આજ રોજ વસ્તી ગણતરી-૨૦૨૭ અન્વયે તાલુકા સેવા સદન ,નસવાડી ખાતે નસવાડી તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી રાઠવા સુભાષભાઇ ભયજીભાઇ દ્વારા સ્વ-ગણતરી પ્રક્રિયામાં સક્રિય ભાગ લઇ જાગૃત નાગરિક તરીકેની જવાબદારી નિભાવી અને અન્ય લોકોને પ્રેરિત કર્યા.@collectorcu@sdmbodeli@CMOGuj@CensusIndia2027
દિશા સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓની પ્રગતિની સમીક્ષા અને વિભાગો વચ્ચે સંકલન કરવામાં આવ્યું. સુશાસન માટે પારદર્શિતા, જવાબદારી અને સમયસર નિરાકરણને મજબૂત બનાવવામાં આવ્યું.
@CMOGuj@InfoGujarat#DishaCommittee#PublicService
છોટાઉદેપુર નગરપાલિકામાં એક્વા વીડ હાર્વેસ્ટિંગ મશીન શરૂ થશે 🌿💧 તળાવમાંથી જળકુંભી અને અનિચ્છનીય જળવનસ્પતિ દૂર કરી પાણીની ગુણવત્તામાં સુધારો, જળચર જીવસૃષ્ટિ માટે અનુકૂળ વાતાવરણ અને મચ્છરજન્ય રોગોમાં ઘટાડો લાવશે.
@CMOGuj@InfoGujarat#ChhotaUdepur#DMFGrant#CleanWater
DMF ગ્રાન્ટ હેઠળ છોટાઉદેપુર અને બોડેલી નગરપાલિકાઓમાં નવા રોડ સ્વીપિંગ મશીનો ખરીદાયા 🏙️🧹. મુખ્ય માર્ગો માટે મોટા અને સાંકડી ગલીઓ માટે નાના મશીનો સાથે માર્ગોની ઝડપી, કાર્યક્ષમ અને સુવ્યવસ્થિત સફાઈ શક્ય બનશે.
@CMOGuj@InfoGujarat#SwachhBharat#CleanIndia#DMFGrant
છોટાઉદેપુરમાં DMF ગ્રાન્ટથી પરંપરાગત કસોટા હેન્ડલૂમ કળાને નવી ઓળખ મળશે. આ પહેલથી આદિવાસી કારીગરો રોજગાર, આવક અને કૌશલ્ય વિકાસ સાથે મહિલાઓના સશક્તિકરણ અને હસ્તકળાને વૈશ્વિક બજારમાં પ્રચાર મળશે.
@CMOGuj@InfoGujarat#KasotaCraft#DMFGrant#TribalArt
બોડેલી નગરપાલિકા ચૂંટણી-૨૦૨૬ ના કામે મતગણતરી કેન્દ્ર ટી.સી.કાપડીયા કોલેજ ખાતે જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ગાર્ગી જૈન દ્વારા મુલાકાત લેવામાં આવી. @SECGujarat@CMOGuj@collectorcu@infocugog
બોડેલી નગરપાલિકા સામાન્ય ચૂંટણી-૨૦૨૬ ના કામે તા.૨૮/૦૪/૨૦૨૬ ના રોજ થનાર મતગણતરી ના કામે નિમણૂંક થયેલ સ્ટાફની મીટીંગ રાખી જરૂરી સુચનો કર્યા. @SECGujarat@CMOGuj@collectorcu@infocugog
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી- ૨૦૨૬ માં બોડેલી નગરપાલિકામાં સમાવિષ્ટ તમામ મતદારોને લોકશાહીના તહેવારને પોતાના મતાધિકારનો ઊપયોગ કરી ઉજવવા અપીલ કરવામાં આવે છે.
મતદાન તારીખ: ૨૬,એપ્રિલ,૨૦૨૬
સમય: સવારે ૭-૦૦ કલાક થી સાંજે ૬-૦૦ કલાક
@SECGujarat@CMOGuj@collectorcu@InfoGujarat
બોડેલી નગરપાલિકા ચૂંટણી-૨૦૨૬ ના કામે તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનાર ચૂંટણી અન્વયે આજ રોજ કુલ-૧૮ મતદાન મથકો ઉપર તમામ મતદાન ટુકડીઓ રવાના કરવામાં આવી. @SECGujarat@CMOGuj@collectorcu@infocugog
લોકશાહી મજબૂત ત્યારે બને જ્યારે મતદાન ટકાવારી ઊંચી હોય. બોડેલી નગરપાલિકામાં સમાવિષ્ટ તમામ મતદારોને અપીલ છે કે તેઓ પોતાના મતાધિકારનો સચોટ ઉપયોગ કરી લોકશાહીના આ તહેવારને સફળ બનાવે. @CMOGuj@collectorcu@infocugog
બોડેલી નગરપાલિકા ચૂંટણી માટે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા મતદાન મથકો, તાલીમ, ટપાલ મતપત્ર કેન્દ્ર, સ્ટ્રોંગ રૂમ તથા મતગણતરી કેન્દ્રની સમીક્ષા કરવામાં આવી. સુરક્ષિત અને સુચારુ પ્રક્રિયા માટે સૂચનાઓ અપાઈ. નિષ્પક્ષ ચૂંટણી માટે પ્રતિબદ્ધ.
@CMOGuj@InfoGujarat#Election2026#Vote
આજ રોજ તા. ૨૪/૦૩/૨૦૨૬ના ના રોજ મામલતદાર કચેરી,કદવાલ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મળેલ ઓનલાઇન અરજીઓનો રૂબરૂ સાંભળી હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો. @CMOGuj@collectorcu@infocugog