@hdraval93 બંધારણ ના ઘડવૈયા ખૂબ દૂરદર્શી હતા...એમને જોગવાઈ કરી એ પ્રમાણે....કઇ ન થાય....વિધાનસભા ની મુદત પૂરી થાય... નવી સરકાર નો પ્રસ્તાવ મુકાય....શપથ લેવાય..નવી સરકાર કામ ચાલુ કરે.... પેલા બધા રાહ જોશે પાંચ વર્ષે....મેલ પડે એનો
@isudan_gadhvi મને એમ કે આપ વરિષ્ઠ પત્રકાર કહેવાઓ તો ' સમજણ ' હશે..પરંતુ અહીંયા તો અમને પ્રજા ને પણ ખબર પડે છે કે આ પરિસ્થિતિ ભારત ��રકાર દ્વારા ઊભી નથી થઈ....આંતરરાષ્ટ્રીય પરિબળ આધારિત છે.જ્યારે તમે અજ્ઞાનતા નું પ્રદર્શન કરો છો.ને દેશ સુધારવા નીકળ્યા છો..અફસોસ!!
@daki28772 કોઈ પણ કર્મચારી વરસે 80 રજા જ ભોગવી શકે....વેકેશન સ્ટાફ ને બીજા ચોથા શનિવાર રજા ના હોય.... નોન વેકેસનલ સ્ટાફ ને બીજા ચોથા શનિવાર તેમજ E.Lll મળે.એટલે ખોટી માહિતી શેર ના કરવી.બધા 80 રજા જ ભોગવે છે...વેકેશન સહિત.
વિષય: ફિક્સ પગારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા તથા દિવાળી બોનસના લાભો આપવા અંગે વિનંતી.
પ્રતિ,
માનનીય મુખ્યમંત્રીશ્રી,
ગુજરાત રાજ્ય,
ગાંધ���નગર.
સવિનય નમ્ર વિનંતી છે કે,
ગુજરાત રાજ્યમાં વિભિન્ન વિભાગોમાં લાખોની સંખ્યામાં ફિક્સ પગારના કર્મચારીઓ રાજ્યના વિકાસ કાર્યોમાં સમર્પણભાવ સાથે ફરજ બજાવી રહ્યા છે. આ કર્મચારીઓ વર્ષોથી સરકારની વિવિધ યોજનાઓ, શિક્ષણ, આરોગ્ય, ટેકનિકલ, વહીવટી,રેવન્યુ તથા ગ્રામ વિકાસ જેવી મહત્વની સેવાઓમાં સતત યોગદાન આપી રહ્યા છે.
પરંતુ ખૂબ જ ખેદ સાથે જણાવવાનું છે કે, ફિક્સ પગારના કર્મચારીઓ સાથે હજી સુધી ન���યાયપૂર્ણ વલણ ગુજરાત સરકાર દ્વારા અપનાવવામાં આવ્યું નથી.
મુખ્ય મુદ્દાઓ:
1. મોંઘવારી ભથ્થાનો લાભ:
હાલ ગુજરાત સરકારના કાયમી કર્મચારીઓને મોંઘવારી વધારાના આધારે દર છ મહિને મોંઘવારી ભથ્થામાં વધારો આપવામાં આવે છે. તાજેતરમાં તા. 01/07/2025 થી રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને 3% મોંઘવારી ભથ્થો વધારી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે, જે સરાહનીય છે.
પરંતુ ફિક્સ પગારના કર્મચારીઓ પાંચ વર્ષના કરારકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના ભથ્થા કે મોંઘવારીના લાભોથી સંપૂર્ણ રીતે વંચિત રહે છે. તેઓ પણ આ જ મોંઘવારીના સમયમાં જીવન ચલાવી રહ્યા છે, પરંતુ તેમની વાસ્તવિક જરૂરિયાતોને અવગણવામાં આવે છે.
2. દિવાળીમા બોનસનો પ્રશ્ન:
રાજ્ય સરકારે દિવાળી તહેવાર નિમિતે વર્ગ-4 ના કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી છે, જે પ્રશંસનીય છે. પરંતુ એ જ વિભાગોમાં ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓ માટે કોઈ બોનસ કે પ્રોત્સાહન આજ દિન સુધી ��પવામાં આવ્યું નથી.
સમાન ફરજ બજાવતા કર્મચારીઓ વચ્ચે આ પ્રકારનો ભેદભાવ અન્યાયરૂપ છે.
