ભક્તિ અને આસ્થાનું તીર્થ સ્થાન એટલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ...
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સોમનાથની પાવન ધરતી પર 8થી 11 જાન્યુઆરી સુધી ઉજવાશે 'સોમનાથ સ્વાભિમાન પર્વ'
#SomnathSwabhimanParv
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ થઇએ, અને એક અવાજે કહીએ હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી…
#PostCardToPM#VikasSaptah2025
સ્વદેશી અભિયાન અને NextGen GST રિફોર્મ દ્વારા આર્થિક સુવિધામાં વધારો કરવા બદલ રાજ્યના 75 લાખથી વધુ નાગરિકોએ પત્ર લખીને માનનીય વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કર્યો.
#PostCardToPM#VikasSaptah2025
LIVE: 'સ્વસ્થ ગુજરાત - મેદસ્વિતા મુક્ત ગુજરાત' અભિયાન અંતર્ગત તેમજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 ના ઉપલક્ષમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કાઉન્ટડાઉન યોગ શિબિર. https://t.co/KYaW30HvGy
ઉજવણી, દેવી મિલનની.... ઉજવણી, બે સંસ્કૃતિના સંગમની.... આવો, આ અલૌકિક સાંસ્કૃતિક ઉજવણીમાં સહભાગી બનીએ, જ્યાં "એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવના ઉજાગર થાય છે. #MadhavpurFair2025#MadhavpurFair
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર વહીવટી તંત્રમાં નાગરિકોની ભાગીદારી માટે એક નવી પહેલ
રાજ્યના નાગરિકો સરકારી કચેરીઓમાં ચાલતી વહીવટી કામગીરીને વધુ સુદ્રઢ અને અસરકારક બનાવવાના પોતાના સૂચનો-અભિપ્રાય (GARC)ની વેબસાઇટ https://t.co/MkP6U4oCZg પર મોકલી શકશે..
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે મોરબી જિલ્લાના અંદાજે ₹187 કરોડના કુલ 49 વિવિધ વિકાસકામોનું લોકાર્પણ તથા ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. રોડ-રસ્તા અને ચિલીંગ પ્લાન્ટ સહિતના આ વિકાસ પ્રકલ્પોથી મોરબી જિલ્લામાં રોડ કનેક્ટિવિટી સુદ્રઢ થવાની સાથે ડેરી સંલગ્ન પ્રોજેક્ટ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ બની રહેશે.
મુખ્યમંત્રીશ્રીએ મોરબીને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાની ભેટ મળવા બદલ અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની સ્પીડ અને સ્કેલ નવી ઊંચાઈએ પહોંચ્યા છે. તેમણે મોરબી અને સિરામિકને એકબીજાના પર્યાય ગણાવી મોરબીને મહાનગરપાલિકાને દરજ્જો મળવાથી વિકાસને વધુ વેગ મળશે તેમ જણાવતા મોરબીમાં નાગરિક સુવિધા અને બ્યુટીફિકેશન માટેના પ્રગતિ હેઠળના અંદાજે ₹300 કરોડના કામોની રૂપરેખા આપવાની સાથોસાથ સુદ્રઢ આયોજનથી સમગ્ર મોરબી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લાના બેલા-ખોખરા હનુમાન મંદિર-ભરતનગરના રસ્તાને 7 મીટર પહોળાઈમાં RCC રોડ તથા નવા સ્ટ્રક્ચર/બ્રીજ/ટો વોલ સાથે કરવાના કામ માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા ₹30 કરોડની મંજુરી આપવામાં આવેલ છે, જેનાથી ખોખરા હનુમાનજી મંદિરના દર્શનાર્થીઓ તથા આ રોડ ઉપર આવેલ આશરે 150 ઔધોગિક એકમોને વધુ સારી રોડ કનેક્ટિવિટી મળશે. આ રસ્તા નૅશનલ હાઈવે તથા મોરબી-જેતપર સ્ટેટ હાઈવેને જોડતો ખૂબ જ અગત્યનો રસ્તો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે નેશનલ ફોરેન્સીક સાયન્સિસ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે 'ન્યાય અભ્યુદય' Techno Legal Fest-2025નો શુભારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અવસરે ‘Samvidhi’ ન્યૂઝલેટરનું વિમોચન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી સ્થાપિત નેશનલ ફોરેન્સીક સાયન્સિસ યુનિવર્સિટી ન્યાય અને વિજ્ઞાનનું જીવંત ઉદાહરણ છે. તેમણે રાજ્યની શિક્ષણ સંસ્થાઓને ચરિત્ર નિર્માણના કેન્દ્રો ગણાવતા આજે આયોજિત થયેલ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં ન્યાયની ભાવનાને ઉજાગર કરવાની સાથે નવાચાર દ્વારા ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે મહત્વપૂર્ણ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.