ભારત સરકાર દ્વારા હાથ ધરનારી જનગણના-2027 અંતર્ગત તા.17 મે 2026 થી 31 મે 2026 દરમિયાન સ્વ-ગણના (Self-Enumeration) સ્વ-ગણતરી પોર્ટલ https://t.co/Ik4ALWwOx2 પર પોતાની માહિતી ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી પોતાની તથા પરિવારની માહિતી નોંધાવી શકાશે.
@CensusIndia2027#Census2027
સરકારશ્રી દ્વારા*રાસાયણિક ખાતરનો સંતુલિત અને સમતોલ ઉપયોગ અંગે ખાસ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લાના બાબરાના નડાળા ખાતે ખેતીવાડી વિભાગ દ્વારા તાલીમ યોજી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું.
@CollectorAmr@ddoamreli
@Infoamrelig
@agriamreli01
આજ રોજ બગસરા તાલુકાના કાગદડી ગામે *સંકલિત અને સમતોલ ખાતરના ઉપયોગ બાબતે* તથા ફાર્મર રજીસ્ટ્રી અને માટીના નમુના કેવી રીતે લેવા અને સોઇલ હેલ્થ રિપોર્ટ મુજબ ખાતર વાપરવું તે બાબતની માહિતી આપવામાં આવી @SDM_KVNanda ,@agriamreli01
આણંદની દીકરીએ અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ડેવિસમાં નાસા અનુદાનિત ફેલોશીપ મેળવી અંતરીક્ષમાં છ નવી આકાશગંગાઓના સમૂહને શોધી કાઢ્યા; છ નવા સમૂહોને દ્રષ્ટિ, શ્રવણ, સુરભિ, રુચિ, સ્પર્શ, સ્મૃતિ એવા નામો આપી ભારતનું ગૌરવ વધાર્યું...
આણંદની દીકરી એકતા શાહે દર્શાવ્યું કે બ્રહ્માંડના બાળપણમાં સમૂહમાં રહેતી ગેલેક્સીઓમાં શક્તિશાળી બ્લેકહોલનું પ્રમાણ એકલી ગેલેક્સીઓ કરતાં લગભગ ચાર ગણું વધારે હતું...
સતત 9 વર્ષ સુધી અમેરિકામાં સંશોધન કાર્ય કરી એકતા હવે સ્વદેશ પરત ફરી છે; તેઓની નાસાની સબજેક્ટ એક્સપર્ટ પેનલમાં સમાવેશ થયેલ છે અને હાલમાં પણ તેમનું એસ્ટ્રો ફિઝિક્સમાં રિસર્ચ આણંદથી ચાલુ છે...
#Nationalscienceday
કચ્છના ખેડૂતની 'સોના-100' ખારેક બની દેશની પ્રથમ અધિકૃત પબ્લિક વેરાયટી...
કચ્છના મુન્દ્રા તાલુકાના ખેડૂત મેઘરાજ બારોટ દ્વારા વિકસાવવામાં આવેલી ખારેકની ‘સોના-100’ જાતનું ‘પ્લાન્ટ પ્રોટેક્શન વેરાયટી એન્ડ ફાર્મર્સ રાઈટ્સ એક્ટ’ અંતર્ગત દિલ્હી ખાતે રજીસ્ટ્રેશન કરાયું...
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા પાંચ વર્ષ સુધી પરીક્ષણ અને મૂલ્યાંકન કરાયા બાદ 'સોના-100'નું રજિસ્ટ્રેશન કરાયું...
‘સોના-100’ જાતની વિશેષતા એ છે કે તેના ફળ લાલ રંગના, 25 ગ્રામથી વધુ વજન ધરાવતા અને અત્યંત મીઠા હોય છે; જે વરસાદી વાતાવરણ સામે પણ ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે અને પ્રતિ વૃક્ષ 100થી 125 કિગ્રા ઉત્પાદન આપે છે...
#drydates #kutchfarming #kutch #mundra #DantiwadaKrishiUniversity