હું ટ્વિટર પર ફક્ત મૌજ મસ્તી ખાતર આવું છું
જો મારી કોઈ પણ કોમેન્તથી તમારા મનને ઠેસ પહોંચે તો હોસ્પિટલ જતું રહેવું અને મનની તપાસ કરાવી લેવી.
પણ એવી કોમેન્ત તો થતી રહેશે જેની સર્વ જનતા એ નોંધ લેવી. 😎
આ પત્ર જોઈને મને #GPSC માટે કહેવાનું મન થાય....
“ધૂળ મોઢા ઉપર હતી અને તમે અરીસો સાફ કરતા રહ્યાં...” 🎭
👆🏻વર્તમાન GPSC ઉપર પંક્તિ બિલકુલ ફિટ બેસે છે. આયોગ પોતાની વહીવટી ખામીઓ સુધારવાને બદલે ઉમેદવારોના ભવિષ્ય સાથે અખતરા કરીને એવું સાબિત કરી રહ્યું છે કે ખામી સિસ્ટમમાં છે, પણ ભોગ ઉમેદવારે જ બનવું પડશે!
🏛️આયોગે 'ભરતી પ્રક્રિયાના સરળીકરણ' અને 'ઉમેદવારોના હિત' ના નામે સંયુક્ત રૂબરૂ મુલાકાત (Common Interview) નો તઘલખી નિર્ણય લીધો છે. પણ જરા અંદર ઉતરીને જુઓ તો ખબર પડે કે આ ઉમેદવારોનું હિત નથી, આયોગની પોતાની વહીવટી નબળાઈઓ છુપાવવા માટે ઉમેદવારોના ખંભે બંદૂક ફોડવાનો કારસો છે! વાસ્તવમાં ઉમેદવારોનું કલ્યાણ નહીં પણ આયોગના વહીવટી પાંગળાપણાને ઢાંકવાનો પેંતરો છે! સત્ય તો એ છે કે, આયોગ પોતાની વહીવટી નાકામીઓનો કચરો ઉમેદવારોના ભવિષ્ય નીચે સોગંદનામું કરીને દબાવવા માંગે છે અને બલિદાનના આ ખેલમાં બંદૂક બિચારા ઉમેદવારોના ખંભે જ ગોઠવવામાં આવી છે!"
🏛️🛑બંધારણીય સંસ્થા GPSC નું #માળખું કહે છે: ૧ અધ્યક્ષ (Chairman) + ૭ સભ્યો (Members) હોવા જોઈએ.પરંતુ આજના સમયની કડવી હકીકત એ છે કે હાલમાં માત્ર ૧ અધ્યક્ષ અને માત્ર ૧ જ સભ્ય કાર્યરત છે! બાકીની ૬ ખુરશીઓ ધૂળ ખાય છે.
😠🗣️GPSC સરકારને તો કશું કહી નથી શકતી, એટલી હિમ્મત તો છે નહીં કે ખોંખારો ખાઈને મુખ્યમંત્રીને કહે પહેલા સભ્યની નિમણૂંક માટે મંજૂરી આપો અને બોર્ડનું કોરમ પૂરું કરો એટલે તો ઉમેદવારોને ભડકાવવા આવો તુઘલખી ફરમાન કરવો પડે છે. હવે સભ્યોની નિમણૂક સરકાર ન કરે, વહીવટી આળસ આયોગ ભોગવે, પણ એનો ભોગ કોણ બને ? સરકારી નોકરીના સપના જોતો સામાન્ય ઉમેદવાર! શું આને જ તમે '#ગુડ_ગવર્નન્સ' કહો છો ?
🏛️આયોગનો તર્ક એવો છે કે બે વાર ઇન્ટરવ્યુ લેવામાં સમય બગડે છે. આ તો એના જેવું થયું કે, "અમારી ઘરે રસોઈ બનાવવા વાળું કોઈ નથી, એટલે તમે અઠવાડિયામાં એક જ દિવસ આવીને આખા ૭ દિવસનું એકસાથે જમી લો!" અરે સાહેબ, માણસની પાચનશક્તિની પણ મર્યાદા હોય અને ઉમેદવારની માનસિક ક્ષમતાની પણ!
🎯 આ મુદ્દાઓ ઉપર એકવાર ચિંતન થવું જોઈએ.
❓૧. પદની ગરિમા અને પ્રોટોકોલ અલગ, તો મૂલ્યાંકન એક કેમ?
