અંબાજી ખાતે ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિની ત્રિવેણી સંઞમ સમાન ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્���વમાં ગુજરાત વિધાનસભાના માન. અધ્યક્ષ સાહેબશ્રી સાથે સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો. જ્યાં દર વર્ષે લાખો ભક્તો શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે જોડાઈ માતાજીના આશીર્��ાદથી જીવનને ધન્ય બનાવે છે.
જય અંબે 🚩
આજરોજ પાલનપુર મુકામે આવેલ ચિલ્ડ્રન રિમાન્ડ હોમ ખાતે નિરીક્ષણ સમિતિ, બાળ સંભાળ ગૃહ, પાલનપુરના અધ્યક્ષ તરીકે સમિતિના સભ્યો સાથે બેઠક કરી બાળકોને આપવામાં આવતી સુવિધાઓ બાબતે જરૂરી ચર્ચા તેમજ સમીક્ષા કરવામાં આવી.
પાલનપુર સબ ડિવિઝનમાં સમાવિષ્ટ પાલનપુર (ગ્રામ્ય/શહેર) અને વડગામ તાલુકામાં વિચરતી જાતિના વ્યક્ત��ઓના પ્લોટ માંગણી તેમજ અન્ય રજૂઆતો બાબતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
આજરોજ માન.વડાપ્રધાનશ્રી દ્વારા સ્વામિત્વ યોજના અંતર્ગત દેશભરના ૫૦ હજાર ગામડા��ના કુલ ૫૮ લાખ જેટલા પ્રોપર્ટીકાર્ડનું ઈ-વિતરણ અને લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો, જે અંતર્ગત પાલનપુર ખાતે વિધાનસભાના માન.અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીની અધ્યક્ષતામાં પ્રોપર્ટીકાર્ડ વિતરણ કરવામાં આવ્યાં.
આજરોજ વડગામ તાલુકા સંકલન અને ફરીયાદ નિવારણની ��ેઠકનું આયોજન મામલતદાર કચેરી, વડગામ ખાતે કરવામાં આવ્યું. જે બેઠકમાં આંતર વિભાગીય મુદ્દાઓને ચર્ચા - સમીક્ષા તેમજ ઈ-કેવાયસી, એગ્રીસ્ટેક તેમજ ફાર્મર રજીસ્ટ્રી બાબતે થયેલ પ્રગતિની સમીક્ષા કરવામાં આવી.
આજરોજ પાલનપુર તાલુકા સંકલન અને ફરીયાદ નિવારણની બેઠકનું આયોજન પ્રાંત કચેરી, પાલનપુર ખાતે કરવામાં આવ્યું. જે બેઠકમાં આંતર વિભાગીય મુદ્દાઓને ચર્ચા - સમીક્ષા તેમજ ઈ-કેવાયસી, એગ્રીસ્ટેક તેમજ ફાર્મર રજીસ્ટ્રી બાબતે થયેલ પ્રગતિની સમીક્ષા કરવામાં આવી.