📍ડેડીયાપાડા
ડેડીયાપાડા ખાતે આયોજિત "વિજય વિશ્વાસ સભા" માં AAP રાજ્યસભા સાંસદ શ્રી @SanjayAzadSln પહોંચ્યા ત્યારે સ્થાનિકોએ ઉત્સાહભેર તેમ��ું સ્વાગત કર્યું.
આજે રાજ્યના ગૃહ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડગામ ચૂંટણી પ્રચારમાં હતા; ભલે પધાર્યા!
પણ એમને એક સવાલ પૂછવા માંગુ છું કે દરરોજ ધાનેરા બોર્ડરથી દારૂ ભરેલા 10થી 12 વાહનો રાજસ્થાનમાંથી ઘૂસે છે. એક વાહનના અઢી લાખ! મહીને ત્રણેક કરોડની આસપાસનો હપ્તો!
કદાચ આ તમારી જાણમાં ન હોય એ બની શકે; પણ હવે જ્યારે તમારા ધ્યાન ઉપર આ લાવી રહ્યો છું ત્યારે આપ આજે જ તપાસના આદેશ આપશો!
હું તો વહીવટદાર નું નામ પણ જાણું છું, પણ પ્રેમથી બંધ થઈ જાય તો સારું છે.
@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@dgpgujarat
ભાગતો ભાજપ:-
કાર્યકરો અને ઉમેદવારોને મતદારો ભગાડી રહ્યા છે. પ્રચાર કરવો મુશ્કેલ બની ગયો છે.
હવે
પ્રદેશના નેતાઓ, ગોરધન ઝડફિયા સાથે બે નેતાઓને પ્રશ્નોથી ભાગી જવું પડ્યું છે.
00000
છેલ્લા દિવસે નરેન્દ્ર મોદીને લાવીને મગરના આંસુ સારવા બોલાવવા પડે એવી સ્થિતિ આખા ���ુજરાતમાં થઈ છે.
ભાજપ એક રીબીન કાપવા માટે કરોડો નો ખર્ચો કરી નાંખે છે પણ જયારે શિક્ષકો ને ન્યાય આપવાની વાત આવે ત્યારે ભાજપ જોડે બજેટ નથી..
અભણ લોકો શિક્ષણ નું મહત્વ નાં સમજી શકે..
બેહિસાબ:-
CM નરેન્દ્ર મોદીએ 8-9-2010માં અમદાવાદના કાંકરિયામાં ભારતના પ્રથમ રૂ. 10 કરોડના બલૂન સફારી ખુલ્લી મૂકવા આકાશમાં સહેલગાહ મા��ી, પ્રજાને કહ્યું હતું કે મારી સરકાર પાઈએ પાઈનો હિસાબ આપે છે.
પણ,
15 વર્ષથી બલુન બંધ છે તેનો રૂ. 10 કરોડનો હિસાબ આપ્યો નથી.
કહે પણ ન કરે એ મોદી....
દિકરીઓને માતા-પીતાની સહમતી ચકાસણી કરી જીવનસાથી પસંદગીનો પ્રથમ મોકો આપવો જોઈએ ,હિંદુત્વ જળવાતું હોય સમાન જીવનધોરણ હોય,પાત્ર સારૂ હોય તો હું નથી માનતો કે નાત-જાતના વાડાઉભા કરી એમને સંતાપવી જોઈએ..
હા,વડીલ તરીકે સંતાનનું ભવિષ્ય ચોક્કસ જોવું જોઈએ પણ જાતિવાદ છોડી પસંદગી કરવામાં બહુ સમાજ સમાજ કરી પરીવાર કુટુંબમાં કાયમી અશાંતી ના રહે એવું વિચારવાનો સમય આવી ગયો છે
#Vijaysinh_Rajput
આજે વિધાનસભામાં એક પ્રશ્ન કર્યો એમાં ભાજપની પોલ ખુલી ગઈ.
@ArvindKejriwal એ ગુજરાતમાં આમ જનતા માટે 300 યુનિટ મફત વિજળીની જાહેરાત કરી ત્યારે ભાજપ રેવડી ગણાવતી હતી.
મફત વિજળીની રેવડી ગણતી ભાજપે રાજકોટ અન�� સુરતમાં ઉદ્યોગિક કંપનીઓના વિજળીના ₹1100 કરોડ માફ કર્યા છે: @Gopal_Italia
🤔વિકાસનો પનો ટૂંકો કે દાનત ખોટી ?🤔
વિકાસનો '#ઝોળીદાર' ચહેરો: આઝાદીના અમૃતકાળમાં નસવાડીના નલીયાબારીમાં માનવતાનું મરણ!
