માનનીય ગુજરાત સરકાર 🙏
વર્ષોથી Fix Pay પર સેવા આપતા કર્મચારીઓ રાજ્યની રીઢ છે.
મહેનતનો યોગ્ય માન આપીને Fix Pay પ્રથા દૂર કરી કાયમી વેતન અમલમાં લાવવા વિનંતી.
#FixPay#JusticeForEmployees#gujaratexamupdates
Big win 🔥🔥
Supreme Court has put a stay on UGC regulations, saying it can be misused.
This is a win for all of us.
Our fight for General Category rights will continue.
#GPSC : ‘ગોલ્ડન મોડલ’ થી ‘ગોકળગાય મોડલ’ સુધીની અધોગતિ!
એક સમય હતો જ્યારે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ના ઉદાહરણો આખા દેશમાં અપાતા હતા. અન્ય રાજ્યોના આયોગો ગુજરાત આવીને શીખતા કે પરીક્ષા સમયસર કેવી રીતે લેવાય. પણ આજે ? આજે GPSC એટલે "તારીખ પે તારીખ" અને અનંત પ્રતીક્ષાનું બીજું નામ બની ગયું છે.
🛑GPSC બોર્ડ કાગળ પર 8, વાસ્તવમાં 2 !
GPSC નું બંધારણ કહે છે - 1 Chairman + 7 Members હોવા જોઈએ જ્યારે વાસ્તવિકતામાં ➡️ 1 Chairman + માત્ર 1 Member, બાકી 6 ખુરશીઓ ખાલી અને ઉમેદવારોનું ભવિષ્ય અનિશ્ચિતતાથી ભરેલું!
🚫જો રોજ બે બોર્ડ બેસે અને ૩૦ લોકોના ઇન્ટરવ્યુ લેવાય તો ૧૫,૦૦૦ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પૂરા કરતા ૨૧ મહિના (લગભગ ૬૦૦ દિવસ) લાગે! અને એ પણ ત્યારે જ, જો આ બે સભ્યો રવિવાર કે રજા વગર સતત કામ કરે. શું આ '#ગુડ_ગવર્નન્સ' છે ?
૧. આંકડાકીય માયાજાળ અને વરવી વાસ્તવિકતા👇🏻
GARC (Gujarat Administrative Reform Commission) ના રિપોર્ટ મુજબ,બે તબક્કાની પરીક્ષા 6 મહિના સુધીમાં અને ત્રણ તબક્કાની પરીક્ષા 10 થી 12 મહિનામાં પૂરી થવી જોઈએ. પણ અહીં તો જાહેરાત ક્રમાંક 47/2023-24 ના ૭૫૧ દિવસ વીતી ગયા છે! હવે માત્ર ૪૯ દિવસ બાકી છે ૧૦૦૦ દિવસ પૂરા થવામાં. આયોગ કદાચ ‘#સૌથી_ધીમી_ભરતી’ નો વર્લ્ડ રેકોર્ડ બનાવવાની ફિરાકમાં હોય તેવું લાગે છે.
અને GPSC માટે આ GARC રિપોર્ટ પણ ફક્ત ➡️ ફાઈલમાં ધૂળ ખાતું કાગળ બની રહ્યો છે.
૨. 🐢 “સસલા ગતિ” ના વચન અને કાચબા ગતિની હકીકત👇🏻
નવા ચેરમેન સાહેબ આવ્યા ત્યારે 'સસલાની ગતિએ' કામ કરવાની આશા જગાડી હતી, પણ વાસ્તવમાં આયોગ '#કોમા' માં હોય તેવું જણાય છે અને ચાલી રહ્યું છે કાચબા કરતા પણ ધીમી ગતિએ.
૩. સ્વાસ્થ્ય અને વિકાસ સાથે ચેડાં👇🏻
સૌથી વધુ ૭,૬૦૦ થી વધુ ઇન્ટરવ્યુ મેડિકલ ઓફિસરોના બાકી છે. રાજ્યમાં ડોક્ટરોની અછત છે, હોસ્પિટલોમાં સ્ટાફ નથી, ગાંધીનગર જેવા પાટનગરના શહેરમાં ગંભીર બેદરકારી જોવા મળે છે અને બીજી બાજુ લાયક ઉમેદવારો ઇન્ટરવ્યુની રાહમાં ઘરડા થઈ રહ્યા છે. શું સરકારને માત્ર બજેટમાં જ '#સ્વાસ્થ્ય' દેખાય છે ? ગ્રાઉન્ડ લેવલ પર નિમણૂક કરવામાં આટલી ઉદાસીનતા કેમ?🤔
🛑નિયંત્રણ વગરનું શાસન: જ્યારે આયોગમાં સભ્યો જ નથી, તો કામનું ભારણ કોણ ઉપાડશે ?🤔
🛑પોકળ દાવા: મોટા મોટા બેનરોમાં '#સુશાસન' ના ગીતો ગવાય છે, પણ જે આયોગ અધિકારીઓ આપે છે, તે જ આયોગ આજે ખાલીખમ છે.😱
🙏🏻જાગો સરકાર, જાગો!
