🛑 "#ફિક્સ_પે" : વિકાસ મોડેલ કે શોષણ મોડેલ ?"
📓 ભારતનું સંવિધાન “કલ્યાણકારી રાજ્ય”ની વાત કરે છે
અને અહીં “#શોષણકારી_રાજ્ય”ના નિયમો લાગુ છે.
🔴ફિક્સ પે પ્રથા – ગુજરાતના કર્મચારીઓ માટે શોષણની પ્રથા.
ગુજરાત રાજ્ય, જેને "વિકાસ મોડેલ" તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે, ત્યાં એક ખૂબ જ ગંભીર અને શરમજનક નીતિ વર્ષો થી ચાલુ છે — #ફિક્સ_પે_પ્રથા
દેશના અન્ય રાજ્યોએ કલ્યાણકારી અને કર્મચારી હિતની નીતિઓ અપનાવી છે, જ્યારે ગુજરાતમાં આજે પણ કર્મચારીઓનો પગાર-હક્ક ફગાવામાં આવે છે અને 5 વર્ષ સુધી ‘#ફિક્સ_પગાર’ જેવી શોષણાત્મક વ્યવસ્થા હેઠળ રાખવામાં આવે છે.
📌નવી ભરતી થતાં શિક્ષકો, ક્લાર્કો, પોલીસ, હેલ્થ વર્કર, કંડકટર ........ વગેરેને સંપૂર્ણ પગાર મળતો નથી.
📌તેઓને પહેલા 5 વર્ષ ફિક્સ પગાર પર ફરજ બજાવવી પડે છે —
જે અન્ય રાજ્યો અને મોંઘવારીના પ્રમાણમાં ખૂબ ઓછો હોય છે.
આ દરમિયાન DA, HRA, પ્રાવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઈટી, અને અન્ય સુવિધાઓ લાગુ પડતી નથી.
👆🏻જોઈએ તો એ કર્મચારી ગુજરાત રાજ્ય માટે પૂરું સમયસેવી, સંપૂર્ણ ફરજ નિભાવે છે, પણ વળતર અર્ધું પણ નથી.
📌જેને આપણે પછાત રાજ્ય કહીએ છીએ એવા બિહાર રાજ્ય: તાજેતરમાં 5 ફેબ્રુઆરી 2025ના રોજ ગેઝેટ જાહેર કરી બિહાર સરકારે સરકારે કર્મચારીઓ માટે #પ્રોબેશન_પીરિયડ 2 વર્ષમાંથી ઘટાડીને 1 વર્ષ કર્યો છે.ત્યાંની રાજ્ય સરકારે કલ્યાણકારી અભિગમ દાખવી નવરોજગાર કર્મચારીઓને ઝડપથી સંપૂર્ણ હક આપવાનું નક્કી કર્યું છે.
📌“સમાન કામ માટે સમાન વેતન” એ માત્ર આકર્ષક વાક્ય નથી. તે ભારતના સંવિધાનના દિશાનિર્દેશક સિદ્ધાંતોમાં સમાવિષ્ટ મૂલ્ય છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા આ સિદ્ધાંતની અવગણના કરવામાં આવી રહી છે. 5 વર્ષ સુધી પગારમાં ઓછી રકમ આપવી, તેના પર મોંઘવારીના ભથ્થા પણ ન આપવા, "ફિક્સ પે" નામે એક યોજના નહિ પણ "શોષણ પદ્ધતિ" બની ગઈ છે.
— એક કર્મચારીની કલમમાંથી કટાક્ષમય પુકાર
ક્યારેક કદી ગુજરાત વિકાસ મોડેલ માટે વખાણાય છે... પણ એ વિકાસ કોના માટે છે?
> ભ્રષ્ટાચારીઓને બચાવવો હોય ત્યારે વિકાસ મોડેલ, મિત્ર ઉદ્યોગકારોને જમીન આપવી હોય ત્યારે વિકાસ મોડેલ, પણ કર્મચારીને ન્યાય આપવો હોય ત્યારે ?🤔 — "ભાઈ સરકારી વ્યવસ્થા છે, સમય લાગશે..."