વર્ગ-૧ (Executive Engineer): આ પદ માટે ઉચ્ચ સ્તરની નિર્ણય શક્તિ, વહીવટી કુશળતા અને લીડરશિપ ક્વોલિટી જોઈએ.
વર્ગ-૨ (Deputy Executive Engineer): આ પદ માટે ટેકનિકલ નોલેજ અને સુપરવાઇઝરી ક્ષમતા મુખ્ય હોય છે.
બંને પદોના પે-સ્કેલ અલગ છે, બંનેના કાયદાકીય નિયમો અલગ છે. તો પછી ૧૫ મિનિટના એક જ કોમન ઇન્ટરવ્યુમાં પેનલ કઈ ક્ષમતા માપશે ? આ કઈ સંશોધન પદ્ધતિ છે?
❓૨. 'વન-ડે પરફોર્મન્સ' નો ઘાતક અન્યાય
ઇન્ટરવ્યુના દિવસે કોઈ ઉમેદવારની તબિયત ખરાબ હોય, કિસ્મત સાથ ન આપે, કે કોઈ પણ કારણસર તે એ ૧૫ મિનિટમાં બેસ્ટ ન આપી શકે, તો તે એકસાથે બંને ભરતીમાંથી બહાર! વર્ષોની મહેનત એક જ ઝાટકે સાફ. જો અલગ-અલગ ઇન્ટરવ્યુ હોત, તો ઉમેદવારને પોતાની ભૂલ સુધારીને ક્લાસ-૧ નહીં તો ક્લાસ-૨ માં પોતાની જાત સાબિત કરવાનો બીજો મોકો મળત. આયોગે ઉમેદવારોનો એ #હક જ છીનવી લીધો!
❓૩. પ્રશ્નોની પ્રકૃતિ અને પેનલનો પક્ષપાત
સંયુક્ત ઇન્ટરવ્યુમાં પેનલ કયા લેવલના પ્રશ્નો પૂછશે ? જો પેનલ ક્લાસ-૧ ના સ્તરના અઘરા વહીવટી પ્રશ્નો પૂછે અને ઉમેદવાર તેમાં ગોથા ખાય, તો તેના ક્લાસ-૨ ના ગુણ પણ આપોઆપ કપાઈ જશે! આનાથી મોટો અન્યાય બીજો કયો હોઈ શકે ?
૪. '#OPT_OUT' નો વિકલ્પ: માત્ર કાગળ પરની માયાજાળ
આયોગ કહે છે કે અમે પ્રોવિઝનલ મેરિટ પછી 'OPTOUT' નો ઓપ્શન આપીશું જેથી સીટો ખાલી ના રહે. પણ સાહેબ, જો કોમન ઉમેદવારો બંને જગ્યાએ ઊંચા ગુણ લઈને બેઠા હશે, તો મેરિટનું બેલેન્સ કેવી રીતે કરશો? આનાથી ભરતી પ્રક્રિયા સરળના બદલે વધુ જટિલ, વિવાદિત અને કોર્ટ-કચેરીના આંટાફેરા વાળી બનશે.
💸 સમસ્યાઓ આયોગની, આર્થિક અને માનસિક ભોગ ઉમેદવારનો!
🧐આયોગ અહીં જેટલી પણ સમસ્યાઓ ગણાવી રહ્યું છે (સમયનો બગાડ, નાણાંનો વ્યય), તેનું એકમાત્ર અને સૌથી સરળ સોલ્યુશન એ છે કે GPSC માં ખાલી પડેલી #સભ્યોની_નિમણૂક કરો!
🥺પરંતુ, "સભ્યો વધારવાના બદલે ઉમેદવારોના હક અને તકો ઘટાડીને' પોતાની કાર્યક્ષમતાનો કાગળ પર 'રેકોર્ડ' બનાવવો, એ ક્યાંનો ન્યાય છે ? આ નિર્ણય ઉમેદવાર-કેન્દ્રિત નથી, માત્ર અને માત્ર આયોગની વહીવટી સગવડ ખાતર લેવાયેલો તાર્કિક રીતે અક્ષમ્ય નિર્ણય છે.
"ભરતી પ્રક્રિયા ઝડપી બને તે સ્વીકાર્ય છે, પણ ઉમેદવારોના ભવિષ્ય અને મૂલ્યાંકનની ગુણવત્તાના ભોગે તો ક્યારેય નહીં!"
