આજરોજ જિ.પં.બોટાદ ખાતે રાજ્ય સભાના માન. સાંસદશ્રી કેસરીસિંહજીના અધ્યક્ષ સ્થાને માન.DDOશ્રી, તમામ અધિકારીશ્રી પદાધિકારીશ્રીની ઉપસ્થિતિમાં આગામી તા.૨૯મી નવેમ્બર-૨૦૨૫ના રોજ બોટાદ જિલ્લામાં AIMS હોસ્પિટલ,રાજકોટની તબીબી નિષ્ણાંત ટીમ દ્વારા મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરવા મિટિંગ યોજેલ.
આજરોજ બોટાદ શહેરી વિસ્તાર UPHC-2 ના યમુનાનગર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા મમતા દિવસ ની મુલાકાત લેવામાં આવેલ તેમજ લાભાર્થી સાથે રસીકરણ બાબતે જરૂરી આરોગ્યલક્ષી શિક્ષણ આપવામાં આવેલ. @prafulpbjp@uphc2botad
આગામી તારીખ 29/11/2025 ના રોજ સવારે 8:00 વાગ્યા થી બપોરના 2:00 વાગ્યા સુધી બોટાદ સ્વામિનારાયણ ગુરુકુળ, ગઢડા રોડ ખાતે એઈમ્સ (AIIMS) હોસ્પિટલ રાજકોટના સહયોગથી નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે તેમજ કેમ્પમાં આવનાર નિષ્ણાંત તબીબો દ્વારા નિઃશુલ્ક દવા આપવામાં આવશે.
બોટાદ શહેર ગઢડા રોડ, સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે તા. 29/11/2025 ને શનિવારના રોજ સવારે 8:00 વાગ્યા થી બપોર ના 2:00 વાગ્યા સુધી AIIMS રાજકોટના નિષ્ણાંત તબીબો દ્વારા મેગા મેડિકલ કેમ્પ યોજાનાર છે, જેમાં નિઃશુલ્ક સારવાર, દવા આપવામાં આવશે. સર્વ બોટાદની જનતાને આ કેમ્પનો લાભ લેવા વિનંતી.