🛑સાચી વાત તો એ છે કે, ગુજરાત આજે પણ કર્મચારીઓને “ફિક્સ પે” નામની શોષણ નીતિ હેઠળ પાંચ વર્ષ સુધી ગુલામ બનાવી રાખે છે.
હા, એ જ ગુજરાત જ્યાં #UPSC જેવા કેન્દ્રિય માપદંડ લાવવા ચર્ચા થાય છે, પણ એક સાદો “સમાન વેતન” નક્કી કરવામાં સૌથી વધુ સમયે લાગે છે.
🧑🏻✈️🧑🏻🏫😞 #કર્મચારીઓની હાલત ?
👉🏻ઓછા પગારને કારણે પરિવાર ન ચલાવી શકાય.
👉🏻લોન માં ફાફા, ભવિષ્ય માટે બચત ન બને.
👉🏻સ્ત્રી કર્મચારીઓ માટે તો માસિક ખર્ચ, બાળકોનો ભવિષ્ય, ભાડાંનું ઘર — બધું વધુ દમનકારક.
👉🏻નિવૃત્તિ સમયે પણ આ 5 વર્ષનાં ઓછા પગારનું અસર પેન્શન પર પડે છે — એટલે કે આર્થિક અંધકાર આખી કારકિર્દી પર છવાઈ જાય છે.
📌 ફિક્સ પે નીતિ સંપૂર્ણ રીતે રદ કરો.
📌 પ્રોબેશન પીરિયડ વધુમાં વધુ 1 વર્ષ કરો.
📌 DA, HRA અને અન્ય ભથ્થાઓ ફિક્સ પે દરમ્યાન પણ આપો.
📌 પગારપંચના લાભો પૂર્ણરૂપે આપો.
📌 UPS લાગુ કરતાં પહેલા ગુજરાતના કર્મચારીનું શોષણ બંધ કરો.
📌 નવીપેઢીના કર્મચારીઓ માટે શોષણવિહોણું સમાન વેતન નક્કી કરો.
📌 જ્યાં અન્ય રાજ્યો ઉદાહરણ બની રહ્યા છે, ત્યાં ગુજરાત પણ પીઠ પાછળ કેમ?🤔
🗣️ ગુજરાતની અસલ અસ્મિતા એ સમાનતા અને કર્મચારીઓના હક્કની રક્ષા છે – ફિક્સ પે નીતિ એ અસ્મિતા પર #કલંક છે. હવે સમય આવ્યો છે કે દરેક કર્મચારી, દરેક શોષિત અવાજ એક બને અને સ્પષ્ટ કહે :- "ફિક્સ પે નાબૂદ કરો!" 🗣️
આજે #remove_fixpay_in_gujarat #Remove_Fix_Pay_Gujarat #Remove_Fix_Pay
#Gujrat_the_only_fixpay_state_in_india જેવા હેશટેગ ફક્ત ડિજિટલ અભિયાન નથી – તે હજારો કર્મચારીઓના ચિત્કાર છે.
🧑🏻🏫ગુજરાતના કર્મચારીની હાલત એવી છે કે
> "સરકારના નિર્માણમાં ભાગીદાર છે, પણ વિકાસમાં ભાગીદાર નથી!"
🧑🏻🏫— ફિક્સ પે : વિકાસના ચમકતાં વિઝન નીચે શોષણની પડછાયાં
જ્યાં ભારતના મોટા ભાગના રાજ્યો કર્મચારીની નિષ્ઠા અને માનવ અધિકારનું મૂલ્ય સમજે છે, ત્યાં ગુજરાત હજુ પણ પોતાના કર્મચારીના શોષણમાં જ સમજે છે.
🧑🏻🏫આ તો ફિક્સ પે હેઠળ કર્મચારીઓની હકીકત છે.
