સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર. ૬ (કતારગામ)ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર કુમારી જયશ્રીબેન વરિયાને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ધાયુ જીવન અને જનસેવામાં કાર્યરત રહેવા માટે નવી ઊર્જા પ્રદાન કરે એવી હૃદયપૂર્વક પ્રાર્થના.
કતારગામ વિસ્તારની નારાયણનગર સોસાયટીમાં રહેતા વડીલ વિમળા બા ને એક વર્ષ પહેલા આયુષ્માન કાર્ડમાં હૃદય ની સારવાર કરાવી હતી આજે તેમના ખબર અંતર પૂછયા અને તેના આશીર્વાદ મેળવ્યા.
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસને “સેવા દિવસ” તરીકે ઉજવવાના પાવન અવસરે વોર્ડ નંબર 7 ની લક્ષ્મીકાંત સોસાયટીની વાડી ખાતે આયોજિત “બ્લડ ડોનેશન કેમ્પ”માં ઉપસ્થિત રહી સૌને વધુમાં વધુ રક્તદાન કરવા તેમજ વિવિધ સેવાકીય કાર્યોમાં ઉત્સાહભેર સહભાગી બનવા અપીલ કરું છું.
વિઘ્નહર્તા, મંગલમૂર્તિ અને બુદ્ધિના દાતા એવા ભગવાન શ્રી ગણેશજીના પાવન પર્વ ‘ગણેશ ચતુર્થી’ નિમિત્તે સૌને હાર્દિક શુભકામનાઓ.
શ્રી ગણેશજીની કૃપાથી સૌના જીવનમાંથી તમામ વિઘ્નો દૂર થાય, સુખ-શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય તથા દરેકના સંકલ્પો સફળ થાય તેવી હૃદયપૂર્વક પ્રાર્થના.
કતારગામ વિસ્તારની સહજાનંદ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાના જરૂરી વિકાસકાર્યો પૂર્ણ થતા શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું પવિત્ર આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત રહી સૌ સોસાયટી પરિવારજનોને મળવાનો અવસર મળ્યો.