#Jamnagar વસઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા. લેબોરેટરી, વોર્ડ અને દવા વિતરણ કેન્દ્રની જાતતપાસ કરી દર્દીઓ સાથે વાતચીત કરી. આરોગ્ય કેન્દ્રની સ્વચ્છતા અને વ્યવસ્થાપન અંગે સંતોષ વ્યક્ત કરીને સ્ટાફની કામગીરીને બિરદાવી.
#PrafullPanseriya
વસઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે માનની��� આરોગ્ય મંત્રીશ્રીની મુલાકાત અમારા માટે ગૌરવની ક્ષણ છે. કેન્દ્રની સ્વાસ્થ્ય સેવાઓ, સ્વચ્છતા અને વ્યવસ્થાપનની સરાહના કરી સમગ્ર ટીમનો ઉત્સાહ વધારવા બદલ મંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર! 🇮🇳🏥 @ddojamnagar2 @CollectorJamngr
વસઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમિયાન આર���ગ્ય સેવાઓ, દવાઓની ઉપલબ્ધતા અને દર્દીઓને અપાતી સુવિધાઓની સમીક્ષા કરી.
ગ્રામ્ય વિસ્તારમાં પણ ઉચ્ચ કક્ષાની સ્વચ્છતા, સુદ્રઢ વ્યવસ્થાપન અને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા બદલ સમગ્ર હોસ્પિટલ ટીમને અભિનંદન.
#HealthcareForAll
ગ્રામ્ય સ્તરે સરકારી સંસ્થામાં ઉપલબ્ધ આવી ઉચ્ચ કક્ષાની સ્વચ્છતા, સુદ્રઢ વ્યવસ્થાપન અને શ્રેષ્ઠતમ તબીબી સુવિધાઓ બદલ હોસ્પિટલ પ્રશાસનની કામગીરીની સરાહના કરી અને સંતોષ વ્યક્ત કર્યો.
"છેવાડાના ગામડાં સુધી સર્વોત્તમ સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે તે માટે સરકાર સતત કટિબદ્ધ"
જામનગરના વસઈ ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમિયાન ઉપલબ્ધ તમામ તબીબી સંસાધનો, દવાઓનો જથ્થો અને ગ્રામજનોને અપાતી દૈનિક આરોગ્ય સેવાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરીને ઝીણવટભરી સમીક્ષા કરી.
“સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન”અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-વસઈ ખાતે હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.જેમા સ્પેશિયાલિસ્ટ ગાયનેક દ્વારા સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનીંગ તેમજ ડેન્ટિસ્ટ તબીબ દ્વારા ઓરલ કૅન્સર સ્ક્રીનીંગ, તબીબી તપાસ તેમજ સારવાર કરવામાં આવેલ
“સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન”અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-વસઈ હેઠળના નાની ખાવડી ગામ ખાતે હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.જેમા તબીબી તપાસ,રિલાયન્સ મોબાઈલ લેબ ની મદદથી બાયો કેમેસ્ટ્રી લેબોરેટરી ટેસ્ટ,PMJAY, ABHA કાર્ડ કાઢવાની તેમજ રસીકરણ વગેરે કામગીરી કરવામાં આવેલ
આરોગ્ય સમિતી ચેરમે�� શ્રીમતી મનીષાબેન કણજારીયા ની ઉપસ્થિતી માં સ્વસ્થ નારી સશક્ત પરિવાર કાર્યક્રમ અંતર્ગત આજરોજ પ્રા.આ.કે. વસઈ ના બેડ ગામ ખાતે આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવેલ. #SwasthNari
આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વસઈ હેઠળના બેડ ગામ ખાતે નિરામય દિવસ ઉજવવામાં આવેલ,જેમાં એન.સી.ડી અંતર્ગત હાઇપરટેન્શન,ડાયાબિટીસ તથા શંકાસ્પદ કેન્સરના દર્દીઓના સ્ક્રિનિંગની કામગીરી કરવામાં આવેલ.
"યોગા ફોર વન અર્થ, વન હેલ્થ"ની થીમ પર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-વસઈ હેઠળ ના તમામ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે યોગ કરી 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' ની ઉત્સાહભેર ઉજવણી કરેલ.