બાકી પેન્શન? ગ્રેચ્યુઈટી? HRA ? એ તો સ્વપ્ન છે સાહેબ... અને “નિષ્ઠાવાન કર્મચારી” એ સસ્તો મજાક.
> પાંજરામાં પાંખો હોય તો એ ઉડાન કહેવાય કે દુઃખ ?
@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@jigneshmevani80@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@Chaitar_Vasava@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@Vivekdoza
આપણા શિક્ષણ,સાહિત્ય અને બંધારણમાંથી એવી તાકાત તો વ્યકિતમાં જન્મવી જ જોઇએ કે જેથી સામાન્ય માણસ ઊઠીને ઊભો થાય અને અન્યાય-નિવારણ માટે લડત આપી શકે તો જ પ્રાપ્ત શિક્ષણ લેખે લાગ્યું કહેવાય!!!
#અનુભવની_કલમે ✍️
😇👇🏻આ મેસેજ બુદ્ધિજીવી / તર્કવાદી અને સત્ય સ્વીકારી શકે એમના માટે છે.!👇🏻😇
👉જ્યારે અમે ભાવનગર બેંક ભરતી કૌભાંડની(કે અન્ય કોઈપણ ગેરરીતિની) તપાસ કરવા જવાબદાર સંસ્થા પાસે જઈએ તો અમુક જે જવાબ મળે છે તે સાંભળવા જેવા છે, જો કે જવાબ તો શું ! સરકારી ચવી ચવાય ગયેલ કેસેટ સાંભળવા મળે છે...👇🏻
(ચર્ચા સંદર્ભ ખાલી #ભાવનગર_ડિસ્ટ્રિક્ટ_બેંક_કૌભાંડ નો છે પરંતુ પરિસ્થિતિ બધા જ વિષય/વિભાગ માં આ જ છે) 👇🏻
દા. ત.
🛑પ્રશ્ન : સાહેબ આ જે 80 લોકોને નોકરી માં લીધા એની વિગત #મેરીટ_યાદી / #પરિણામ આપજો ને...
અધિકારીઓનો જવાબ : અમે માહિતી ન આપી શકીએ "#ગોપનીય" છે ! #ગોપનીયતા ભંગ થાય.
અમારો જવાબ : ગોપનીય એટલે શું ? એની વ્યાખ્યા શું ? કોઈ કહી શકશે...🤔 તો સામે જવાબ હોઈ "મૌન"
😇હું મારી દેશી ભાષા અને સમજ પ્રમાણે કહું તો.... #ગોપનીય એટલે
જે માહિતી બહાર પડવાથી દેશની અખંડિતા ઉપર સવાલ ઊભા થાય કે અંગત હિત જોખમાય શકે તે ગોપનીય !
📌 બાકી ગોપનીય ફોપનીય કશું કંઈ હોઈ નહીં.
👉શું ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંક માં 80 નામની માહિતી વેબસાઇટ ઉપર મૂકવામાં આવે તો પાકિસ્તાન ભાવનગર ઉપર હુમલો કરી નાખવાનું છે ?
👉હંમેશા યાદ રાખવું રહ્યું જે માહિતી જાણવાથી જન જાગૃતિ વધે, પારદર્શિતા આવે, ભ્રષ્ટાચાર અટકે, સામાન્ય લોકોને ખ્યાલ પડે તે તમામ માહિતી #જનહિત ની માહિતી કહેવાય..
👉અને યાદ રાખજો કાયદો અને બંધારણ પ્રમાણે #જનહિત ની માહિતી કોઈપણ ગતકડાંના નામે છુપાવી તે જ મોટો ગુનો છે.
👉બાકી તમે જો પ્રામાણિકથી કાર્ય કર્યું હોય ને તો બધું જગજાહેર કર્યું હોત..80 લોકોના નામની યાદી તો શું ! પિતાજીનો હોદ્દો (સંગઠન કે બેંક) ! સગા વ્હાલા કઈ બ્રાન્ચમાં ડાયરેક્ટર છે કે સંગઠનમાં ક્યાં હોદ્દા ઉપર છે તેવી તમામ કુંડળી અને આંબો કાઢી વેબસાઇટ ઉપર મૂકી દીધો હોત..જો પાકસાફ હોત તો....