ડિજિટલ ઇન્ડિયા, વાઇબ્રન્ટ ગુજરાત અને વિકાસની મોટી મોટી ગુલબાંગો વચ્ચે જ્યારે છોટાઉદેપુરના નસવાડી તાલુકાના અંતરિયાળ ગામોની વાસ્તવિકતા સામે આવે છે, ત્યારે સત્તાધીશોના ગાલ પર સણસણતો તમાચો વાગે છે. આઝાદીના દાયકાઓ વીતી ગયા, પેઢીઓ બદલાઈ ગઈ, પણ નલીયાબારી અને ખોખરા જેવા ગામોના નસીબમાં આજે પણ 'પાકો રસ્તો' લખાયો નથી. પરિણામે, આજે પણ વિકાસ 'ઝોળી'માં ટીંગાઈને ડુંગરા ઉતરી રહ્યો છે.
💢ઝોળીમાં ઝૂલતો '#અમૃતકાળ'
નલીયાબારી ગામના દ્રશ્યો જોઈને કોઈ પણ સંવેદનશીલ માણસનું હૃદય ધ્રૂજી ઉઠે. એક સગર્ભા મહિલા (જીવલીબેન ભીલ) ને જ્યારે પ્રસૂતિની પીડા ઉપડે છે, ત્યારે ૧૦૮ એમ્બ્યુલન્સ નહીં, પણ ગ્રામજનોએ લાકડી અને કપડાથી બનાવેલી 'ઝોળી' મદદે આવે છે.
🤔શું આ જ છે આપણો આધુનિક વિકાસ? જ્યાં એક માતાને ત્રણ કિલોમીટર સુ��ી પથ્થર અને કાચા રસ્તાઓ પર ઉંચકીને ખાનગી જીપ સુધી લઈ જવી પડે!
સંખેડા વિધાનસભા: ધારાસભ્યની ગ્રાન્ટ ક્યાં ગઈ ?
સંખેડા વિધાનસભા મત વિસ્તારમાં આવતા આ ગામોની દુર્દશા માટે જવાબદાર કોણ ? ચૂંટણી સમયે હાથ જોડીને વોટ માંગવા આવતા નેતાઓ અત્યારે ક્યાં છુપાયા છે ? વારંવાર કુકરદા, નલીયાબારી અને ખોખરા જેવા ગામોમાંથી આવા વિડીયો વાયરલ થાય છે, છતાં તંત્ર કેમ કુંભકર્ણી નિદ્રામાં છે ?🤔 800 ની વસ્તી ધરાવતું ખોખરા ગામ આજે પણ કાચા રસ્તાને કારણે બહારની દુનિયાથી કપાયેલું છે. ૧૦૮ એમ્બ્યુલન્સ ગામની બહાર અડધો કલાક ઉભી રહે છે કારણ કે રસ્તો નથી અને કોઝવે ધોવાઈ ગયો છે. આનાથી મોટી શરમની વાત બીજી કઈ હોઈ શકે ?
💢વિકાસનો પનો ટૂંકો કે દાનત ખોટી ?
નસવાડી તાલુકામાં 'વિકાસનો પનો' ટૂંકો નથી પડ્યો, પણ સત્તાધીશોની 'દાનત' ખોટી પડી રહી છે. કરોડોના બજેટ ફાળવાય છે, પણ આદિવાસી વિસ્તારના છેવાડાના માનવી સુધી પહોંચતા ��હોંચતા કદાચ ભ્રષ્ટાચારના ખાડામાં હોમાઈ જાય છે. સગર્ભા મહિલાઓને ખુલ્લી પીકઅપ જીપમાં સુવડાવીને હોસ્પિટલ લઈ જવી પડે એ દ્રશ્યો જોયા પછી પણ જો કોઈ એક્શન ન લેવાય, તો સમજવું કે તંત્ર સંવેદનહીન બની ચૂક્યું છે.
💢ગુજરાતમાં જ્યારે '#ડિજિટલ_ઈન્ડિયા' અને 'વાઈબ્રન્ટ વિકાસ'ના આભ ફાટતા દાવાઓ થઈ રહ્યા હોય, ત્યારે છોટાઉદેપુરના નસવાડી તાલુકાના નલિયાબારી, ખોખરા, કુકરદા...... ગામના દ્રશ્યો જોતા એમ લાગે છે કે આ���ણે ૨૧મી સદીમાં નહીં, પણ પાષાણ યુગમાં જીવી રહ્યા છીએ. આઝાદીના દાયકાઓ પછી પણ જો એક સગર્ભા મહિલાને ૩ કિલોમીટર સુધી લાકડાની 'ઝોળી'માં ઉંચકીને હોસ્પિટલ લઈ જવી પડતી હોય, તો સમજી લેજો કે વિકાસ હજુ હાઈવે પરની લાઈટોમાં જ અટવાયેલો છે, અંતરિયાળ ગામડાઓ સુધી તો તે પહોંચતા જ રસ્તો ભૂલી ગયો છે!