🖼️"બાકી એ વાત તે સ્પષ્ટ છે કે ધૂળ GPSC ના મોઢા ઉપર છે અને એને સાફ કરવા માટે ભોગ ઉમેદવારોનો લઈ રહ્યા છે.” 💡
🤔👆🏻 તમારો શું અભિપ્રાય છે ? શું આ નિર્ણયથી ખરેખર સમય બચશે કે પછી યોગ્ય ઉમેદવારો અન્યાયનો ભોગ બનશે ?
#GPSC #StudentRights #AdministrativeFailure
@GPSCOfficial
@Bhupendrapbjp
ગુજરાતમાં એવું રાજ્ય છે જેના મોટાભાગના નિર્ણય #ઉલટી_ગંગા જેવા #ઐતિહાસિક પ્રકારના હોય છે.
આવો જ એક ઉલટી ગંગા જેવો નિર્ણય ગુજરાત સરકાર – આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. 🔄🌊
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે લેબોરેટરી ટેકનિશિયન (વર્ગ-3) માટે પગાર માળખામાં સુધારો કરી પગાર માં #ઘટાડો કરી નાખ્યો... 💸⬇️
છે ને બાકી અદ્ભુત ? 🤦🏻♂️😒
લેબોરેટરી ટેકનિશિયન (વર્ગ-3) માટે સાતમા પગાર પંચ મુજબનો પગાર ધોરણ #ઘટાડીને બદલવામાં આવ્યો છે.
પહેલાં : લેવલ-6 → રૂ. 35,400 – 1,12,400
હવે (સુધારો): લેવલ-5 → રૂ. 29,200 – 92,300 😠🔥
(😥સુધારો કરીને વધારવાનો હોઈ, અહીંયા ઘટાડવામાં આવ્યો છે)
(😥પંચાયત કેડરની કર્મચારી 4200 ગ્રેડ પે ની માંગણી સાથે ગાંધીનગરમાં આંદોલન કરતા હતા... અમને પગાર વધારો આપો.. ત્યારે સરકારે કોણી એ ગોળ ચોંટાડી આંદોલન ઊભું કરાવી દીધું.... 😡✊🏻
(😥જેનો પહેલેથી ગ્રેડ પે 4200 ગ્રેડ પે પ્રમાણે પગાર હતો એનો આ નવો પરિપત્ર કરીને સરકારે ઘટાડી 2800 ગ્રેડ પે કરી નાખ્યો....પાછા હવે ગુણગાન ગાવામાં આવે છે જોયું અમે #અસમાનતા દૂર કરી નાખી..😥🤥)
👉 આ સુધારેલ પગાર ધોરણ આગામી નવી ભરતીથી નિમણૂક પામનાર કર્મચારીઓ પર લાગુ પડશે.
👉 હાલ સેવા માં રહેલ કર્મચારીઓના પગાર ધોરણમાં ફેરફાર નથી.
🤔 નવી ભરતી એટલે સસ્તું શ્રમ?
🤔 નવી ભરતી એટલે ઓછું મૂલ્ય?
🤔 નવી ભરતી એટલે ઓછું માન?
આરોગ્ય વિભાગમાં કામ કરતો લેબ ટેકનિશિયન
માત્ર કર્મચારી નથી, એ આરોગ્ય વ્યવસ્થાનો આધારસ્તંભ છે. 🏥🧪
પગાર ઘટાડીને પ્રોત્સાહન નહીં મળે,
પલાયન મળશે. 🚶🏻♂️➡️
📌 આ સુધારેલ પગાર ધોરણ પરિપત્ર બાદ થનારી નવી ભરતીથી નિમણૂક પામનાર લેબોરેટરી ટેકનિશિયન (વર્ગ-3) પર લાગુ પડશે.
📌 લેબોરેટરી ટેકનિશિયન વર્ગ-3 માટે સાતમા પગાર પંચ મુજબ સુધારેલ પગાર ધોરણ મંજૂર કરવામાં આવ્યું છે.
📌 આ સુધારો નવી ભરતીથી નિમણૂક પામનાર કર્મચારીઓ પર લાગુ પડશે.
📌 હાલ સેવા બજાવતા કર્મચારીઓ માટે પગાર ધોરણ અને ઉચ્ચતર પગાર ધોરણની પાત્રતા યથાવત રહેશે.
📌 સંબંધિત નાણાં વિભાગ અને સરકારની મંજૂરી બાદ પરિપત્ર જાહેર કરાયો છે.
📌 પરિપત્ર ગુજરાતના રાજ્યપાલના નામે અને હુકમથી બહાર પાડવામાં આવ્યો છે.
