कच्छ-सौराष्ट्र में विकास के नए अध्याय की शुरुआत। प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में वाइब्रेंट गुजरात रीजनल कॉन्फ्रेंस का शुभारंभ। #VibrantGujaratViksitBharat
"गुजरात @ 75"
गुजरात का गौरव क्षण
आपकी रचनात्मकता के रंगो से चमक उठेगा !!
गुजरात राज्य के स्थापना दिवस को 2035 में 75 वर्ष पूर्ण होने जा रहे हैं। गौरव के इस पल को लोगो डिज़ाइन द्वारा अभिव्यक्त करें और जीतें ₹3 लाख का ईनाम।
#Gujarat75LogoCompetition
પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેષ મોડાસીયાના અધ્યક્ષસ્થાને માહિતી મદદનીશ શ્રી દિવ્યાબેન ત્રિવેદીની સિનિયર સબ એડિટર તરીકે ગાંધીનગર ખાતે બઢતી થતાં તેમજ સેવક શ્રી રવિસિંહ ચૌહાણએ સ્વૈચ્છિક નિવૃત્તિ લેતાં વિદાયમાન સમારંભ યોજાયો હતો. @InfoGujarat
*નારી વંદના ઉત્સવ : મહિલા સુરક્ષા દિવસ નિમિત્તે રાજકોટ જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા સાયબર ક્રાઇમ કચેરી તથા શી ટીમના સહયોગથી સનસાઈન કોલેજ ખાતે વિદ્યાર્થીઓને ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનની કામગીરી અને એપ્લિકેશન વિશે માહિતી આપવામાં આવી હતી. @BhanubenMLA@CMOGuj@InfoGujarat
‘નારી વંદન સપ્તાહ’ અંતર્ગત જિલ્લા મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા ‘મહિલા સુરક્ષા દિવસ’ની ઉજવણી આર્યવીર નર્સિંગ કોલેજ-કુવાડવા ખાતે કરવામાં આવી હતી. રાજકોટના એરપોર્ટ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે ગુજરાત સરકાર દ્વારા લેવાઈ રહેલા વિવિધ પગલાંઓ અંગે માહિતી આપી હતી
#WorldTurtleDay
ઓસ્ટ્રેલિયા તથા એશિયાના વિવિધ દરિયાઈ દેશોમાંથી હજારો કિલોમીટરનો દરિયો ખેડીને ગ્રીન અને ઓલીવ રિડલી કાચબીઓ ઈંડા મૂકવા સૌરાષ્ટ્રનો દરિયા કાંઠો કરે છે પસંદ
@InfoGujarat
એક પંચાયત આવી પણ- સામાન્ય રીતે ગ્રામ પંચાયતનો સમય સવારે ૧૦.૩૦થી સાંજ ૬.૧૦નો હોય છે. પરંતુ વેરાવળ ગ્રામ પંચાયત નાગરિકોની સેવા માટે દિવસે રોજિંદા સમયની સાથે રાતે ૧૦.૩૦ સુધી ચાલુ રહે છે. આથી ગામમાં રહેતા નાગરિકો દિવસે પોતાના કામ પતાવીને રાતે આરામથી પંચાયતની સેવાઓ લઈ શકે છે. @CMOGuj
રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના મેંગણી ગામના ધવલભાઈ પાનસુરીયા અને મોહિતભાઈ પાનસુરીયાએ પ્રાકૃતિક ખેતી અને ઉત્પાદનના મૂલ્યવર્ધન દ્વારા પોતાની મસાલા બ્રાન્ડ વિકસાવી છે અને આજે તેઓ પોતાની બ્રાન્ડ દ્વારા આન્ત્રપ્રેન્યોર બની વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. @InfoGujarat
ગુજરાત માટે ઘણા આનંદની વાત છે કે નવી દિલ્હી, કર્તવ્યપથ ખાતે આયોજિત 76મા પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લૉને 'પોપ્યુલર ચોઈસ કેટેગરી'માં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. ગુજરાતનો ટેબ્લૉ “આનર્તપુરથી એકતાનગર સુધી - વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ"ની થીમ પર આધારિત હતો. આ ટેબ્લૉ માં આવરી લેવામાં આવેલા પાસાઓ તેમજ તેની સુંદર રજૂઆતે અનેક લોકોના દિલ જીતી લીધા હતા.
છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતનો ટેબ્લૉ પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં પ્રથમ સ્થાને આવી રહ્યો છે, તે વિશેષ આનંદની વાત છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ગુજરાતના સૌ નાગરિકોને ખૂબ-ખૂબ અભિનંદન.
#GujaratTableau2025
પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને જસદણ ખાતે જસદણ અને વીંછિયા તાલુકાની સંકલન બેઠક યોજાઇ હતી.મંત્રીશ્રીએ જસદણ અને વીંછિયા તાલુકાના ગામોના પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. @kunvarjibavalia@DDORAJKOT1@CollectorRjt
ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતના ફાળે વધુ એક વાઇબ્રન્ટ સિદ્ધિ...
સાંસ્કૃતિક હસ્તકલા ‘ઘરચોળા’ને ભારત સરકાર તરફથી મળ્યો ‘GI ટેગ’
હસ્તકલા ક્ષેત્રે ગુજરાતનો આ 23મો GI ટેગ; ગુજરાતને મળેલ કુલ GI ટેગની સંખ્યા 27 પર પહોંચી...
#Handicraft#Gharchola#GITag#Gujarat#Achievement#Handloom
*મોરબી જિલ્લાના ભારે વરસાદને પગલે નદીનાળામાં પાણીની આવક સતત વધી રહી છે. ત્યારે હળવદ તાલુકાના ઢવાણા ગામ ખાતે ટ્રેક્ટર તણાયાની ઘટનામાં જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
પ્રાચીન સમયમાં ભારતમાં પીપળના પર્ણ ઉપર લખાણ કે ચિત્રકારી કરવામાં આવતી. પણ સમયાંતરે આ કળા લગભગ વિસરાઈ ગઈ. આ કળાને આધુનિક સમયને અનુરૂપ જીવતી રાખવાનું કામ કરી રહ્યા છે બોટાદ જિલ્લાના જિજ્ઞેશભાઈ.
આ યુવાને પર્ણ પર રામમંદિર સહિત અનેક ચિત્રો બનાવીને વિવિધ સન્માન અને મેડલ પ્રાપ્ત કર્યા છે. આ એક વિશિષ્ટ પ્રતિભા છે. કળાની નૈસર્ગિક શક્તિને ખીલવવા માંગતા લોકો માટે જિજ્ઞેશભાઈની કામગીરી પ્રેરણારૂપ છે.
જિજ્ઞેશભાઈને હાર્દિક અભિનંદન અને ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામનાઓ.
#પ્રેરણાપુંજ