‼️FIX PAY‼️
ઘણા લોકો એવી દલીલ કરતા હોય છે કે, "Fix pay 5 વર્ષથી ઘટાડીને 2 કે 3 વર્ષ કરવો જોઈએ."
ગુજરાત હાઈકૉર્ટના ચુકાદા પ્રમાણે આ પોલિસી બંધારણના
અનુચ્છેદ 13 : રાજ્યને એવા કાયદા બનાવવાથી પ્રતિબંધિત કરે છે જે મૂળભૂત અધિકારોને છીનવી લે છે અથવા ઘટાડે છે. આવો કોઈપણ કાયદો રદબાતલ છે.
14:કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ,
16:ભેદભાવ પર પ્રતિબંધ,
23: શોષણ સામેનો અધિકાર (forced labour as well),
અને Bonded Labour system(abolition) act, 1976 નું ઉલ્લંઘન કરે છે.
હવે જે પોલિસી ૩-૩ મૂળભૂત અધિકારો અને એક અધિનિયમનું ઉલ્લંઘન કરતી હોય, તેવી પોલિસી એક દિવસ માટે પણ કેમ હોવી જોઈએ???
🦁ગોંડલ રાજકુટુંબના 16 સભ્યોની રસોઈ માટે દરરોજ બળતણ માટેના લાકડા વહીવટદાર ચિઠ્ઠી લખી આપે એટલા કાઢી આપવામાં આવતા. એકવખત થોડા મહેમાનો આવ્યા આથી વધુ લોકોની રસોઈ બનાવવાની હતી. આ દિવસે પણ બળતણ માટેના લાકડા તો રોજના જેટલા જ આપ્યા હતા. મહારાજાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે રસોયાને બોલાવીને કહ્યું, "16 માણસોની રસોઈ માટે જેટલા લાકડા વાપરે છે એનાથી જો વધુ માણસો માટેની રસોઈ બની શકતી હોય તો એનો મતલબ એ કે તું બળતણનો બગાડ કરે છે.રાજ્યને તારા કારણે થયેલા નુકસાનની ભરપાઈ માટે તારા પગારમાથી દર મહિને 2 રુપિયાનો દંડ વસુલ કરવાનો હું હુકમ કરું છું."
🧐એકવખત ભગવતસિંહજીના દરબારમાં એક ગઢવીએ મહારાજાના વખાણ કરતા અદભૂત દુહાઓ ગાયા. સૌ દરબારીઓને લાગતું હતું કે બાપુ આ ગઢવીને માલામાલ કરી દેશે પણ બાપુએ બહુ મામુલી ભેટ આપી. 🧐ભગવતસિંહજીએ ગઢવીનું સન્માન કરતા કહ્યું," જો હું તમને મોટી ભેટ આપું તો ભેટની લાલચને લીધે ઠેરઠેરથી લોકો અહીં આવીને મારા સાચા ખોટા ગુણ ગાવા લાગે. જો આવું થાય તો મને એનો નશો ચડે અને હું અભિમાની બની જાવ. આવું ના થાય એટલા માટે હું તમને આ સામાન્ય ભેટ આપું છું."
🔷એકવખત લોખંડના ભાવમાં અચાનક ઉછાળો આવતા ટાંચણીના ભાવ ખુબ વધી ગયા. ભગવતસિંહજી બાપુએ બાવળના દાંતણ વેંચેનારા લોકોને બોલાવીને કહેલું કે દાંતણ કાપવા જાવ ત્યારે ત્યાંથી બાવળન સુળો ભેગી કરીને સાથે લાવજો અને કચેરીમાં જમા કરાવ દેજો. બીજી તરફ કચેરીમાં પણ સૂચના અપાવીકે જ્યાં સુધી ટાંચણીના ભાવ ના ઘટે ત્યાં સુધી ટાંચણીના બદલે બાવળની સુળો વાપરો.*
⭕️એકવખત ગોપાલકૃષ્ણ ગોખલે પુનાની ફરગ્યુશન કોલેજ માટે દાન લેવા ગોંડલ આવ્યા. ગોંડલ મહારાજાએ બહુ મોટી રકમનું દાન આપ્યું એટલે ગોખલેજી રાજી થઇ ગયા. એમણે મહારાજાને કહ્યું, "નામદાર, કોલેજના કોઈ ખંડ કે વિભાગને આપનું નામ આપીએ" મહારાજાએ કહ્યું,"👏આ નાણાં રાજ્યના ભંડોળમાંથી આપ્યા છે. રાજ્યનું ભંડોળ મારું નથી પણ પ્રજાનું છે આથી મારું નામ નથી રાખવું પણ મારી પ્રજાને લાભ થાય એવું કરો. ફરગ્યુશન કોલેજમાં મારા ગોંડલ રાજ્યના વિદ્યાર્થીઓ માટે કાયમી ધોરણે બે સીટ અનામત રાખો." ગોખલેજીએ આ વાત માન્ય રાખી જેનો લાભ આજે પણ ગોંડલ રાજ્યના લોકો લે છે.