બાકી "#ગોપનીયતા" ની સરકારી વ્યાખ્યા👇🏻
"કરેલા પોતાના કાંડ/કૌભાંડ છુપાવવા માટેનું ગતકડું"🫤
🛑પ્રશ્ન ૨ : સાહેબ ભરતી પ્રક્રિયા ની પ્રોસેસ/RR કહેજો ને..
અધિકારી જવાબ : #સ્વાયત સંસ્થા છે ! એટલે તમામ સત્તા એની પાસે છે ! પછી મૌન સેવી લેવાનું.
અમારો જવાબ : કોઈપણ સંસ્થા ક્યારેય પણ 100% સ્વાયત હોય જ ન શકે ! કોઈ વસ્તુના સંદર્ભે કે અમુક બાબતોમાં છુટછાટતા માં સ્વાયત હોય, તે પછી કોઈપણ સંસ્થા કેમ ન હોય. અમુક બાબતો માં સ્વાધીનતા હોય જે તે સહકાર અધિનિયમ પ્રમાણે. બાકી મોટા ભાગની બાબતો માં ડાયરેક્ટ કે ઈન્ડાયરેક્ટ સરકાર જોડાયેલ જ હોય. આ બધું #ઇન્ટર_કનેક્ટ જોડાયેલ છે. અમુક લેવલ સુધી જ સ્વાયત તા રહેવાની...
વિચારો - બેંક માં પૈસા કોના ?
ખેડૂત / સામાન્ય નાગરિક અને સરકાર(નાબાર્ડ અને અન્ય જગ્યાએ થી લોન ) ના જ ને ?
તો સંસ્થાનું ચોકીપણું કરનાર સંસ્થા સ્વાયત શેની ?
😇આ કોઈના બાપુજીની પેઢી તો છે નહીં ? બાપુજીનું ખેતર તો છે નહીં ને ? વારસાઈ માં નોકરી આપતી જવી પરિવારના લોકોને આવું ક્યાય લખ્યું તો નથી ને ? પોતાના દીકરા/ભત્રીજા/ભાણિયા ને લેવા ગમે ત્યારે નિયમો બદલી કાઢવાના ?
👉સ્વાયત હોય તો શું બેંકના સત્તાધીશોના કે સંગઠનના દીકરા/ભત્રીજા/ભાણિયાને લેવાની છૂટછાટ છે ?
👉સ્વાયત અધિનિયમ માં ક્યાં નિયમ લખ્યો છે સગાવાદ/પરિવારવાદ/ઓળખાણવાદ થી કોઈને નોકરી ઉપર લેવા ?
👉સરકારી જવાબ પ્રમાણે
સ્વાયતની આડમાં પોતાની ચોરી છુપાવવા થી વિશેષ કશું નહીં.
______
🛑પ્રશ્ન 3 :- કંઈપણ વધારે પૂછો એટલે એક રટણ કોમન હોય "તપાસ ચાલુ છે" અધિકારી પાસે જવાબ ન હોય કોઈ પ્રશ્ન નો એટલે કહી દે તપાસ ચાલુ છે..
સન્ની દેવલના એક ફિલ્મ ના ડાયલોગ જેવું છે આ...#તારીખ_પે_તારીખ...... એમ સરકારી કચેરીમાં તપાસ....તપાસ....તપાસ...😂
અમે જ્યારે જવાબ માંગીએ :👇🏻
❓ગુજરાત સહકારના ક્યાં અધિનિયમ અને કઈ કલમ અંતર્ગત તપાસ ચાલે છે ? કાયદો કયો ?
❓તપાસ ની પ્રક્રિયા શું ? ક્યાં સ્ટેજની તપાસ ?
❓તપાસ ની વિષય વસ્તુ શું છે ?