GPSC અત્યારે એવા વળાંક પર છે જ્યાંથી યુવાનોનો વિશ્વાસ તૂટી રહ્યો છે. જો સત્વરે સભ્યોની નિમણૂક કરવામાં નહીં આવે, તો આ ૧૫,૦૦૦ ઉમેદવારોનો રોષ આવનારા સમયમાં '#ઐતિહાસિક' બની રહેશે. નવા ચેરમેન સાહેબ પાસેથી જે અપેક્ષાઓ હતી, તે અત્યારે નિરાશામાં ફેરવાઈ રહી છે.
😱શું આયોગ ૧૦૦૦ દિવસનો 'મહાન રેકોર્ડ' બનાવીને જ જંપશે ?🤔
🩺 Medical Recruitment
▪️ Advt 82 → 5347 અંદાજિત ઉમેદવાર
▪️ Advt 83 થી 101 → 2310 ઉમેદવાર
➡️ કુલ : 7680 (Interview pending)
👉 Medical હોવા છતાં Top Priority પર નથી!
🛠 Engineer Recruitment
▪️ Advt 36 → 245 અંદાજિત ઉમેદવારો
▪️ Advt 55 → 448
▪️ Advt 56 → 156
▪️ Advt 73 → 1103
▪️ Advt 81 → 3938
➡️ Document scrutiny બાદ
➡️ Probable Interview : 3500+ ઉમેદવાર
📂 Other Recruitment
▪️ Advt 13 → 400 (Principal ITI)
▪️ Advt 68 → 540 (Malaria Officer)
▪️ Advt 103 → 152 (Nursing Dy Sup)
▪️ Advt 102 → 163 (Research Officer)
▪️ Advt 106 → 999 (Horticulture Officer)
➡️ કુલ : 2254 ઉમેદવાર
♿ PH Special Drive
➡️ 70+ જાહેરાતો
➡️ Top Priority હોવી જોઈએ.. પરંતુ ફક્ત કાગળ પર!
⏳ નજીકના ભવિષ્યમાં આવનાર ઇન્ટરવ્યુ
▪️ GPSC 47 Class 1–2 → ~1000 ઉમેદવાર
▪️ GPCB → 1000
▪️ Veterinary → 1200
📊 અટકેલું ભવિષ્ય - ડરાવનારો સત્ય
▪️ Medical → 7680
▪️ Engineer → 3500
▪️ Other → 2254
▪️ Class 1–2 → 1000
➡️ કુલ અંદાજે : 15,294 ઉમેદવાર
#GPSC : એક સમયનું ગૌરવ, આજની ગતિએ રેકોર્ડ તોડતી નિષ્ક્રિયતા
@Hasmukhpatelips@GPSC_OFFICIAL
✍🏻 યુવરાજસિંહ જાડેજા
@CMOGuj@InfoGujarat@mygovindia@Bhupendrapbjp@irushikeshpatel@jitu_vaghani@tv9gujarati@GSTV_NEWS@sandeshnews@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u
ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સ્વ. દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહિલના આત્મહત્યાના મામલે જવાબદાર અધિકારી વિરુદ્ધ ગુનો દાખલ કરવા અને ન્યાયિક તપાસ કરવા બાબત. ⚖️👇🏻
😔 ગત તારીખ ૨૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ઘોઘા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ગોહિલે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. પ્રતિષ્ઠિત માધ્યમો ને ઇન્ટરવ્યૂમાં પરિવારે પીડા વ્યક્ત કરતા જે માનસિક હેરાનગતિ વર્ણવી છે એ બાબતે આ ઘટના પાછળના મુખ્ય કારણો અને માંગણીઓ નીચે મુજબ છે:
૧. માનસિક ત્રાસ અને મજબૂરી (Abetment to Suicide): 😰
મૃતક દિગ્વિજયસિંહ છેલ્લા લાંબા સમયથી ઘોઘા પોલીસ સ્ટેશનના ઉંચ અધિકારીના અસહ્ય માનસિક ત્રાસનો શિકાર હતા. તેમના પત્ની અને માતાના જણાવ્યા મુજબ, PSI તેમને અંગત કામો માટે દબાણ કરતા હતા અને રજા પર હોવા છતાં ખોટી રીતે સસ્પેન્ડ કરવાની ધમકીઓ આપી નોકરી પર હાજર થવા મજબૂર કરતા હતા. 🚫 આ બાબત ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૦૮ (અગાઉની IPC ૩૦૬ - આત્મહત્યા માટે ઉશ્કેરણી) મુજબ ગુનો બને છે. ⚖️
🛑 આત્મહત્યા માટે દુષ્પ્રેરણા – ગંભીર ગુનો (Abetment to Suicide)👇🏻
"મારા ભાઈએ સુસાઈડ નથી કર્યું, આ મર્ડર છે" – આ શબ્દો એક લાચાર બહેનના નથી, પણ સિસ્ટમ સામે લડી રહેલી એક વીરાંગનાના છે. ✊🏻 જ્યારે કોઈ વ્યક્તિને એવી હદે મજબૂર કરવામાં આવે કે તેને મોત વહાલું લાગે, ત્યારે તે આત્મહત્યા નહીં પણ સંસ્થાકીય હત્યા (Institutional Murder) બની જાય છે. 🕯️
આ કૃત્યો ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ ૧૦૮ (અગાઉ IPC કલમ ૩૦૬) મુજબ આત્મહત્યા માટે ઉશ્કેરણીનો સીધો ગુનો બને છે. 📋વધુમાં, BNS કલમ ૩૫૧, ૩૫૨, ૧૧૫(૨), ૧૨૨ તથા સત્તાનો દુરુપયોગ જેવા ગુનાઓ પણ લાગુ પડે છે.