🏛️ વર્તમાન રાજનેતાઓ માટે બોધપાઠ 🏛️
📌"આ મારી પ્રજાના પૈસા છે, મારા નામની કોઈ જરૂર નથી."
🚫વહીવટ પ્રજા લક્ષી હોવો જોઈએ, વ્યક્તિ લક્ષી નહીં. યોજનાઓના નામકરણ કે પ્રચારમાં વ્યક્તિગત મોહને બદલે પ્રજાના કલ્યાણને પ્રાથમિકતા આપવી.
📌કન્યા કેળવણી ફરજિયાત અને થાકલાની રચના.
🚫સામાજિક સુધારાઓમાં દીર્ઘદૃષ્ટિ અને સંવેદનશીલતા. દૂરંદેશી રાખીને નારી સશક્તિકરણ, શિક્ષણ અને આંતરમાળખાના પાયાના કામો કરવા.
📌રાજ્યને વેરામુક્ત બનાવવું અને તિજોરીમાંથી ખોટો ખર્ચ ન થવા દેવો.
🚫નાણાકીય શિસ્ત અને કરમુક્તિનો બોજ. વહીવટમાં પારદર્શિતા લાવીને પ્રજાના પૈસાની એક એક પાઈનો યોગ્ય ઉપયોગ થાય તેની તકેદારી રાખવી.
📌સામાન્ય દેશી પહેરવેશ અપનાવવો જેથી ખેડૂત દિલ ખોલીને વાત કરી શકે.
🚫પ્રજા સાથેનો સીધો અને સરળ સંવાદ. સત્તા અને પદનો અહંકાર છોડી, સામાન્ય માણસ સાથે સીધા સંપર્કમાં રહી તેમની મુશ્કેલીઓને મહત્વ આપવું.
📌ખોવાયેલો પુત્ર ન મળે ત્યાં સુધી અનાજનો દાણો ન લેવાની પ્રતિજ્ઞા.
🚫પ્રજા પ્રત્યેની પિતૃતુલ્ય સંવેદના અને જવાબદારી. નેતાએ પોતાને પ્રજાનો સેવક નહીં, પણ પાલક (Guardian) ગણીને દરેક નાગરિકની સુરક્ષા અને સુખની જવાબદારી નિભાવવી જોઈએ.
👆🏻આમ, #ભગાબાપુએ સાબિત કર્યું કે સત્તા એ ભોગવવાનું સાધન નહીં, પરંતુ અદભૂત સેવા કરવાની તક છે. તેમનું શાસન એ વાતની પ્રતીતિ કરાવે છે કે પ્રજાને સાચો રાજાશાહી જેવો પ્રેમ અને સુવિધાઓ મળે તો જ લોકશાહી ખરા અર્થમાં સફળ થઈ શકે છે.
@Bhupendrapbjp@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u
ફુલ પગારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ✅
વર્ગ ૪ કર્મચારીઓને દિવાળી બોનસ ✅
વર્ગ ૩ કર્મચારીઓ માટે કશું નહીં ✖️
એક જ રાજ્યમાં આવી બેવડી નીતિ શા માટે ?