❓તપાસ શેની કરો છો ? પરીક્ષા પ્રક્રિયાની ? ગેરરીતિની ? 80 લોકો લાગ્યા એના બેકગ્રાઉન્ડ ની ? ઓળખાણવાદ પરિવારવાદની ? .............. શેની તપાસ ?
👉ત્યારે અધિકારી પાસે એક જવાબ "મૌન"
👉હવે વિચારો જે ફરિયાદી છે (જેમ કે હું) એને તો ક્યારેય બોલાવ્યા જ ન હોઈ !અમને પૂછવામાં પણ ન આવે શેની તપાસ કરવાની છે !
✍️ફરિયાદી કે અરજદાર વગર તો આ તપાસ શેની કરતા હશે ??❓🤔
✍️બિન સચિવાલય માં અમને જ્યારે SIT ની રચના થઈ તો મોનીટરીંગ સભ્ય તરીકે રાખી તપાસ થઈ હતી ! કઈ દિશામાં ક્યાં મુદ્દામાં તપાસ કરવી તે તો ફરિયાદી જ કહી શકે ને ⁉️
બાકી નરી અને કડવી વાસ્તવિકતા કહું...👇🏻
✍️તપાસ પણ તેની તે જ સંસ્થા કરે તો ત્યાં શું #ભલીવાર હોય ?🤔
✍️ઘરના ભુવા ને ઘરના ડાકલા જેવું....😇
✍️પોતાની માને કોઈ કોઈ ડાકણ કે ખરું ?😇
✍️તપાસ કરનાર બિલાડા હોઈ તો દૂધની રક્ષા કરે કે તળિયા ઝાટક ?😇
👆🏻"તપાસ ના નામે તરકટ" ચાલે ને સમય પસાર થાય..
1/2
શિક્ષક સાથે જ આવું કેમ?
વાયદાઓ આપી ને ભરતી કેમ મોડી થાય છે?
બેટી બચાવો,બેટી પઢાઓનું છે આ ગુજરાત
હક માંગતી દીકરીને રસ્તા પર કેમ ઢસડાઇ છે?
શું છે વાક અમારો કે જોયું સપનું શિક્ષક નું?
હવે તો કરો સાકાર સપના અમારા સરકાર
આ મા બાપ ને રોજ હવે કેટલી સાંત્વના અપાય છે.🥹😭 @kuberdindor
@tejasmajithiya5@prafulpbjp@kuberdindor માનનીય
@prafulpbjp
સાહેબ શ્રી એ આજ રોજ સ્વર્ણિમ સંકુલ -૨, ગાંધીનગર ખાતે પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક થઈ. 📌૯થી૧૨નું PML અને DV શેડ્યુલ અને ૧થી૮નું PML પ્રસિદ્ધ કરો. 📷ઉનાળુ વેકેશન પહેલા શિક્ષક ભરતી પૂર્ણ કરી નિમણુંક પત્ર એનાયત કરવામાં આવે.
@kuberdindor
માનનીય @prafulpbjp સાહેબ શ્રી એ આજ રોજ સ્વર્ણિમ સંકુલ -૨, ગાંધીનગર ખાતે પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક થઈ.
📌૯થી૧૨નું PML અને DV શેડ્યુલ અને ૧થી૮નું PML પ્રસિદ્ધ કરો.
📌ઉનાળુ વેકેશન પહેલા શિક્ષક ભરતી પૂર્ણ કરી નિમણુંક પત્ર એનાયત કરવામાં આવે.
@kuberdindor
📌1) ૯થી૧૨ નું PML અને DV શેડ્યુલ પ્રસિદ્ધ કરો.
📌2)૧થી૮ નું PML પ્રસિદ્ધ કરો.
📌3)ઉનાળુ વેકેશન પહેલા શિક્ષક ભરતીની તબ્બકાવાર સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂક પત્રો એનાયત કરવા બાબતે vsk અને સચિવાલય ખાતે રજૂઆત@kuberdindor@Bhupendrapbjp@prafulpbjp@Mukeshias@hdraval93