૨. હોદ્દાનો દુરુપયોગ: 👮♂️🚫
એક નિષ્ઠાવાન અને ૧૩ વર્ષની મેડલ વિજેતા સર્વિસ ધરાવતા કર્મચારીને એટલી હદે માનસિક રીતે તોડી નાખવામાં આવ્યા કે તેમને આપઘાત કરવો પડ્યો. આ સરકારી હોદ્દાનો દુરૂપયોગ અને ઉચ્ચ અધિકારી દ્વારા આચરવામાં આવેલું ગંભીર ગુનાહિત કૃત્ય છે.આ સિસ્ટેમેટિક ઓફિશિયલ હેરેસમેન્ટ જે પોલીસ વિભાગની છબી અને સંવિધાનિક મૂલ્યો ઉપર કાળો ડાઘ છે. ⚫
૩. ન્યાયિક પ્રક્રિયામાં બેદરકારી: 🔍
પરિવારનો આક્ષેપ છે કે દિગ્વિજયસિંહે અગાઉ ઉચ્ચ અધિકારીઓ પાસે પોતાની વ્યથા રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની ફરિયાદ સાંભળવામાં આવી નહોતી. વળી, ઘટના બાદ મૃતકનો ફોન, પાકીટ અને અન્ય અંગત દસ્તાવેજો હજુ સુધી પરિવારને સોંપવામાં આવ્યા નથી, જે પુરાવા સાથે ચેડાં થવાની શંકા પેદા કરે છે. 📱💼
આ બાબત CrPC / BNSS મુજબ તપાસમાં બેદરકારી અને અધિકારીય સાથસહકાર તરફ સ્પષ્ટ ઈશારો કરે છે. ❌
બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને એક માતાએ પોતાનો જુવાનજોધ દીકરો. પરિવારની માંગ અત્યંત સ્પષ્ટ અને વ્યાજબી છે: "ન્યાય". જો તંત્ર મૌન રહેશે, તો ગાંધીના ગુજરાતમાં ન્યાય મેળવવા માટે પરિવારને કલેક્ટર કચેરીએ ધરણા પર બેસવાની ફરજ પડશે, જે વહીવટીતંત્ર માટે શરમજનક બાબત ગણાશે. 🏛️🪧
🛑અમારી સ્પષ્ટ માંગણીઓ:
📌FIR દાખલ કરવી: પોલીસ સ્ટેશનના સંબંધિત ઉંચ અધિકારીઓ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા (Abetment to Suicide) અને માનસિક ત્રાસ હેઠળ તાત્કાલિક અસરથી ગુનો #FIR દાખલ કરવામાં આવે. ✍🏻📜
📌નિષ્પક્ષ તપાસ: આ કેસની તપાસ કોઈ નિષ્પક્ષ એજન્સી અથવા ઉચ્ચ કક્ષાના અધિકારી (SIT) દ્વારા કરવામાં આવે જેથી સ્થાનિક દબાણ ન રહે. 🕵️♂️✨
📌સસ્પેન્શન: તપાસ ચાલુ હોય ત્યાં સુધી જવાબદાર PSI કે PI ને તાત્કાલિક અસરથી હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવે. ⛔
📌પુરાવાની સુરક્ષા: મૃતકનો મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ કાયદાકીય પ્રક્રિયા મુજબ સીલ કરી તેની ફોરેન્સિક તપાસ કરવામાં આવે. 📲
જો આગામી દિવસોમાં આ બાબતે કોઈ નક્કર કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો પીડિત પરિવાર અને સમસ્ત સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે કલેક્ટર કચેરી ખાતે ધરણાં પર બેસવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે. 🚩
✍🏻 યુવરાજસિંહ જાડેજા
#JusticeForDigvijaysinhGohil #AnswerableSystem
#BhavnagarPolice #Gujarat #VoiceForJustice #AbetmentToSuicide
#InstitutionalMurder
@GujaratPolice@Collectorbhav@SPBhavnagar@HMofficeGujarat@HomeGujarat@CMOGuj@InfoGujarat@mygovindia@Bhupendrapbjp@irushikeshpatel@jitu_vaghani@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@SamirParmar1947@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@BenefitNews24@JigarThakar_NC@svamanmedia@GujaratFirst
ગુજરાતમાં ફિક્સ પેને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લા ૧૩ વર્ષથી પેન્ડિંગ છે. ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૨માં ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો. પરંતુ , તેમ છતાં , સરકાર આ કેસ સુપ્રીમ કોર્ટમાં લડી રહી છે.
#Remove_Fixpay_in_gujarat#fixpay