શું ગુજરાત સરકાર વર્ગ૩ ના લાખો ફિક્સ પગારના કર્મચારીઓ માટે દિવાળીમાં કોઈ ભેટ આપશે ?
#Remove5yearFixpay#Remove_Fixpay_in_gujarat
નમસ્કાર સર,
હવે બધા ફિક્સ પે કર્મચારીઓ વતી એકજ રિકવેસ્ટ છે કે ફિક્સ પે દૂર કરવામાં આવે , જેથી કરી ને બધા ફિક્સ પે કર્મચારીઓ ની દિવાળી સુધરે. અને ફિક્સ પે રૂપી અંધકાર દૂર થાય અને દિવાળી માં દીપક રૂપી જીવન માં અજવાળું થાય.
Happy Diwali 🎇 saheb .....
@Bhupendrapbjp
વિષય: ફિક્સ પગારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા તથા દિવાળી બોનસના લાભો આપવા અંગે વિનંતી.
પ્રતિ,
માનનીય મુખ્યમંત્રીશ્રી,
ગુજરાત રાજ્ય,
ગાંધીનગર.
સવિનય નમ્ર વિનંતી છે કે,
ગુજરાત રાજ્યમાં વિભિન્ન વિભાગોમાં લાખોની સંખ્યામાં ફિક્સ પગારના કર્મચારીઓ રાજ્યના વિકાસ કાર્યોમાં સમર્પણભાવ સાથે ફરજ બજાવી રહ્યા છે. આ કર્મચારીઓ વર્ષોથી સરકારની વિવિધ યોજનાઓ, શિક્ષણ, આરોગ્ય, ટેકનિકલ, વહીવટી,રેવન્યુ તથા ગ્રામ વિકાસ જેવી મહત્વની સેવાઓમાં સતત યોગદાન આપી રહ્યા છે.
પરંતુ ખૂબ જ ખેદ સાથે જણાવવાનું છે કે, ફિક્સ પગારના કર્મચારીઓ સાથે હજી સુધી ન્યાયપૂર્ણ વલણ ગુજરાત સરકાર દ્વારા અપનાવવામાં આવ્યું નથી.
મુખ્ય મુદ્દાઓ:
1. મોંઘવારી ભથ્થાનો લાભ:
હાલ ગુજરાત સરકારના કાયમી કર્મચારીઓને મોંઘવારી વધારાના આધારે દર છ મહિને મોંઘવારી ભથ્થામાં વધારો આપવામાં આવે છે. તાજેતરમાં તા. 01/07/2025 થી રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને 3% મોંઘવારી ભથ્થો વધારી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે, જે સરાહનીય છે.
પરંતુ ફિક્સ પગારના કર્મચારીઓ પાંચ વર્ષના કરારકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના ભથ્થા કે મોંઘવારીના લાભોથી સંપૂર્ણ રીતે વંચિત રહે છે. તેઓ પણ આ જ મોંઘવારીના સમયમાં જીવન ચલાવી રહ્યા છે, પરંતુ તેમની વાસ્તવિક જરૂરિયાતોને અવગણવામાં આવે છે.
2. દિવાળીમા બોનસનો પ્રશ્ન:
રાજ્ય સરકારે દિવાળી તહેવાર નિમિતે વર્ગ-4 ના કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી છે, જે પ્રશંસનીય છે. પરંતુ એ જ વિભાગોમાં ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓ માટે કોઈ બોનસ કે પ્રોત્સાહન આજ દિન સુધી આપવામાં આવ્યું નથી.
સમાન ફરજ બજાવતા કર્મચારીઓ વચ્ચે આ પ્રકારનો ભેદભાવ અન્યાયરૂપ છે.
3. ભેદભાવપૂર્ણ નીતિ:
ફિક્સ પગારના કર્મચારીઓ વર્ષોથી વિવિધ વહીવટી, તકનીકી, શિક્ષણ કાર્યોમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. તેઓનો કાર્યભાર કાયમી કર્મચારીઓ સમાન છે, છતાં પણ પગાર, ભથ્થા, બોનસ, અને અન્ય સુવિધાઓમાં અન્યાયપૂર્ણ તફાવત રાખવામાં આવ્યો છે.