📌જેમની પાસે ચૂંટણી સમયે વોટ માંગવા માટે ગામડાં સુધી પહોંચવાના રસ્તાઓ મળી જાય છે, તેમને પ્રસુતિની પીડામાં તડપત�� મહિલા માટે રસ્તા બનાવવામાં કયો ગ્રહ નડે છે? આ એ જ ગુજરાત છે જ્યાં કરોડોના ખર્ચે ઉત્સવો ઉજવા�� છે, પણ નસવાડીની મહિલાઓને ખુલ્લી પીકઅપ જીપમાં સૂવડાવીને હોસ્પિટલ સુધી લઈ જવા મજબૂર કરવામાં આવે છે.
📮 "ધન્ય છે એ તંત્રને, જે ગર્ભવતી મહિલાને 'ઝોળી'માં જોઈને પણ વિચલિત નથી થતું. તમારી એસી ઓફિસોમાં બેસીને તૈયાર કરેલી વિકાસની ફાઈલોમાં કદાચ આ ઝોળીના ફોટા ફિટ નથી બેસતા!"
🤔નેતાઓ: શું આ 'ઝોળીદાર વિકાસ' જોવા માટે જ જનતાએ તમને વોટ આપ્યા હતા?
🤔તંત્ર: કુકરદાની ઘટના બાદ પણ કોઈ બોધપાઠ કેમ ન લેવાયો? શું ક��ઈનું મોત થાય તેની રાહ જોવાય છે?
🤔ડિજિટલ ઈન્ડિયા : જે ગામે ૧૦૮ પહોંચી શકતી નથી, ત્યાં 5G સ્પીડનો શું અર્થ?
નલીયાબારી અને ખોખરા ગામની આ સ્થિતિ એ ગુજરાતના વિકાસ મોડલ પર એક કાળો ડાઘ છે. જો સત્વરે પાકા રસ્તા અને બ્રિજની સુવિધા નહીં મળે, તો આ આક્રોશ આવનારા સમયમાં સત્તાધીશોને ભારે પડશે. હવે જનતાને વાયદા નહીં, પણ વહેલી તકે પાકા રસ્તા જોઈએ છે જેથી કોઈ માતાએ ઝોળીમાં જીવ જોખમમાં મૂકવો ન પડે
💢નસવાડી તા��ુકાના નલિયાબારી અને ખોખરા ગામની આ હૃદયદ્રાવક વિકાસની 'ઝોળી' અને તંત્રની 'ટોળી': આઝાદીના અમૃતકાળમાં ગુજરાતનું વરવું સત્ય!
🤔"શું આ જ છે અમૃતકાળનો વિકાસ?"🤔
(વિડિઓ સોર્સ :રફીક ડણીવાલા, નસવાડી, છોટાઉદેપુર)
#ZolidaVikas #ChhotaUdepur #Gujarat #HealthEmergency #Naswadi #Sankheda #VikasGandoThayoChe #Naliabari #HealthInfrastructure #TribalRights #GujaratDevelopmentReality
@CollectorCU
@dydeochhotaude1
@CMOGuj
@InfoGujarat
@Bhupendrapbjp
@irushikeshpatel
@jitu_vaghani
@tv9gujarati
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
આજે હું એવા 52 લોકો ના નામ પુરાવા સાથે આપી શકું છું કે જેમણે મને મદદ કરવા ના બદલે મારી જેલયાત્રા દરમ્ય��ન મને અનફોલો (#Unfollow ) કરી નાંખ્યો હતો,
આભાર 🙏🏻તમારી સ્વાર્થી વિચારધારાને
હું તો હંમેશા માટી સાથે જોડાયેલો રહ્યો છું …
આભાર એ ૨૧,૬૦૦ લોકો નો જેમણે હંમેશા વિશ્વાસ રાખ્યો કે હું આવીશ ફરીથી ચાલો આજ થી નવી સફર ચાલુ કરીએ છીએ
જીવન નો એક નવો અધ્યાય ચાલુ કરવા જઈ રહ્યો છું …
આશીર્વાદ આપજો આ કાર્ય થી ગુજરાતના લોકો ના જીવન માં હું પરિવર્તન લાવવા માંગુ છું …
બસ સફળતા સુધી સાથ આપજો ..
