દિયોદર પ્રાંતના સૌથી વધુ આબાદી ધરાવતા ગામ રૈયા મુકામે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું .આ સભામાં વિવિધ યોજનાઓ તેમજ ક્રૃષિ ઇન પુટ સબસીડી તેમજ અછત અને ટેકાના ભાવે મગફળી ખરીદી અંગે ચર્ચા કરવામાં આવી અને પ્રશ્નનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો...
દિયોદર પ્રાંતના મોજે કોટડા (દી)મુકામે રાત્રિ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું. આ સભામાં વિવિધ યોજનાઓ તેમજ લોક સમૂહના પ્રશ્નનોની વિસ્તૃત ચર્ચા તેમજ યોગ્ય નિકાલ કરવામાં આવ્યો..
દિયોદર અને લાખણી તાલુકા લેન્ડ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકમાં વિમુક્ત વિચરતી જાતિના પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સહિત કુલ 29 લાભાર્થીઓને પ્લોટ મંજૂર કરવામાં આવ્યા...
ધ્રાંડવ પ્રાંત દિયોદર રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું આ સભામાં વિવિધ પ્રકારની યોજનાઓની માહિતી આપી તેમજ ગામના પ્રાણ પ્રશ્નોની વિશદતાથી ચર્ચા વિચારણા કરવામાં આવી... તાલુકાના તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
દિયોદર પ્રાંતમાં સમાવિષ્ટ સણાવ ગામે તા.૦૧/૧૦/૨૦૧૮ ના રોજ પરિશિષ્ટ-અ,ગામ તપાસણી અને હિસાબ તપાસણી કરવામાં આવી. આ અંતર્ગત ગ્રામસભા,આંગણવાડી, પ્રાથમિકશાળા તથા વાજબી ભાવની દુકાનની મુલાકાત લીધી અને ગામલોકો સાથે પરામર્શ કર્યો.