3. ભેદભાવપૂર્ણ નીતિ:
ફિક્સ પગારના કર્મચારીઓ વર્ષોથી વિવિધ વહીવટી, તકનીકી, શિક્ષણ કાર્યોમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. તેઓનો કાર્યભાર કાયમી કર્મચારીઓ સમાન છે, છતાં પણ પગાર, ભથ્થા, બોનસ, અને અન્ય સુવિધાઓમાં અન્યાયપૂર્ણ તફાવત રાખવામાં આવ્યો છે.
“સમાન કાર્ય માટે સમાન વેતન” જેવો બંધારણીય સિદ્ધાંત આ સ્થિતિમાં પૂરો પડતો નથી.
4. ફિક્સ પગારની નીતિનું માનવીય અને આર્થિક મૂલ્યાંકન:
આજના સમયમાં મોંઘવારીના વધારા સાથે જીવનવ્યવહારના ખર્ચમાં સતત વધારો થતો જાય છે. ફિક્સ પગારના કર્મચારીઓને નિશ્ચિત અને મર્યાદિત વેતન મળતું હોવાને કારણે તેમની આર્થિક સ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે.
૫ વર્ષ સુધી કોઈ પણ પ્રકારની પગાર વૃદ્ધિ કે ભથ્થા ન મળવાથી તેમનો ઉત્સાહ ઘટે છે, અને સરકારની વિવિધ યોજનાઓના અમલમાં પણ પ્રભાવ પડે છે.
ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાને રાખી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે,
1. ફિક્સ પગારના કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થાનો તબક્કાવાર લાભ આપવા યોગ્ય ન���તિ ઘડવામાં આવે.
2. દિવાળી તેમજ અન્ય તહેવારો નિમિતે ફિક્સ પગારના કર્મચારીઓને પણ “તહેવાર બોનસ” આપવાની યોજના અમલમાં મુકવામાં આવે.
3. સમાન કાર્ય માટે સમાન વેતનનો સિદ્ધાંત અનુસરતાં, ફિક્સ પગાર નીતિમાં સુધારણા કરી કાયમી કર્મચારીઓ સમાન હક્કો અપાય.
4. રાજ્ય સરકારના વહીવટી તથા આર્થિક તંત્રમાં ફરજ બજાવતા દરેક કર્મચારીને સમાન સન્માન અને પ્રોત્સાહન મળે તે દિશામાં માનવતાવાદી નિર્ણય લેવાય.
ગુજરાત રાજ્યની સંવેદનશીલ અને પ્રજાલક્ષી સરકાર હંમેશાં કર્મચારી હિત માટે પગલા લેતી રહી છે. એ જ આશા સાથે આ રજૂઆત કરવામાં આવે છે કે સરકાર તાત્કાલિક યોગ્ય વિચારણા કરી ફિક્સ પગાર��ા કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થા અને તહેવાર બોનસના લાભથી વંચિત ન રાખે.
આ નીતિમાં સુધારણા થવાથી લાખો ફિક્સ પગારના કર્મચારીઓના પરિવારોને ન્યાય, સમાનતા અને પ્રોત્સાહન મળશે અને તેઓ વધુ ઉમંગથી ફરજ બજાવી શકશે.
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat@CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @irushikeshpatel @Balwantsinh99 @RaghavjiPatel @KanuDesai180 @hdraval93 @AcharyaJay22_17 @JournoJayesh @devanshijoshi71 @DevendraBhatn10 @chetan_pagi @chintanbhogayta @deepakrajani123 @DeepalTrevedie @nidhirpatel6 @garvanitin2 @Janak_Sutariyaa @dave_janak @NewsCapitalGJ @isudan_gadhvi @YAJadeja @Gopal_Italia @jigneshmevani80 @AmitChavdaINC @INCGujarat @AamAadmiParty @PravinRam_ @are_osambhaa @Being_Manass @SidharajsinhjiC @MansiJoshi_17 @Divuahirr @Mayur_ahir79 @HeerAmbitious @I_M_Viral88 @Jatin_Barot_ @kathiyawadiii @Mehul90711 @NiravJoshi0 @RajanThakkar9 @tejasmajithiya5
@shaktisinhgohil @ShankersinhBapu
🥳મારી શાળા...શ્રેષ્ઠ શાળા🥳🥳
આજ રોજ જોટાણા મુકામે મહેસાણા જિલ્લાની ગ્રામ્ય કક્ષા ની શ્રેષ્ઠ શાળા એવોડ ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરી સાહેબ ના વરદ હસ્તે કે એન પટેલ સર્વોદય હાઈસ્કૂલ ને પ્રમાણપત્ર અને 1 લાખ રૂપિયા નો ચેક આપી સન્માનિત કરવા મા આવી 💐💐💐💐