સફળ બની ને હું તમારા જ સાથે રહીશ ..
#Vijaysinh_Rajput #NetworkNews #Gandhinagar
આમ આદમી પાર્ટીમાં યુવરાજસિંહ જાડેજા , પ્રવ���ણ રામ અને રાજુભાઈ કરપડા સહીત ૧૦ યુવા આગેવાનો છોડી ને ફરી એજ દિશામાં,પ્રજા હિતમાં કાર્ય કરો
શિયાળિયા,સસલા અને ભૂંડ વધારે હોય છતાં જંગલ નો રાજા સિંહ જ કહેવાય છે
ચાલો મીત્રો રાજનીતિ છેડી પ્રજાહિત ના કામ કરીએ
#Vijaysinh_Rajput
@YAJadeja
@RajubhaiKarpad1
રણનું મેદાન હોય કે રનનું મેદાન
આ “નવા યુવા ભારત”સામે હવે તમે ક્યારેય જીતી નહી શકો..
કારણ કે અહીંયા મેદાન ઉપર ક્રિકેટ ની રમત ચાલુ હોય કે સરહદ પર જંગ
યુવા ક્રિકેટરો રમતા હોય કે જવાનો લડતા હોય ત્યારે ૧૪૦ કરોડ આશિર્વાદ સાથે હોય અને આકાશમાં દેવો ધ્યાન રાખતા હોય,મ��ાદેવનો સાથ તો હંમેશા હોય..
#Mahashivratri2026
#INDvsPAK
#operation_sindoor
#Vijaysinh_Rajput
યુવરાજસિંહ ન���લી દુધ પકડશે તો આમ આદમી પાર્ટી પહોંચી જશે પણ આ દરમ્યાન એમના ઉપર જીવલેણ હુમલો થયો ત્યારે કેમ મદદ ના કરી …
યુવરાજસિંહ ને શારીરિક નુક્શાન થયું હોત તો ??
આ પક્ષો બધા TRP પાછળ દોડનારા છે
નહીંતર હડદડ આંદોલન માં રાજુભાઈ કરપડા અને પ્રવિણ રામ ને મોકલ્યા ધોકા ખાવા અને દિલ્હી કેજરીવાલ સાથે મીટીંગ હોઈ તો મનોજ સોરઠિયા અને ગોપાલ પહોંચી જાય …
કડવું છે પણ આજ સત્ય છે
#Vijaysinh_Rajput
ભારત માં દરેક વ્યવસાયમાં ખેતીને સર્વશ્રેષ્ઠ કહેવાય છે કારણકે જીવનમાં ગમે તેવા. વળાંકો આવે ખેતી ની સ્થિર આવક અને નિરંતર કમાણી નું સાધન બની રહે છે ..
🔴સૌથી મોટા નિરાંત ખેતી અને પશુપાલનમાં થી ઘરનું અનાજ કરિયાણા તેલ દુધ અને ઘી આવતું રહે છે ..
🔴ખેતી વ્યવસાયમાં ચમત્કારીક રાતોરાત કરોડ��તિ ખેતીના બનાવી શકે પરંતુ વહેવાર અને તહેવાર તો સાંચવી જ લે ખેતી 🧑🌾🙏🏻
#Vijaysinh_Rajput
#FarmLife
"જીવ્યા ત્યાં સુધી મૂછો પર હતો તાવ,
ગુલામી વખતે હતા ક્રાંતિકારી આઝા��.
વંદે માતરમ ને જય હો ના એ પ્રચંડ નાદ,
હતા પ્રખર પ્રચંડ ને ધરા ધ્રુજે એવો સાદ,
માતૃભૂમિ કાજ છોડ્યો ઘર-બાર."
#NewProfilePic
#Vijaysinh_Rajput
આઠ મહીનાથી દેશમાં ૬૦૦-૭૦૦ ₹ઘઉંનો ભાવ હતો
ખેડૂતોની કઠણાઈ તો જોવો ઘઉંનો પાક તૈયાર થતા ૪૨૫-૪૫૦ ₹ માંડ ખેડૂતોના હાથમાં આવે છે..
ખેડૂતો ની આવક ડબલ કરવાનો વાયદો હતો આતો ભાવ અડધા કરી નાંખ્યા
#FarmLife#farmer#msp#Vijaysinh_Rajput