“સમાન કાર્ય માટે સમાન વેતન” જેવો બંધારણીય સિદ્ધાંત આ સ્થિતિમાં પૂરો પડતો નથી.
4. ફિક્સ પગારની નીતિનું માનવીય અને આર્થિક મૂલ્યાંકન:
આજના સમયમાં મોંઘવારીના વધારા સાથે જીવનવ્યવહારના ખર્ચમાં સતત વધારો થતો જાય છે. ફિક્સ પગારના કર્મચારીઓને નિશ્ચિત અને મર્યાદિત વેતન મળતું હોવાને કારણે તેમની આર્થિક સ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે.
૫ વર્ષ સુધી કોઈ પણ પ્રકારની પગાર વૃદ્ધિ કે ભથ્થા ન મળવાથી તેમનો ઉત્સાહ ઘટે છે, અને સરકારની વિવિધ યોજનાઓના અમલમાં પણ પ્રભાવ પડે છે.
ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાને રાખી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે,
1. ફિક્સ પગારના કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થાનો તબક્કાવાર લાભ આપવા યોગ્ય નીતિ ઘડવામાં આવે.
2. દિવાળી તેમજ અન્ય તહેવારો નિમિતે ફિક્સ પગારના કર્મચારીઓને પણ “તહેવાર બોનસ” આપવાની યોજના અમલમાં મુકવામાં આવે.
3. સમાન કાર્ય માટે સમાન વેતનનો સિદ્ધાંત અનુસરતાં, ફિક્સ પગાર નીતિમાં સુધારણા કરી કાયમી કર્મચારીઓ સમાન હક્કો અપાય.
4. રાજ્ય સરકારના વહીવટી તથા આર્થિક તંત્રમાં ફરજ બજાવતા દરેક કર્મચારીને સમાન સન્માન અને પ્રોત્સાહન મળે તે દિશામાં માનવતાવાદી નિર્ણય લેવાય.
ગુજરાત રાજ્યની સંવેદનશીલ અને પ્રજાલક્ષી સરકાર હંમેશાં કર્મચારી હિત માટે પગલા લેતી રહી છે. એ જ આશા સાથે આ રજૂઆત કરવામાં આવે છે કે સરકાર તાત્કાલિક યોગ્ય વિચારણા કરી ફિક્સ પગારના કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થા અને તહેવાર બોનસના લાભથી વંચિત ન રાખે.
આ નીતિમાં સુધારણા થવાથી લાખો ફિક્સ પગારના કર્મચારીઓના પરિવારોને ન્યાય, સમાનતા અને પ્રોત્સાહન મળશે અને તેઓ વધુ ઉમંગથી ફરજ બજાવી શકશે.
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@irushikeshpatel@Balwantsinh99@RaghavjiPatel@KanuDesai180@hdraval93@AcharyaJay22_17@JournoJayesh@devanshijoshi71@DevendraBhatn10@chetan_pagi@chintanbhogayta@deepakrajani123@DeepalTrevedie@nidhirpatel6@garvanitin2@Janak_Sutariyaa@dave_janak@NewsCapitalGJ@isudan_gadhvi@YAJadeja@Gopal_Italia@jigneshmevani80@AmitChavdaINC@INCGujarat@AamAadmiParty@PravinRam_@are_osambhaa@Being_Manass@SidharajsinhjiC@MansiJoshi_17@Divuahirr@Mayur_ahir79@HeerAmbitious@I_M_Viral88@Jatin_Barot_@kathiyawadiii@Mehul90711@NiravJoshi0@RajanThakkar9@tejasmajithiya5@shaktisinhgohil@ShankersinhBapu
भाजपा के गुजरात मॉडल में कर्मचारियों के सरकारी शोषण का संगठित तरीका है Fix Pay जिसके द्वारा भाजपा लंबे समय से शोषण कर रही है.
लेकिन अब ये ज्यादा दिन नहीं चलेगा , नौजवान #Remove5yearFixpay के लिए सरकार को बदलने का मन बना चुका है.
#Remove_Fixpay_in_gujarat