💢જનતા પૂછે સવાલ: સાહેબ, આટલો બધો ઓડકાર કેમનો આવ્યો?💢
"પહાડ જેવું કૌભાંડ, ને ગજબની છે માયા,
પોતાના નામે ડુંગર કરી, આખા ગામને છેતરાયા!
"ડુંગર જેવી દાનત જેમની, ને પથ્થર જેવું મન,
કાગળિયામાં કપાસ વાવી, લૂંટી લીધું જન-ધન."
"કોર્ટના આદેશને ઘોળીને પી ગયા, કલેક્ટરને પણ ઠેંગો,
નેતાજીએ પહેર્યો છે ભ્રષ્ટાચારનો બહુ મોંઘો લહેંગો!"
"હવે પ્રકૃતિ પણ પોકારે, કે આ કેવો તમારો વિકાસ?
ધારાસભ્યના ખિસ્સામાં ડુંગર, ને જનતાના નસીબે બસ નિસાસ!"
"સેવા કરવા નીકળ્યા હતા, હવે ડુંગરા ગળી જાય છે,
ખુરશી ગઈ તો શું થયું? જમીનો પચાવી પાડે છે!"
"દીકરી-ભાભી અને પાંચ ભાગીદારો... ડુંગર ક્યાંય જાય નહીં,
બધું ઘરમાં જ રહે! આને કહેવાય આત્મનિર્ભર પરિવાર!"
@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar
ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનાર અને રાજ્યભરમાં ચકચારી બનેલા 'જુનિયર ક્લાર્ક પેપરલીક કાંડ-2023' ના આરોપીને રાજકીય રક્ષણ મળતા પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાંતિજ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના માળખામાં કોષાધ્યક્ષ તરીકે હાર્દિક અરવિંદભાઈ શર્માની નિમણૂક કરવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે.
હાર્દિક શર્મા એ જ વ્યક્તિ છે જેની 29 જાન્યુઆરી 2023ના રોજ વડોદરામાં થયેલા જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં ATS (Anti-Terrorist Squad) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ કાંડના કારણે અંદાજે 9.53 લાખ જેટલા આશાસ્પદ ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું અને છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરવી પડી હતી.
તેની સામે વડોદરામાં IPC ની કલમ 406, 409, 420 અને 120B (ગુનાહિત ષડયંત્ર) હેઠળ FIR નોંધાયેલી છે.
આ નિમણૂક બાદ પ્રાંતિજ પંથકના જાગૃત નાગરિકો અને શિક્ષિત બેરોજગારો પૂછી રહ્યા છે કે:
🚫 શું ભાજપ સંગઠનને પ્રાંતિજ તાલુકામાં એક પણ નિષ્કલંક કે ઈજ્જતદાર કાર્યકર ન મળ્યો?
🚫એક બાજુ સરકાર પેપરલીક વિરોધી કડક કાયદાની વાતો કરે છે, તો બીજી બાજુ સંગઠન પેપરલીકના આરોપીઓને પદ આપીને શું સાબિત કરવા માંગે છે?
🚫જે વ્યક્તિ પર નાણાકીય ગેરરીતિ અને લાખો યુવાનોના ભવિષ્ય બગાડવાનો આરોપ હોય, તેને 'કોષાધ્યક્ષ' જેવી જવાબદારી સોંપવી કેટલી યોગ્ય?
પક્ષના આંતરિક લોકશાહી સામે સવાલ
આવી નિમણૂકોથી વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો પાડતા પ્રમાણિક કાર્યકરોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોને પદ આપીને પક્ષ કદાચ એવો સંદેશ આપી રહ્યો છે કે સંગઠનમાં લાયકાત કરતાં 'સેટિંગ' વધુ મહત્વનું છે.
સ્થાનિક જનતાની માંગ છે કે ઉચ્ચ કક્ષાએથી આ નિમણૂક તાત્કાલિક રદ કરવામાં આવે અને નૈતિકતાના ધોરણે પક્ષ પોતાની છબી સાફ કરે. જો આવા તત્વોને પ્રોત્સાહન અપાશે, તો આવનારી ચૂંટણીઓમાં શિક્ષિત યુવાનો તેનો જડબાતોડ જવાબ આપશે તે નક્કી છે.
- યુવા નેતા યુવરાજસિંહ જાડેજા (@YAJadeja)
BMC દ્વારા ફિક્સ પગારના કર્મચારીઓનો સમયગાળો 5 વર્ષથી ઘટાડી 3 વર્ષનો કરવામાં આવ્યો , પણ ગુજરાત કર્મચારીઓને ફિક્સના 5 વર્ષમાથી કયારે મુક્તિ મળશે. સરકાર ક્યારે રાહત આપશે ? કર્મચારીઓના હિતમા નિર્ણય કરે તેવી કર્મચારીઓ આશા રાખીને બેઠા છે.
#Remove_Fixpay_in_gujarat
ગુજરાતમાં ફિક્સ પેને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લા ૧૩ વર્ષથી પેન્ડિંગ છે. ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૨માં ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો. પરંતુ, તેમ છતાં, સરકાર આ કેસ સુપ્રીમ કોર્ટમાં લડી રહી છે.
#Remove_Fixpay_in_gujarat#fixpay
ભાજપને આટલા રૂપિયા આપે છે કોણ..??
અદાણી જેવા લોકો આપે, બુટલેગરો આપે, ડ્રક્સ માફિયા આપે, શિક્ષણ માફિયા આપે, રાશન માફિયા આપે અને આખા દેશમાં જે લોકો બે નંબરના ધંધા કરે છે એવા તમામ લોકો ભાજપને અંદરખાનગી દાન આપતા હશે..
📌આ માત્ર કાળાપણ ગામનો કિસ્સો નથી, પણ ગુજરાતની સેંકડો શાળાઓની વાસ્તવિકતા છે.
📌ડોક્ટરોની જેમ શિક્ષકોની સુરક્ષા માટે 'શિક્ષક સુરક્ષા અધિનિયમ' લાવવાની તાતી જરૂર છે.
📌કાયદો હાથમાં લેનારા કોઈપણ હોઈ એને પદભ્રષ્ટ કરવા જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ વ્યક્તિ પર હાથ ઉપાડતા પહેલા સો વાર વિચારે.
📌જો ખરેખર ગામ અને બાળકોનું હિત જોઈએ,
તો ગામનું રાજકારણ શાળા સુધી ક્યારેય ન જવું જોઈએ.
@KCRathodUna@SP_GirSomnath@collectorgirsom@drpradyumanvaja@Rivaba4BJP
ગુજરાતમાં ફિક્સ પેને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લા ૧૩ વર્ષથી પેન્ડિંગ છે. ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૨માં ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો. પરંતુ, તેમ છતાં, સરકાર આ કેસ સુપ્રીમ કોર્ટમાં લડી રહી છે.
#Remove_Fixpay_in_gujarat#fixpay
ભારત દેશના સૌથી ગરીબ રાજ્ય બિહારમાં ફિક્સ પગાર નથી છે તો પ્રોબેશન પિરિયડ એ પણ ફક્ત એક વર્ષનો....
સાથે જ ભારતના કોઈપણ રાજ્યમાં બે વર્ષથી વધુ ફિક્સ પગારનો કાર્યકાળ નથી.
તો આપણા વિકસિત અને મોડલ સ્ટેટ ગુજરાતમાં શા માટે ??!!
@CMOGuj@sanghaviharsh#Remove_Fix_Pay_Gujarat