ગુજરાત રાજ્ય ના બજેટ સત્ર પહેલા મીડીયા સમક્ષ વિચારો રજુ કર્યા કે આપણા દેશ માં 70% વસ્તી ગામડાઓ માં વસે છે ત્યારે આશા રાખીએ કે ગ્રામ્ય વિસ્તાર ના વિકાસ માટે બજેટ માં મહત્વ આપવા માં આવે અને વધુ ફંડ ફાડવા માં આવે 🙏
સૌરાષ્ટ્રમાં છેલ્લા 45 દિવસમાં માં એક પણ ઈંચ વરસાદ ના પડતા લગભગ તમામ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. માટે મુખ્યમંત્રી કિશાન સહાય યોજનામાંથી સરકાર તાત્કાલિક ખેડૂતોને મદદરૂપ થાય એ માટે મુખ્યમંત્રીને અપીલ કરી. જો સરકાર સહાય નહી કરે તો ખેડૂતોને સાથે રાખીને આંદોલન કરશું. @Bhupendrapbjp
સત્ય કર્મ અને નિષ્ઠાના રસ્તે ચાલી જેણે જાહેર જીવનમાં લોકસેવા ને આગવું મહત્વ આપી ખૂબ પરિશ્રમ કરી લોકો અને પરિવારની ખુશી માટે લડતા રહ્યા, એવા મારાં પિતા શ્રી હરદાસભાઈ ખવા ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.
સાથે આજે હું જે કાંઈ છું એનો બધો જ શ્રેય મારા પિતાશ્રીને જાય છે 🙏
VCE ને રાજેસ્થાન રાજયમાં કાયમી કરી દેવામાં આવ્યા છે તો ગુજરાતમાં કેમ સરકાર ન્યાય આપતી નથી
C.R. પાટીલ સાહેબ ચૂંટણી પહેલાં તો VCE ન્યાય આપવાનુ કહેલ તો પછી કેમ ન્યાય આપતા નથી
પેપર ફૂટે છે નવી પરીક્ષા લેવી પડે છે... બીજી બાજુ કોન્ટ્રાકટ ઉપર કામ કરતા કર્મચારીઓ અને ગ્રામપંચાયત માં કમિશન ઉપર કામ કરતા vce કર્મચારી છે એમને કાયમી કેમ કરવામાં આવતા નથી ?
કોન્ટ્રાકટ પદ્ધતિ નાબૂદ કરી ને આ કર્મચારીઓ ને કાયમી કરવા જોઈએ
@CMOGuj
કલેક્ટરશ્રી ના અધ્યક્ષ સ્થાને ફરિયાદ અને સંકલન ની મીટીંગ મળી જામનગર જીલ્લા ના આરોગ્ય, શિક્ષણ, રસ્તા, સિંચાઈ અને વીજળી જેવી બાબતોમાં સામાન્ય લોકોને પડતી મુશ્કેલી બાબતે રજૂઆતો કરી. મિટિંગમાં ડીડીઓશ્રી મિહિર પટેલ અને એસપી શ્રીપ્રેમસુખ ડેલુ પણ ઉપસ્થિત રહ્યા 🙏
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી, મારા વિસ્તાર ના મોટા ભાગના રસ્તાઓ ની હાલત અત્યંત ખરાબ છે. તાત્કાલિક ધોરણે વિસ્તારના 29 રોડ, 25 કોઝવે અને 17 નોન પ્લાન રસ્તાઓ ના કામ કરાવવા બાબત રજૂઆત કરી જેથી વિસ્તાર ના લોકો ને આ બાબત થી થતી મુશ્કેલીઓ દૂર થાઈ 🙏
ગુજરાત આહીર સમાજના અગ્રણી રાજુલા મતવિસ્તારના લોકપ્રિય યુવા પૂર્વ ધારાસભ્ય તેમજ તમામ સમાજના દુઃખના મસિંહા અમારા વડીલ માન. શ્રી અંબરીશભાઈ ડેરને જન્મદિનની સ્નેહભર શુભકામનાઓ...🥳🍕
@Ambarishdermla
આજ રોજ ગુજરાત વિધાનસભા માં ધારાસભ્ય તરીકે ઇશ્વર ને સાક્ષી રાખી ને મેં શપથ લીધા. આ તકે તમામ જનતા ને ખાતરી આપું છું કે હું પૂરી શ્રદ્ધાં અને નિષ્ઠા થી મારી જવાબદારી નિભાવીશ અને લોકહીત માટે સતત કાર્યરત્ત રહીશ.
જય હિન્દ🙏
દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના ધારાસભ્યો શ્રી મુળુભાઈ બેરા અને શ્રી રાઘવજીભાઈ પટેલે કેબિનેટ મંત્રી તરીકે શપથ લિધા તે બદલ ખુબ ખુબ અભિનંદન.
આશા રાખુ છું કે તેઓ આ વિસ્તાર ના પાયાના કામો અને ખૂટતી સુવિધાઓ ઉભી કરવા માટે તત્પર રહેશે અને સમ્માન ભાવથી સાથ સહકાર આપશે 🙏
જય હિંદ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે આ વખતે પ્રથમવાર મતદાન કરવા જઈ રહેલ અનેક યુવા મતદાતાઓ સહિત સૌ નાગરિકો ભાજપની વિકાસની રાજનીતિ અને વિઝનરી નેતૃત્વ પ્રત્યે અઢળક પ્રેમ અને વિશ્વાસ સાથે ફરી એકવાર કમળ ખીલવશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે. #કમળ_ખીલશે_ગુજરાત_જીતશે
@Bhupendrapbjp@CRPaatil
જે બેઠકની વીસીઈ 'કાગના ડોળે'નહીં પણ હ્ર્દય પર હાથ રાખી રાહ જોઈ રહ્યા છે, ભગવાન દ્વારકાધીશને ધજા ચડાવવાની માનતા રાખી છે,એવી આ છેલ્લી બેઠકમાં રાજ્યના ૧૪૦૦૦ પરિવારો,૧૬ વર્ષની લાંબી મજલ..ધ્યાને લેજો.
આસ્થા ના જ તોડવામાં આવે એવી સાવ સાચા દિલથી પ્રાર્થના.🙏