કમોસમી વરસાદની અણધારી આફતના લીધે રાજ્યના અનેક ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે, ત્યારે સરકાર ખેડૂતોની હિંમત બનીને આર્થિક સહાય માટે તેમની સાથે ઉભી રહેવા પ્રતિબદ્ધ છે.
રાજ્યના ખેડૂતોએ પકવેલ મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. જે અંતર્ગત આ ખરીદી ૯મી નવેમ્બરથી શરૂ કરવામાં આવશે.
કુદરતી આપદાની આ સ્થિતિમાં ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારીની ચિંતા સરકારે કરી છે, અને અન્નદાતા પરિવારોને કોઈ તકલીફ ન આવે તેવી સંવેદના સાથે તંત્ર પૂરી નિષ્ઠાથી કાર્યરત છે.
🇮🇳🇮🇳 આજ રોજ પૂજ્ય "રવિશંકર મહારાજ ભવન" તાલુકા પંચાયત બોરસદ ખાતે 79 મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે શ્રી મિહિરભાઈ પટેલ, પ્રમુખશ્રી બોરસદ તાલુકા પંચાયતના વરદ હસ્તે ધ્વજવંદન અને રાષ્ટ્રીય પર્વની ઉજવણી નો કાર્યક્રમ કરવામાં આવ્યો, 🇮🇳🇮🇳
આણંદ: બોરસદ તાલુકા પંચાયતમાં ધોરણ 9ની વિદ્યાર્થિની એક દિવસ માટે બની તાલુકા પ્રમુખ
((ફિલ્મી પડદે તમે નાયક ફિલ્મમાં એક દિવસ માટે ફિલ્મના હીરોને મુખ્યમંત્રી બનતા જોયો જ હશે ,પરંતુ આજે ફિલ્મી પડદા જેવી જ ઘટના ઘટી છે આણંદ જિલ્લામાં બોરસદ તાલુકામાં, જ્યાં ધોરણ 9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની હેતવી મહેશ્વરીને એક દિવસ માટે તાલુકા પંચાયયની પ્રમુખ બનાવવામાં આવી છે))
#anand #borsad #TalukaPanchayat #TalukaPanchayatpramukh #hetvimaheshwari #viralvideo #VTVDigital
#અગ્રેસર_ગુજરાત ગ્રામ પંચાયત કાવિઠા(તા. બોરસદ) અને ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટના સંયુક્ત ઉપક્રમે વસાયેલ એક હેક્ટર જમીનમાં ૮૦ પ્રકારના ૨૦૦૦ થી વધારે વૃક્ષો મીયાવાકી પધ્ધતિથી ઉગાડી ‘વન કવચ’ બનાવવામાં આવેલ છે. જ્યાં આજરોજ માન. પ્રધાનમંત્રીશ્રીના જન્મ દિવસે NSS ના વિદ્યાર્થીઓ તથા મહાનુભાવો સાથે “એક પેડ મા કે નામ” કાર્યક્રમ અંતર્ગત “માતૃ વન”માં વૃક્ષારોપણ યોજવામાં આવ્યું.
સામાજીક વનીકરણ યોજના હેઠળ બોરસદ તાલુકાના જવાહર નવોદય વિદ્યાલય ભાદરણ ખાતે "નક્ષત્ર વન" નિર્માણ કરીને 75 માં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી @CMOGuj@CollectorAnd @MahitiAnand @revenuegujarat