાયમી કર્મચારીને બમણો પગાર અને ફિક્સ પગારના કર્મચારીને માત્ર ૨૬ હજાર? આ સમાન કામ - સમાન વેતનનું ગંભીર ઉલ્લંઘન છે!
આ તો સીધો કર્મચારીઓ સાથેનો અન્યાય અને શોષણ છે! કુટુંબ કેવી રીતે ચલાવવું? બાળકોને કેવી રીતે ભણાવવા?
સરકારશ્રી, હવે ઘણું થયું! આ વર્ષોથી ચાલતી નિર્દય અને અમાનવીય પ્રથા તરત બંધ કરો! ફિક્સ પગાર પ્રથા દૂર કરો અને તમામ કર્મચારીઓને સમાન કામ માટે સમાન વેતન અને સમાન અધિકાર આપો..!
જો સરકાર સાચી હિતેષી છે તો આ અન્યાયનો અંત કરો…!
#Stop_Exploitation
#Remove_FixPay_System
#Remove_fix_pay_in_gujarat #સમાન_કામ_સમાન_વેતન
ગુજરાતની ફિક્સ પે નીતિ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરે છે! નોકરીની સુરક્ષા, યોગ્ય વેતન અને સન્માનનો અધિકાર દરેકનો હક્ક છે. આ નીતિ બંધ કરી ને ગુજરાતના યુવાનોને ન્યાય આપવો જોઈએ #Remove_Fixpay_in_gujarat#ફિક્સપેહટાવો#Gujarat@INCGujarat
ગુજરાતની શોષણ અને દમનકારી Fix Pay ની નીતિ સામે અવાજ ઉઠાવવા અને કર્મચારીઓની સાથે રહી આજની ટ્વીટર ઝુંબેશમાં સહભાગી થવા બદલ આપ સર્વેનો અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને આપ સર્વે મહાનુભાવ અમારી આગળની ઝુંબેશમાં પણ સહયોગ કરશો એવી આશા 🙏