એક તરફ ખાનગી આરોગ્ય વ્યવસ્થા સાથે ચેડાં કરતા ખ્યાતી ખાનગી હોસ્પિટલ જેવા કાંડ થાય છે.
સરકારી આરોગ્ય વ્યવસ્થા ધીરે ધીરે નામશેષ કરવાનું કાવતરું ચાલે છે.
📌થોડા સમય પહેલા જ #IKDRC એટલે કે કિડની હોસ્પિટલ માં સ્ટાફ નર્સ જેવી જાહેર થયેલ પોસ્ટ માં ઘટાડો કરવામાં આવ્યો.
🤔વિચારો #IKDRC જેવી સંસ્થા કાયમી સ્ટાફ માટે જાહેરાત બહાર પાડે 1 વર્ષે પરીક્ષા લેવાય 6 મહિના બાદ પરિણામ જાહેર થાય અને પરીક્ષાના બાદ નીમણુંક આપવાની વાત આવે અને પછી જાહેર કરેલ જગ્યાઓ માં ઘટાડો કરવામાં આવે.
👉🏼આ જ #IKDRC માં સ્ટાફ માટે કોન્ટ્રાકટ વ્યવસ્થા ને વેગ આપવામાં આવે, માનીતી ખાનગી એજન્સી ને કોન્ટ્રાકટ માં કચાસ નહીં પણ એમાં વધારો કરવામાં આવે.
📌આવું કરવાથી ફક્ત ઉમેદવારોની કારકિર્દી સાથે નહીં પીડિત સાથે પણ રમત રમાઈ રહી છે.
@irushikeshpatel@CMOGuj@Bhupendrapbjp@narendramodi@mansukhmandviya
🙏🏻આદરણીય સાહેબ શ્રી @irushikeshpatel કેવું થાય જ્યારે 650 #સ્ટાફ_નર્સ ની જગ્યા એપ્રિલ 2023 માં બહાર પાડવામાં આવેલ...ઉમેદવારો હોંશે હોંશે તૈયારી કરી પરીક્ષા આપે, મેરીટ યાદીમાં પસંદગી પામે...650 જગ્યા સામે 1200+ થી વધારે લોકોને બોલાવી #DV એટલે કે ડોક્યુમેન્ટ્સ વેરીફીકેશન કરવામાં આવે....પરિવારમાં પણ ખુશી ની લેહર હોઈ..અને અચાનક જ જ્યારે નિમણુંક દેવાની વાત આવે ત્યારે #સત્તાધીશો કહે 650 ને તો નહી પણ 200 ને જ નિમણુંક આપીશું.... તો ઉમેદવારો ઉપર શું વીતતી હશે ? જરા આ અનુભવ કેવો હસે વિચારજો !🤔
☝🏻આ બીજા કોઈના નહી આપના જ વિભાગ અંતર્ગત આવતી સંસ્થા માં બનેલ છે.👇🏻
વિગતે વાત....
🙏🏻માનનીય સાહેબશ્રી, આપના #આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ તાબાની સંસ્થા #IKDRC (ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ) ખાતે (31 કેડર) ની #એપ્રિલ -૨૦૨૩ ના વર્ષમાં જાહેરાત આપી આજદિન સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ નથી.
📌એપ્રિલ-૨૦૨૩ વર્ષમાં (31 કેડર) ની ટોટલ ૧૧૫૬ પોસ્ટની જાહેરાત આપવામાં આવેલ જે અન્વયે તમામ કેડરની પરીક્ષા યોજવામાં આવેલ છે જેનું મેરીટ જાહેર થયા બાદ કેટલીક કેડરનું ડોક્યુમેન્ટ વેરીફીકેશન થઇ ગયેલ છે અમુક કેડરની અનુગામી પ્રક્રિયા ચાલુ છે પરંતુ હાલમાં ભરતી પ્રક્રિયા બાબતે IKDRC ખાતે રૂબરૂ પુછ્તાજ કરતા #નિયામક_શ્રી દ્વારા જણાવેલ કે #સ્ટાફ_નર્સ ની દર્શાવેલી જગ્યા ૬૫૦ છે. જે સદર ભરતી પ્રક્રિયામાં સંવર્ગમાં ટોટલ પોસ્ટ માંથી 400 નો ઘટાડો કરવામાં આવશે...😱
☝🏻#આરોગ્ય જેવા અતિ મહત્વના અને સંવેદનશીલ વિભાગમાં સરકાર શ્રી દ્વારા જગ્યા બહાર પાડવામાં આવે, #IKDRC જેવી સંસ્થા દ્વારા પરીક્ષા યોજી ડોક્યુમેન્ટ વેરીફીકેશન પ્રક્રિયા પૂર્ણ કરે અને અચાનક કહી દે સંપૂર્ણ જગ્યા ભરવામાં નહીં આવે અમે ઓટોનોમસ બોડી છીએ, અમારે ભરવી હસે એટલી જ ભરીશું.
📌રાજયના ઉમેદવારો પાસે પરીક્ષા ફી પેટે દરેક ઉમેદવાર નાં રૂ.૧૦૦૦/- રૂપિયા ઉઘરાવેલા.
📌અને હા સાહેબ શ્રી તપાસ કરી લેવાની પણ છૂટ છે #IKDRC દ્વારા નિયમોનુસાર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી લાયક ઉમેદવારોને નિમણુક આપવાના બદલે હાલમાં #કરાર આધારિત #આઉટસોર્સ એજન્સી મારફત સ્ટાફની ભરતી કરવામાં આવેલ છે. 👉🏻આઉટસોર્સ એજન્સી કોની હોઈ છે કોને લાભ મળે છે તે તો પૂરું ગુજરાત જાણે છે તેમાં વધારે ખુલાસા ની જરૂર નથી.
👉🏻સરકારશ્રીના આરોગ્ય જેવા વિભાગની તાબાની સંસ્થા IKDRC દ્વારા પોતાની #મનમાની ચલાવે તો કેમ ચાલશે ?
📢ઉમેદવારો ની માગણી આટલી જ છે...
--- IKDRC માં વિવિધ 31 કેડરની જાહેર કરેલ ટોટલ 1156 પોસ્ટની ભરતી પ્રક્રિયા જગ્યા reduce કર્યા વગર પુરે પૂરી ભરવામાં આવે...
🙏🏻સંવેદનશીલ આરોગ્ય વિભાગનાં IKDRC માં એકવાર આપ જરૂર તપાસ કરાવજો. ખરેખર જે લાયક અને હકદાર છે એમને રોજીરોટી નું સાધન અને પીડિત ને સારવાર માટે કાયમી સ્ટાફ નર્સ મળી રહે તે માટેની #કાયમી વ્યવસ્થા ઊભી થઈ શકે એના માટે આપ ચોક્ક્સ આ બાબત ધ્યાન લેશો તેવી આશા..
@irushikeshpatel@CMOGuj@Bhupendrapbjp@narendramodi@mansukhmandviya