@RonakABPAsmita@kuberdindor@prafulpbjp@Bhupendrapbjp@VinodRao2000 માનનીયશ્રી પ્રાથમિક શિક્ષકોની બદલી માટે જેટલા પોઝેટીવ થયા છો તો ગ્રાન્ટેડમાધ્યમિક,ઉચ્ચતરમાધ્યમિક ના શિક્ષકો માટે ઈચ્છા શક્તિ જાગ્રત કરી આવનાર વિધાનસભા સત્રમાં ગ્રાન્ટેડ ઈનએડકોડ ૧૯૭૪માં સુધારો કરી બદલીની કરી આપો
બદલીથી આ નિવારણ આવી શકે છે. ઉમેદવારને પોતાના જિલ્લામાં કે પોતાના નજીકના જિલ્લામાં નોકરી પણ મળી રહે અને બાળકોના અભ્યાસ પર અસર ન થાય અને સરકારનો ભરતીનો હેતુ પણ સાર્થક થઈ શકે છે.
4. સરકારી શાળાઓમાં સ્ત્રીઓને માટે 1 વર્ષ અને પુરુષો 2 વર્ષ પછી બદલી મળે છે તે જ નિયમ ગ્રાન્ટેડ શાળા માટે પણ માન્ય રાખી ગ્રાન્ટેડ શાળાના સહાયકોને લાભ આપવો જોઈએ.
3. ગ્રાન્ટેડના નિયમ મુજબ બદલીની કોઈ હાલ જોગવાઈ નથી પરંતુ હવે ની પરિસ્થિતિ મુજબ બદલી ખૂબ આવશ્યકતા હોઈ નિયમોમાં ફેરફાર કરી બદલી ના નિયમો સરકારી શાળા સમકક્ષ કરી બદલીનો લાભ આપવો જોઈએ.
2. ગ્રાન્ટેડ શાળામાં કેન્દ્રીય ભરતી કરતા કેટલાક ઉમેદવારો 500 km જેટલા દુર મુકવામાં આવ્યા છે જેઓ પરિવારની જવાબદારી મૂકી ને જવું પડે છે અને પરિવારને સાથે લઈ જઈ શકાય તેવી પરિસ્થિતિ હોતી નથી એટલે અમુક સમય બાદ બદલી કરી દેવી જોઇએ.
1. પહેલા જ્યારે ગ્રાન્ટેડ શાળા N.O.C. દ્વારા ભરતી કરતા હતા ત્યારે મોટાભાગે સ્થાનિક ઉમેદવારને નોકરી આપતા હતા પરંતુ હવે કેન્દ્રીયક્રુત ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી ઉમેદવારો ને મૂકવામાં આવે છે માટે બદલી ની જરૂરીયાત છે.
ખાસ કરીને બહેનોના કિસ્સામા આ પરિસ્થિતિ વિકટ બને છે.રાજ્ય સરકારના અન્ય વિભાગમા પણ કર્મચારીઓ માટે બદલીની જોગવાઇ છે તે મુજબ ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને પણ આ લાભ મળે તેવી 70 હજારથી વધુ કર્મચારીઓની માંગણી છે.
વર્તમાન ગ્રાન્ટેડ (અનુદાનિત) માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા શિક્ષકને એેક વખત ભરતી થાય ત્યારબાદ નિવૃત્તિ સુધી તેજ શાળા મા ફરજ બજાવાની હોય છે. ઘરડા માતા-પિતા તથા નાના બાળકોની કાળજી લેવી પણ જરુરી છે.તેમજ સામાજિક પ્રસંગોમા જવા ચાર થી પાંચ દિવસનો સમય જાય છે.
આ અગાઉ શાળા સંચાલક દ્વારા જાહેરાત આપીને ભરતી કરવામા આવતી.જેમા મોટા ભાગે સ્થાનિક કક્ષાના ઉમેદવારો પસંદ થતા હતા.વર્તમાન કેન્દ્રિયક્રુત ભરતીમા 80% થી વધુ શિક્ષણસહાયક ભાઇઓ તથા બહેનો અન્ય જિલ્લાના હોય છે. ઘણા સહાયકો પોતાના વતનથી 300 થી 600 કિમી ના અંતરે નોકરી કરે છે.
માનનીય શિક્ષણમંત્રી સાહેબશ્રી,
નમસ્કાર
જય ભારત સાથે ઉપરોક્ત વિષય અન્વયે જાણાવાનુ કે ગુજરાત રાજયની ગ્રાન્ટેડ(અનુદાનિત) માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણસહાયકોની ભરતી તારીખ 11-02-2011 ના જાહેરનામા અન્વયે રાજ્ય સરકાર દ્રારા કેન્દ્રિયક્રુત ધોરણે સંપુર્ણ મેરિટથી થાય છે.