🛑 સમાન કામ – અસમાન પગાર (Equal Pay for Equal Work) ⚖️
બંધારણનો આર્ટિકલ 14 અને 16 કહે છે:
સમાન લાયકાત
સમાન જવાબદારી
સમાન કામ
➡️ તો પગાર અલગ કેમ? 🤔❓
જો: જૂના અને નવા લેબ ટેકનિશિયન
સમાન ડ્યુટી, સમાન જોખમ, સમાન કામ કરે
તો: ➡️ નવી ભરતીને ઓછો પગાર આપવો #ભેદભાવપૂર્ણ (discriminatory) ગણાઈ શકે. 🚨
📌 D.S. Nakara v. Union of India (1983):
“Creating two classes within the same cadre without reasonable classification is unconstitutional.”
🛑 પગાર સુધારો કે પગાર કાપ? 😥🫣
લેબોરેટરી ટેકનિશિયન સાથે ખુલ્લો ભેદભાવ
સરકારના પરિપત્રમાં લખ્યું છે – “પગાર ધોરણમાં સુધારો”.
પણ હકીકતમાં આ સુધારો નથી, સીધો પગાર કાપ છે. ✂️💰
સરકાર કહે છે – “Pay anomaly સુધારવા માટે”
પણ anomaly હોય તો ઉપર લાવવું પડે, નીચે નહીં. ⬆️❌⬇️
❓ પ્રશ્ન એ નથી કે આ ફેરફાર નવી ભરતી પર લાગુ પડશે કે જૂની પર,
પ્રશ્ન એ છે કે એક જ કામ માટે બે પગાર કેમ? 🤨⚠️
🛑 કર્મચારીઓની સ્પષ્ટ માંગ👇🏻
1️⃣ આ પરિપત્ર તાત્કાલિક પાછો ખેંચો
2️⃣ સમાન કામ માટે સમાન પગાર લાગુ કરો
3️⃣ Pay anomaly હોય તો વૈજ્ઞાનિક અને ન્યાયસંગત રીતે સુધારો
4️⃣ આરોગ્ય કર્મચારીઓ સાથે પ્રયોગ બંધ કરો ✋🏻
આ લડત પગારની નથી,
માન-સન્માન અને બંધારણીય અધિકારની છે. ✊🏻📜
સરકારને આજે નહીં તો કાલે
આ સવાલોના જવાબ આપવા પડશે. ⏳
“If there was anomaly, why reduce pay instead of rationalizing cadre structure?”
શું સરકાર કર્મચારીઓને કોર્ટમાં ધકેલવા માગે છે ? ⚖️❓
#PayCutNotReform #LabTechnician #HealthWorkers #EqualPayForEqualWork
#Article14 #Article16 #PayAnomaly
#NoToDiscrimination #RespectHealthWorkers #EmployeeRights
@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u
⚫સરકારી નોકરી અપાવવાના નામે પૈસા વસૂલવાની શંકાસ્પદ પ્રવૃત્તિ⚫
તારીખ ૦૫/૧૧/૨૦૨૫ ના રોજ શ્રી સંજય દેવશીભાઈ ગોહેલ (રહે. સમઢીયાળા, તા. માળીયા હાટીના, જી. જુનાગઢ) દ્વારા માળીયા હાટીના તાલુકા પોલીસ સ્ટેશનમાં રાજ્ય સરકારની નોકરી અપાવવાની લાલચ આપી મોટી નાણાંકીય લેવડદેવડ થયાની બાબત અંગે જાણ કરવા અને કાર્યવાહી કરવા માટે લેખિત અરજી સામે આવી છે.
📌 અરજીમાં રજૂ થયેલ મુખ્ય મુદ્દાઓ
અરજીમાં જણાવ્યા મુજબ, રાજેન્દ્રકુમાર નટવરસિંહ ગઢવી નામના વ્યક્તિએ ફરિયાદી તથા તેમના ઓળખીતાઓને:
કાયમી સરકારી નોકરી અપાવવાની ખાતરી આપી,
લખિત નિમણૂક પત્ર આપવાની વાત કરી,
અને તેના બદલામાં વિવિધ હપ્તામાં રૂ. 54,69,000/- જેટલી રકમ અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી મેળવી હોવાનું જણાવ્યું છે.
