સેવા, સુશાસન અને રાષ્ટ્ર ઉત્થાનના ૧૨ વર્ષ: પ્રગતિના પંથે અવિરત કદમ!
આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના દ્રઢ સંકલ્પ અને પ્રેરણાદાયી નેતૃત્વમાં દેશની ગૌરવશાળી વિકાસયાત્રાના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે, Nadkarni’s 21st Century Hospital, પારડીની મુલાકાત લીધી.
આ પ્રસંગે હોસ્પિટલના અગ્રણી તબીબો ડૉ. વૈભવ નાડકર્ણી, ડૉ. કિશોર નાડકર્ણી, ડૉ. સૌમ્યા નાડકર્ણી અને ડૉ. જીજ્ઞા ગરાસિયા સહિતના પ્રબુદ્ધ ચિકિત્સકો અને આરોગ્ય ક્ષેત્રના અગ્રણીઓ સાથે ખૂબ જ સકારાત્મક સંવાદ યોજ્યો.
મુલાકાત દરમિયાન, છેલ્લા એક દાયકાથી વધુ સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા આરોગ્ય સેવાઓમાં લાવવામાં આવેલી ક્રાંતિ, આયુષ્માન ભારત જેવી જનકલ્યાણકારી યોજનાઓ, આત્મનિર્ભર ભારતનો સંકલ્પ અને ગરીબ કલ્યાણ અર્થે થયેલા ઐતિહાસિક કાર્યો વિશે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી. દેશના સર્વાંગી વિકાસમાં તબીબોનું યોગદાન હંમેશા વંદનીય રહ્યું છે.
સુરત ખાતે મહામહિમ રાજ્યપાલ શ્રી @ADevvrat જી અને માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી, માન. કેન્દ્રીય મંત્રી શ્રી @CRPaatil જી, નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh જીની પ્રેરક ઉપસ્થિતિમાં 'ગુજરાત ગૌરવ દિવસ'ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણીમાં સહભાગી થવાનો સુખદ અવસર મળ્યો.
આ અવસરે રાજ્યના નાણા મંત્રી તરીકે મને એ વાતનો વિશેષ આનંદ છે કે, સુરતના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવા માટે માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા સુરત મહાનગરપાલિકા, નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતો માટે પ્રત્યેકને ₹2.5 કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તેનાથી સુરત અને તેની આસપાસના વિસ્તારોના વિકાસને એક નવું બળ મળશે અને સ્થાનીય નાગરિકોની જન સુખાકારીમાં પણ વધારો થશે. આ ઉત્તમ સૌગાત બદલ સૌ સુરતવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને 'અભણ' કહી પોતાની માનસિકતા છતી કરી છે. મારો અમિત ચાવડા અને તુષાર ચૌધરીને સીધો સવાલ છે - તમે કોની સાથે છો? ગુજરાતના આત્મસન્માન સાથે કે અપમાન કરનારી કોંગ્રેસ સાથે?
૬.૫ કરોડ ગુજરાતીઓનું આ અપમાન ગુજરાત ક્યારેય નહીં ભૂલે!
સત્તા એ અમારી સેવાનું પરિણામ છે!
ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર 365 દિવસ જનતાની વચ્ચે રહે છે. 156 બેઠકોનો ઐતિહાસિક ટાર્ગેટ હોય કે લોકસભાનો ક્લીન સ્વીપ, આ બધું કાર્યકરોના સમર્પણને આભારી છે.
હવે સ્થાનિક સ્વરાજ્યમાં આપણે દરેક બૂથ પર કમળ ખીલવીશું.
:- માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જી
#કમળ_ખીલશે_વિકાસ_જીતશે
માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જી દ્વારા પ્રદેશ સંકલન સમિતિ (કોર ગ્રુપ)ની જાહેરાત કરવામાં આવી.
સૌ નવનિયુક્ત સદસ્યશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.
@manishdesai81@DdoValsad@collectorvalsad@CMOGuj@revenuegujarat મારા મત મુજબ હુ તો કહુ દીન 7 માં જ પંવાનગી આપવી જોઇએ જેથી નાણા ની જરુરીયાતમંદ આદીવાસી પરીવાર જમીન વેચી તેનુ યોગ્ય આયોજન કરી શકે... જેટલુ લંબાય એટલુ આદીવાસી નુ શોષણ વધુ કહેવાય.. હુ તો નજરે જોનાર સાક્ષી છુ..
સેવા પખવાડા કાર્યશાળા – પારડી શહેર
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની સૂચના અનુસાર સેવા પખવાડાના કાર્યક્રમ અંગેની પારડી શહેર ની બેઠક યોજાઇ.
આ કાર્યશાળામાં સેવા પખવાડા ઉજવણી અંગે માર્ગદર્શન આપ્યું. સંગઠનના આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.