ભારતનું ગ્રોથ એન્જિન ગણાતું ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રે દેશમાં અત્યંત તેજીથી આગળ વધી રહ્યું છે. ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જેણે પોતાની ડેડીકેટેડ સેમિકન્ડક્ટર પોલિસી બનાવી છે. ધોલેરા ખાતે આકાર પામી રહેલા સેમિકોન સિટીમાં સેમિકન્ડક્ટર એકમો માટે તમામ પ્લગ એન્ડ પ્લે ફેસિલિટીઝ ઉપલબ્ધ છે. સાણંદમાં પણ સેમિકન્ડક્ટર સેક્ટર માટે પ્રોત્સાહક વાતાવરણ ઉભું થયું છે.
ગુજરાતની સેમિકન્ડક્ટર પોલિસી ખૂબ ફળદાયી નીવડી છે. માઈક્રોન, ટાટા ઈલેક્ટ્રોનિક્સ અને CG Power જેવી કંપનીઓએ ગુજરાતમાં તેમના યુનિટ્સ સ્થાપવા જંગી મૂડીરોકાણ કરી ચૂકી છે. આનો, બહુ મોટો ફાયદો ગુજરાતના યુવાનોને મળવાનો છે.
અમદાવાદ જીલ્લાનાં ભાજપ ઉપપ્રમુખ શ્રી સહદેવસિંહ ચુડાસમા (પાંચી,ધંધુકા) એ - બંન્ને પગનાં ઢીંચણમાં નિરીપ્લેશમેન્ટનું ઓપરેશન કરાવ્યું.
શેલ્બી હોસ્પિટલ,અમદાવાદ ખાતેની મુલાકાતમાં તેઓ ઝડપથી સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.