📌 સંડોવાયેલ સંસ્થાઓ અંગે દર્શાવેલ માહિતી
અરજીમાં જણાવ્યા મુજબ નીચેની ખાનગી સિક્યુરીટી / મેનપાવર એજન્સીઓ મારફતે પણ ઉમેદવારોને નોકરીનું આશ્વાસન અપાયું હોવાનું રજૂ કરવામાં આવ્યું છે:
વજ્ર સિક્યુરીટી એન્ડ મેનપાવર સોલ્યુશન
કેવલા સિક્યુરીટી સર્વિસ
તદુપરાંત, અશોક સામંતીભાઈ સરવૈયા નામના વ્યક્તિના એકાઉન્ટમાં UPI મારફતે પ્રારંભિક ચૂકવણી કરવામાં આવી હોવાનું પણ અરજીમાં ઉલ્લેખ છે.
📝 લેવડદેવડનો ક્રમ (જેમનું વર્ણન અરજીમાં કરવામાં આવ્યું છે)
આ ષડયંત્રમાં કુલ ૧૫ ઉમેદવારો પાસેથી સરકારી નોકરી અપાવવાના બહાને પૈસા વસૂલવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે.
કુટુંબના સભ્ય સુમનભાઈ પુંધેરા ને સરકારી નોકરી અપાવવાની ખાતરી સાથે પહેલા ₹ 50,000/- ઓનલાઈન અને ત્યારબાદ ₹ 1,50,000/- રોકડા આપ્યા હોવાનું દર્શાવાયું છે.
ફરિયાદી સંજયભાઈ ગોહેલ પાસેથી ₹ 7,50,000/- હપ્તામાં Google Pay / UPI દ્વારા ટ્રાન્સફર કરાયા હતા.
ફરિયાદીના માધ્યમથી અન્ય ઉમેદવારો પાસેથી પણ રકમ લેવાયા હોવાનું જણાવાયું છે.
બાદમાં કેટલાંક હપ્તામાં રૂ. 9,28,500/- જેટલા પૈસા પરત કરાયા હોવાનું વણિત છે.
બાકીની રકમ પરત કરવાની પ્રક્રિયામાં વિલંબ / નિષ્ફળતા બાબતે રજૂઆત કરવામાં આવી છે.
સરકારી કચેરીમાં મુલાકાત: ૦૪/૦૩/૨૦૨૫ના રોજ ગાંધીનગર ખાતે કર્મયોગી ભવનમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના કાર્યાલયમાં સુમનભાઈનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું.
રોકડ ચુકવણી: ત્યાંના સ્થાનિક અધિકારી સાથે ઓળખાણ કરાવીને નોકરીની ખાતરી અપાઈ અને કાર્યાલયની બહાર રાજેન્દ્રકુમારને બાકીના ₹ ૧,૫૦,૦૦૦/- રોકડા ચૂકવવામાં આવ્યા.
📌અરજીમાં ફરિયાદી (સંજયભાઈ ગોહેલ) દ્વારા જણાવ્યા પ્રમાણે.
પ્રભાવિત કરવા : રાજેન્દ્રકુમારે સંજયભાઈને વોટ્સએપ પર કોલ કરીને સરકારી નોકરીની ગેરંટી આપી અને લેખિત નિમણૂક પત્ર તેમજ બાંહેધરી પત્ર આપવાની ખાતરી આપી.
લાલચ : સંજયભાઈને ફુડ એન્ડ ડ્રગ્સ નિયંત્રણ વિભાગમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે મહિને ₹ ૮૫,૦૦૦/- ના પગારની નોકરી માટે કુલ ₹ ૧૨,૫૦,૦૦૦/-ની માંગણી કરી.
પેમેન્ટ : સંજયભાઈએ હપ્તાઓમાં Google Pay/UPI દ્વારા કુલ ₹ ૭,૫૦,૦૦૦/- ઓનલાઈન ટ્રાન્સફર કર્યા.
હાજર ન કરવા: પેમેન્ટ બાકી હોવાથી સંજયભાઈને નોકરી પર હાજર કરાવેલ નહીં.
અન્ય ઉમેદવારો સાથે છેતરપિંડી
.........બેન : ફરિયાદીના માધ્યમથી .........બેન અને તેમના ભાઈ .........ને પણ નોકરીની લાલચ અપાઈ.
રોકડ પેમેન્ટ : આ બન્નેએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના કાર્યાલયમાં રૂબરૂ રાજેન્દ્રકુમારને ₹ ૫,૦૦,૦૦૦/- રોકડા ચૂકવ્યા.
