રાજકોટ ખાતે ગેમ ઝોનમાં આગ લાગવાથી સર્જાયેલી દુર્ઘટના અત્યંત દુખદ છે. જીવ ગુમાવનારાઓનાં દિવ્યાત્માને ઇશ્વર શાંતિ પ્રદાન કરે અને એમનાં પરિવારજનોને આ દુખ સહન કરવાની શક્તિ અર્પે તેમજ ઈજાગ્રસ્ત લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું..🙏
મહેસાણા જીલ્લાના તરભ ગામ ખાતે રબારી સમાજ દ્વારા શ્રી વાળીનાથ મહાદેવ મંદિરના સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા, અતિરુદ્ર મહાયજ્ઞ શિવમહાપુરાણ કથાના સુંદર મજાના ત્રિવેણી પ્રસંગોએ પૂજ્ય મહંતશ્રી જયરામગિરિ મહારાજ તથા પૂજ્ય ગિરિબાપુ શિવકથાકાર એમના આશીર્વાદ અને દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
‼️ *નુતન વર્ષાભિનંદન*‼️
*💫🪔*
*નવુ વર્ષ સુખ, સમૃદ્ધિ અને આનંદ લાવે તેવી શુભેચ્છા સાથે આપ તથા આપના પરીવારને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ*
‼️ *નવા વર્ષેના રામ રામ*‼️
*🙏🏻 🙏🏻*
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ યોજના અંતર્ગત રાજ્ય સરકાર અને દેશ-વિદેશના ઉદ્યોગ જૂથો-રોકાણકારો વચ્ચે આજે ₹9852 કરોડના રોકાણ સાથે રાજ્યમાં વિવિધ સ્થળોએ ઉદ્યોગ-રોકાણો માટેના 18 જેટલા MoU સંપન્ન થયા હતા.
આ MoU હેઠળ રાજ્યમાં ₹ 9852 કરોડનું મૂડીરોકાણ આવશે અને મોટાપાયે રોજગારીનું સર્જન થશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ‘આત્મનિર્ભર ભારત’ ની સંકલ્પનાને ‘આત્મનિર્ભર ગુજરાત’ના નિર્માણ થકી સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
ગુજરાતમાં ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાય આપવાની નેમ સાથે રાજ્ય સરકારે ‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ યોજના અમલમાં મુકી છે. જે અંતર્ગત આજે ગુજરાતના વિવિધ સ્થળોએ ઉદ્યોગોની સ્થાપના માટેના 18 જેટલા MoU કરવામાં આવ્યા છે.