આજે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટરશ્રી સાથે બેઠક યોજી.
રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને LPG જથ્થાની વર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી.
સમગ્ર રાજ્યમાં હાલ LPG, PNG અને પેટ્રોલ-ડીઝલની સ્થિતિ સામાન્ય છે અને પુરવઠો પૂરતા પ્રમાણમાં છે.
રાજ્યના અમુક સ્થળોએ અફવાઓના કારણે વેચાણમાં થોડો ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ઇંધણનો સમયસર પુનઃ પુરવઠો આપવામાં આવી રહ્યો છે.
દરેક જિલ્લામાં આવશ્યક ઈંધણનો પુરવઠો અવિરતપણે જળવાઈ રહે અને નાગરિકોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે વહીવટીતંત્રને સતત દેખરેખ રાખવા અને પૂરતું સંકલન સાધવા કલેક્ટરશ્રીઓને જરૂરી સૂચનાઓ આપી.
રાજ્યના નાગરિકોને નમ્ર અપીલ છે કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, માટે ઈંધણની અછત અંગેની કોઈપણ અફવાઓથી દૂર રહેવું અને ગભરાટમાં આવીને બિનજરૂરી ખરીદી ન કરવી.
આજનો ‘શિક્ષક દિવસ’ મારા માટે (અને ગુજરાત માટે પણ) ખાસ બની રહેવાનો છે.
ગુજરાતના જુદા-જુદા અંતરિયાળ તાલુકાઓની સરકારી શાળાઓમાં શિક્ષણનો ઉજાસ પાથરી રહેલા 37 જેટલા શિક્ષકોને આજે મારા ગાંધીનગરના નિવાસસ્થાને આમંત્રિત કરીને તેમના અનુભવો જાણવાનો મને અવસર મળશે.
જેમાં મેઘરજ અને નસવાડી જેવા આદિવાસી વિસ્તારોના શિક્ષકોથી લઈને છેક કચ્છના અબડાસા, રાપર જેવા તાલુકાઓના શિક્ષકો પણ છે. કોઈએ શાળામાં વિજ્ઞાન પ્રત્યે વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા ઉભી કરી છે, તો કોઈએ શાળામાં 100 ટકા હાજરી સુનિશ્ચિત કરીને વ્યસનમુક્ત શાળા ઉભી કરી છે.
અનેક મુશ્કેલીઓ અને સંઘર્ષોને ઓળંગીને આ ગુરુજનોએ શિક્ષણનો યજ્ઞ અખંડ રાખ્યો છે. સારસ્વતો સાથેનો આ સંવાદ સાચે જ પ્રેરણા સંવાદ બની રહેશે. ગુજરાતની શિક્ષણયાત્રાને નવઊર્જા આપવામાં પણ આ શિક્ષકોનો અનુભવ ખૂબ ઉપયોગી બની રહેશે.
આગામી દિવસોમાં પણ અલગ-અલગ ક્ષેત્રોમાં સુંદર કામગીરી કરી રહેલા આવા કર્મયોગીઓ સાથે ‘પ્રેરણા સંવાદ’ કાર્યક્રમનો ઉપક્રમ કરવાની મારી લાગણી છે.
#PrernaSamvad
#TeachersDay
દેશની આંતરરાષ્ટ્રીય સરહદ પરની પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને નાગરિકોને કોઈ પણ પ્રકારનો ડર કે ગભરાટ રાખ્યા વિના તંત્ર દ્વારા વખતોવખત આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવે છે. નાગરિકોને અફવાઓથી દૂર રહેવા તેમજ સોશ્યલ મીડિયામાં આવતી ચકાસ્યા વિનાની બાબતોને આગળ ન ફેલાવવા પણ વિનંતી કરવામાં આવે છે.
ભારતની સુરક્ષા માત્ર સીમાઓ પર જ નહીં પણ આપણા ઘરથી શરૂ થાય છે.
માટે, આવો મોકડ્રીલ દરમિયાન દરેક પરિસ્થિતિમાં આ વીડિયોમાં દર્શાવેલા ઉપાયો અપનાવીએ.
#MockDrillGuj
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાના પગલે ત્યાં પ્રવાસ અર્થે ગયેલ ગુજરાતના પરિવારોની સુરક્ષા અને સલામતી માટે રાજ્ય સરકાર જમ્મુ કાશ્મીર તંત્ર સાથે સતત સંકલનમાં છે.
ગુજરાતના પ્રવાસીઓ હેમખેમ વતનમાં પરત ફરે તે માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકાર જરૂરી વ્યવસ્થાઓ કરી રહી છે.
આ માટે રાજ્ય સરકારે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે બે હેલ્પલાઇન નંબર શરૂ કર્યા છે. યાત્રિકો અને તેમના પરિવારજનો લેન્ડલાઈન નંબર 079-23251900 અને મોબાઈલ નંબર 99784 05304 પર સંપર્ક કરીને સુરક્ષા વિષયક બાબતો તેમજ ગુજરાત પરત ફરવા અંગે સંકલન સાધી શકશે, તેમજ જરૂરી મદદ મેળવી શકાશે.
GAS Association salutes the fallen soldiers who were martyred while safeguarding India’s sovereignty and territorial integrity.
May their souls rest in peace. We extend our deepest condolences to their families.
We stand in solidarity with the Armed Forces.
@adgpi
ખેડા જિલ્લાના પ્રજાજનોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રીશ્રીના આહવાન મુજબ 'યોગા એટ હોમ, યોગા વિથ ફેમિલી' તથા 'યોગ કરીશું, કોરોનાને હરાવીશું' અભિયાનમાં જોડાવવા નમ્ર અપીલ છે.
Visited Sub Jail, Mahemdavad under the guidance of @collectorkheda and ensured that good quality food, sanitation facilities is available to Under Trial Prisoners. @pkumarias@SPKheda
Shramik special train departed from Nadiad railway station to Bilaspur, Chhatisgarh with 1687 passengers including 874 of Mahemdavad taluka and 799 of Kheda taluka. @collectorkheda@pkumarias@CMOGuj
ખેડા તાલુકાના ૫૨૫ અને મહેમદાવાદ તાલુકાના ૧૦૪ સહિત ખેડા જિલ્લાના કુલ ૧૩૦૪ શ્રમિકોને નડિયાદ રેલવે સ્ટેશનથી સ્પેશિયલ ટ્રેન દ્વારા ઉત્તર પ્રદેશ ના કાસગંજ મોકલવામાં આવ્યા. @collectorkheda@pkumarias@CMOGuj