આઉટસોર્સ નોકરી: .........બેનને કેવલા સિક્યુરીટી એજન્સી દ્વારા આઉટસોર્સ બેઝ પર સુરેન્દ્રનગર મુકામે ફુડ એન્ડ ડ્રગ્સ નિયંત્રણ વિભાગમાં નોકરી અપાવવામાં આવી હતી.
🛑અરજીમાં ઉલ્લેખ નાણાંકીય નુકસાન અને પરત ચુકવણીની વિગતો
કુલ વસૂલેલી રકમ : ૧૫ ઉમેદવારો પાસેથી કુલ ₹ ૫૪,૬૯,૦૦૦/- (ચોપન લાખ ઓગણ સિત્તેર હજાર રૂપિયા) વસૂલવામાં આવ્યા છે.
પૈસા પરત મેળવવાના પ્રયાસો: તારીખ ૧૮/૦૯/૨૦૨૫ના રોજ સુરત ખાતે કેવલા સિક્યુરીટી સર્વિસની ઓફિસે જઈને રજૂઆત કરાઈ.
ત્યારબાદ રાજેન્દ્રકુમારે ગાંધીનગર, પીડીપીયુ રોડ મુકામે કબૂલાત કરી કે પૈસા વપરાઈ ગયા છે.
કુલ પરત મળેલ રકમ: રાજેન્દ્રકુમારે વિવિધ તારીખો પર હપ્તાઓમાં કુલ ₹ ૯,૨૮,૫૦૦/- (નવ લાખ અઠ્ઠાવીસ હજાર પાંચસો રૂપિયા) પરત કર્યા છે.
બાકી રકમ: આરોપીઓ દ્વારા બાકીની રકમ ચૂકવવાનો ઈન્કાર કરવામાં આવી રહ્યો છે...અરજીમાં ઉલ્લેખ પ્રમાણે.
🛑આ લેખિત અરજીમાં ફરિયાદીની તરફથી વિનંતી છે કે:
સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવે,
લેવડદેવડ, ટ્રાન્ઝેક્શન અને દસ્તાવેજોની પ્રમાણિકતા ચકાસવામાં આવે,
“છેતરપિંડી થવાનો શંકાસ્પદ મામલો છે, જેની તપાસની વિનંતી કરવામાં આવી છે.”
તારીખ ૦૫/૧૧/૨૦૨૫ ના રોજ શ્રી સંજય દેવશીભાઈ ગોહેલ (રહે. સમઢીયાળા, તા. માળિયા હાટીના, જિ. જુનાગઢ) દ્વારા આ રજૂઆતમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 61(2), 316(2), 316(5), 318(4) મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવા અરજી કરાઈ છે.
સરકારના PR તરીકે મીડિયા એજન્સી અને પત્રકારો કામ કરી રહ્યા છે. સરકાર ક્યાંય પણ નબળું પડે એટલે તરત જ કોઈ એક ભરતીની અફવા ટીવી અને સોશિયલ મિડીયામાં ફેલાવી દે. પત્રકારોની એક ગુલામી આવી પણ છે.
અહિંયા ૩ મહિના ફોર્મ ભરાયા છે એની મેઈન્સની તારીખ આપી દીધી છે, આયોગ જેટલી ઉતાવળ તલાટી માટે કરી રહી છે એટલી ઉતાવળ બીજી કોઈ પરીક્ષા માટે કરી રહી નથી, એટલે જે કોમેન્ટમાં વાહીયાત વાતુ કરે છે એ પોતાનું દિમાગ ન લગાવે તો જ સારુ.
@GsssbOfficial નો ભૂતકાળ કદાચ લોકોને ખબર નથી, M એટલે માસ્ટર કી કહી રહ્યા છે, જો M સિરીઝ આયોગ માટે જ છાપી હોય તો M સીરીઝ ફક્ત આયોગ પાસે જ હશે અને એક જ પેપર છાપ્યુ હોય એ કંઈ રીતે કહી શકાય? ફોરેન્સિક લેબ ટેક કેમિસ્ટ્રીને એક વર્ષ ઉપર થયુ પણ પરીક્ષા લેતા નથી અને 👇
@banzara1111@hdraval93 આટલી ઉતાવળ? ઈલેક્શન આવી રહ્યું છે?
અહિંયા ફોરેન્સિક સાયન્સ ની લેબ ટેક ને ૧ વરહ ઉપર થઈ ગયું તોય પરીક્ષા લેવામાં એમને વાંધા પડે છે ને તલાટીની આટલી બધી ઉતાવળ કેમ?
@GsssbOfficial@CMOGuj@YAJadeja