ઓપરેશન શિલ્ડ અન્વયે અમરેલી જિલ્લામાં ગુરુવાર તા.૨૯ મે ના રોજ રાત્રે ૮ વાગ્યા થી રાત્રે ૮.૩૦ વાગ્યા સુધી સ્વયંભૂ અંધારપટ રાખવા અનુરોધ
-
નાગરિકોને આ સમય દરમિયાન લાઇટ બંધ રાખી અંધારપટ (બ્લેકઆઉટ એક્સરસાઇઝ) માં સહયોગ આપવા અનુરોધ
@CMOGuj@InfoGujarat@CollectorAmr@ddoamreli
આજરોજ માનનીય કલેક્ટર સાહેબ અમરેલી અજય દહિયા સાહેબ દ્વારા જાફરાબાદ શહેર માં ગુજરાત મેરીટાઈમ બોર્ડ ને ફાળવવા પાત્ર જમીન ની તેમજ મામલતદાર કચેરી જાફરાબાદ માટે ફાળવેલ જમીન ની સ્થળ ખરાઈ કરી અને સર્કલ ઓફિસર જાફરાબાદ ની દફતર તપાસણી કરવામાં આવી. @CMOGuj@CollectorAmr@revenuegujarat
આજરોજ માનનીય કલેક્ટર સાહેબ અજય દહિયા સાહેબ ના વરદ હસ્તે મામલતદાર કચેરી રાજુલા ખાતે અપગ્રેડેડ જનસેવા કેન્દ્ર નું ઉદઘાટન કરવામાં આવેલ જેમાં અરજદારો ને સરકારશ્રી ની વિવિધ યોજનાઓ નો લાભ સરળતા થી મળી શકશેl.@CollectorAmr@revenuegujarat@CMOGuj
આજરોજ મે.પ્રાંત અધિકારી સાહેબ ની અધ્યક્ષતામાં રાજુલા તાલુકા સંકલન સમિતિ ના તમામ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરી ઓપરેશન સિંદુર બાદ ની પરિસ્થિતિ ને પહોંચી વળવા તકેદારીના ભાગ રૂપે પૂર્વ તૈયારી રાખવા જરૂરી સૂચનો આપી ઉપલબ્ધ સંસાધનો અંગે ચર્ચા કરવામાં આવી
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાના પગલે ત્યાં પ્રવાસ અર્થે ગયેલ ગુજરાતના પરિવારોની સુરક્ષા અને સલામતી માટે રાજ્ય સરકાર જમ્મુ કાશ્મીર તંત્ર સાથે સતત સંકલનમાં છે.
ગુજરાતના પ્રવાસીઓ હેમખેમ વતનમાં પરત ફરે તે માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકાર જરૂરી વ્યવસ્થાઓ કરી રહી છે.
આ માટે રાજ્ય સરકારે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે બે હેલ્પલાઇન નંબર શરૂ કર્યા છે. યાત્રિકો અને તેમના પરિવારજનો લેન્ડલાઈન નંબર 079-23251900 અને મોબાઈલ નંબર 99784 05304 પર સંપર્ક કરીને સુરક્ષા વિષયક બાબતો તેમજ ગુજરાત પરત ફરવા અંગે સંકલન સાધી શકશે, તેમજ જરૂરી મદદ મેળવી શકાશે.
માનનીય કલેક્ટર શ્રી અમરેલી, અજય દહિયા સાહેબ એ રાજુલા તાલુકા ના કુંભારીયા ગામ ની મુલાકાત લીધી, ગામ લોકો ના પ્રશ્નો સાંભળ્યા અને તે પ્રશ્નો ના નિકાલ બાબતે સબંધિત અધિકારીશ્રીઓ ને સૂચના આપી. કુંભારીયા ગ્રામ પંચાયત એપેન્ડિક્ષ A ફોર્મ ભરવામાં આવ્યું. @CollectorAmr@CMOGuj