કુંકાવાવ તાલુકાના જંગર ખાતે આયોજિત જન કલ્યાણ શિબિરમાં ઉપસ્થિત રહી સ્થાનિક નાગરિકો સાથે આત્મીય સંવાદ કરવાનો અવસર પ્રાપ્ત થયો. આ પ્રસંગે વિવિધ સરકારી જનકલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી તેમજ પાત્ર લાભાર્થીઓને યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે તે માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી જનહિતકારી યોજનાઓના લાભો અને તેમની અસરકારકતા અંગે પણ માહિતી આપવામાં આવી. છેલ્લા ૧૨ વર્ષમાં પારદર્શક અને જવાબદાર શાસન દ્વારા છેવાડાના માનવીના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે.
જનકલ્યાણ, સેવા અને સુશાસનના સંકલ્પ સાથે સરકારની યોજનાઓ દરેક નાગરિક સુધી પહોંચે અને સૌના સાથ, સૌના વિકાસના મંત્રને વધુ મજબૂત બનાવે તે જ આપણું લક્ષ્ય છે.
*આજે ૨૪ માર્ચ, 'વિશ્વ ટીબી દિવસ' નિમિત્તે કુકાવાવ ITI ખાતે વિદ્યાર્થીઓ માટે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થી ને ટીબી (ક્ષય) જેવા ગંભીર રોગ વિશે સાચી માહિતી આપી, સમાજમાં જાગૃતિ લાવવાનો હતો. @ddoamreli@NHMGujarat
ભાયાવદર (તા.કુંકાવાવ)
ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લઈ દફતર તપાસણી કરીને તાલુકાકક્ષાના સ્ટાફ સાથે સમીક્ષા બેઠક યોજી ગ્રામજનો સાથે સંવાદ કર્યો તેમજ વિકાસના કામો અંગે વિચાર-વિમર્શ કરી પ્રાકૃતિક ખેતી કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.
@CMOGuj@GujDCoffice@GujPRHDept@InfoGujarat
વિકાસ સપ્તાહ 2025
આજ રોજ કુંકાવાવ તાલુકાના તરઘરી ગામે વિકાસ રથનું ઉત્સાહ પૂર્વક સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું
વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત &લોકાપર્ણ, આંખનો નિદાન કેમ્પ તેમજ પોષણયુક્ત વાનગી સ્પર્ધા યોજવામાં આવી.
@CMOGuj@InfoGujarat@GujPRHDept@GujDCoffice
આજરોજ કુંકાવાવ તાલુકા ના વિવિધ ગામોમાં વિકાસ સપ્તાહ ની ઊજવણી માં તાલુકા પંચાયત પ્રમુખ અને સભ્યશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી લાભાર્થીઓ,જ્યાં વૃક્ષારોપણ, શપથ, કીટ વિતરણ કરવામાં આવ્યું
બીજી ઓક્ટોબરના રોજ યોજાયેલ ગ્રામસભામાં આયુષ્યમાન આરોગ્ય મંદિર કુંકાવાવ તાલુકાના આરોગ્ય કર્મચારી દ્વારા હાજરી આપી વિવિધ આરોગ્ય પ્રોગ્રામો વિશે ચર્ચા કરવામાં આવી.......@ddoamreli@CollectorAmr
કુંકાવાવ ના આયુષ્યમાન આરોગ્ય મંદિર વડીયા _3 ને કેન્દ્ર સરકારના ધારાધોરણો મુજબ ગૂણવતાસભર આરોગ્ય સેવાઓ બાબતે Quality Council of India ની કેન્દ્રની ટીમ દ્વારા આરોગ્યના વિવિધ માપદંડો બાબતે વર્ચ્યુઅલ ઍસેસમેન્ટ કરતા રાષ્ટ્રીય કક્ષાનુ NQAS પ્રમાણપત્ર મળ્યુ
@CollectorAmr@ddoamreli
આજરોજ નાયબ મુખ્ય દંડક શ્રી નિ ઉપસ્થતિમાં "સ્વસ્થ નારી સશક્ત પરિવાર" અભિયાન ની ઉજવણી નિમિતે સામુહિક આરોગ્ય કેન્દ્ર વડીયા ખાતે મેગા નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં લોકોએ બહોળા પ્રમાણમા ઉપસ્થિત રહી આ નિઃશુલ્ક સારવાર કેમ્પનો લાભ લીધો. @ddoamreli@NHMGujarat
મચ્છર નહીં તો મલેરિયા,
ડેન્ગ્યુ, ચિકનગુનિયા નહીં !
પાણી ભરેલ તમામ પાત્રો હવાચુસ્ત ડાકણ થી ઢાંકીને રાખો, ખુલ્લામાં પડેલ ભંગાર/ટાયરનો નિકાલ કરો, ખુલ્લી ટાંકીયોમાં ગપ્પી માછલીઓ મુકાવો અને મચ્છરના ડંખથી બચો.
#મલેરિયામુકતઅમરેલી@CollectorAmr@ddoamreli@HealthDeptGuj@OfficerIec
આયુષ્માન ભવ:
આજ રોજ માન.ડી.ડી.ઓ.સાહેબ અને સી.ડી.એચ.ઓ.સાહેબ અમરેલી ના માર્ગદર્શન નીચે કુંકાવાવ તાલુકા માં આયુષ્માન ભારત હેલ્થ & વેલનેશ સેન્ટરમાં આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવેલ. જેમાં માન. પદાધિકારી ઓ/અધિ.શ્રીઓ અને લોકો હાજર રહ્યા.
@CMOGuj@ddoamreli@NHMGujarat@InfoGujarat