આજરોજ સાવરકુંડલા તાલુકાના ગ્રામસેવક શ્રી તુલસીભાઈ ડાભી તેમના સેજાના ગામોમાં પાક પરિસ્થિતિ મુલાકાત દરમિયાન ગૌ માતાને મુશ્કેલીમાં જોઈ સ્થાનિક ખેડૂતોને મદદમાં લઈ ગૌમાતાને કાદવ માંથી બહાર કાઢી સુંદર ફરજ સાથે સેવા કેમ થાય એ ઉદાહરણ આપ્યું ... @agriamreli01@Infoamreligog@ddoamreli
તા. 18 મે, આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ
આ દિવસની ઉજવણીનો હેતુ સમાજને સંગ્રહાલયના મહત્ત્વ વિશે જાગૃત કરવાનો છે. આપણા સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને સુરક્ષિત રાખવા તેમજ તેના પ્રચારમાં સંગ્રહાલય મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સંગ્રહાલય દ્વારા આપણી આસપાસની ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્ત્વ ધરાવતી ચીજવસ્તુઓને એકત્રિત કરીને તેને સુરક્ષિત રાખવામાં આવે છે.
#InternationalMuseumDay #InternationalMuseumDay2026