CCE -2 પંચાયતની ભરતી નથી, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી ડિપાર્ટમેન્ટ માંથી માંગનાપત્રક મંગાવવામાં આવ્યા છે અને પંદર દિવસની અંદર જાહેરાત આવી જશે. આ પરીક્ષા ડિસેમ્બરમાં લેવાનું આયોજન છે. CCE ની નવી જ ભરતી છે. અગાઉની ભરતીમાં રહી ગયેલા ને મળશે તક.@tv13gujarati
GPSC માં લાંબા સમયથી છ સભ્યની પોસ્ટ ખાલી..!
ખાલી પોસ્ટના વાકે અનેક પરીક્ષાના પરિણામ જાહેર થઈ ગયા હોવા છતાં ગોકુળ ગાયની ગતિએથઈ રહ્યા છે ઇન્ટરવ્યૂ
47 નંબરની ક્લાસ 1અને 2ના 1734 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ હજુ પણ પેન્ડિંગ
3000 થી વધુ ડોક્ટરના નથી લેવાયા ઇન્ટરવ્યૂ..
હજારો ઇન્ટરવ્યૂ પેન્ડિંગ હોવા છતાં સભ્યોની નિમણૂકના મામલે નિરુત્સાહીવલણ.@tv13gujarati
CCE ની 5000 પોસ્ટ માટે બહાર પડનારી ભરતીને હજુ દસ દિવસ લાગશે. નવા નિયમો માટે પ્રકરણ ફરી વૈધાનિક વિભાગમાં પહોંચ્યું. 25મી ડિસેમ્બર આસપાસ ભરતી ની જાહેરાત થાય તેવી સંભાવના.@tv13gujarati
@CMOGuj સાહેબ શ્રી આંકડા મદદનીશ અને સંશોધન મદદનીશની ભરતીના 2 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે તેમ છતાં હજુ સુધી નિમણૂંક પત્ર આપવામાં આવ્યા નથી. વહેલી તકે નિમણૂંક પત્ર આપવામાં આવે એવી વિનંતી.....
@CMOGuj સાહેબ શ્રી આંકડા મદદનીશ અને સંશોધન મદદનીશની ભરતીના 2 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે તેમ છતાં હજુ સુધી નિમણૂંક પત્ર આપવામાં આવ્યા નથી. વહેલી તકે નિમણૂંક પત્ર આપવામાં આવે એવી વિનંતી.....
@CMOGuj સાહેબ શ્રી આંકડા મદદનીશ અને સંશોધન મદદનીશની ભરતીના 2 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે તેમ છતાં હજુ સુધી નિમણૂંક પત્ર આપવામાં આવ્યા નથી. વહેલી તકે નિમણૂંક પત્ર આપવામાં આવે એવી વિનંતી.....
@CMOGuj સાહેબ શ્રી આંકડા મદદનીશ અને સંશોધન મદદનીશની ભરતીના 2 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે તેમ છતાં હજુ સુધી નિમણૂંક પત્ર આપવામાં આવ્યા નથી. વહેલી તકે નિમણૂંક પત્ર આપવામાં આવે એવી વિનંતી.....🙏🙏🙏
@CMOGuj સાહેબ શ્રી આંકડા મદદનીશ અને સંશોધન મદદનીશની ભરતીના 2 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે તેમ છતાં હજુ સુધી નિમણૂંક પત્ર આપવામાં આવ્યા નથી. વહેલી તકે નિમણૂંક પત્ર આપવામાં આવે એવી વિનંતી.....
CCE માટે આવ્યા સૌથી મોટા સમાચાર
15 દિવસની અંદર થઈ શકે છે ભરતીની જાહેરાત
આશરે 5500થી વધુ પોસ્ટ માટે આવી રહી છે જાહેરાત
15 મી ડિસેમ્બર સુધીમાં જાહેરાત કરી દેવાની છે ગણતરી
CCE ના નવા નિયમોને મળી ગઈ છે મંજૂરી
મુખ્યમંત્રી કાર્યાલયની લીલી ઝંડી મળ્યા પછી થઈ શકે છે જાહેરાત
તાજેતરમાં જ મુખ્યમંત્રીએ ભરતી ઝડપથી કરવા આપી છે સૂચના
5000 થી વધુને નિમણૂક પત્ર મળી ગયા બાદ હવે વધુ ભરતી ની જાહેરાત થશે
CCE ની રાહ જોઈ રહેલા ઉમેદવારોને મળશે સારા સમાચાર
CCE ના ઉમેદવારોને તારીખ 19 મી નવેમ્બરના રોજ આપવામાં આવનાર નિમણૂક પત્રનો કાર્યક્રમ રહેશે મુલતવી. કેટલાક ડિપાર્ટમેન્ટોમાં પ્રમાણપત્ર ચકાસણી છે બાકી. અનેક ઉમેદવારને મેસેજથી કરવામાં આવી છે જાણ. સોમવારે થઈ શકે છે સત્તાવાર જાહેરાત.@tv13gujarati
CCEના ઉમેદવારો માટે સમાચાર
5400 ઉમેદવારોને તારીખ 19 નવેમ્બરના રોજ CMના હસ્તે અપાશે નિમણૂક પત્ર.
A અને B ગ્રુપના પસંદ થયેલા ઉમેદવારોને મળશે ઓર્ડર. મહાત્મા મંદિર ખાતે યોજાઇ શકે કાર્યક્રમ
દરેક ડિપાર્ટમેન્ટ ઉપર જઈ રહ્યા છે પત્ર.
ટુંક સમયમાં થશે જાહેરાત
#cce@tv13gujarati
CCE ના ઉમેદવારો માટે આવ્યા સારા સમાચાર.. આશરે 5400 ઉમેદવારોને તારીખ 19 નવેમ્બરના રોજ મુખ્યમંત્રીના હસ્તે અપાશે નિમણૂક પત્ર. A અને B ગ્રુપના પસંદ થયેલા ઉમેદવારોને મળશે ઓર્ડર. મહાત્મા મંદિર ખાતે યોજાઇ શકે છે કાર્યક્રમ. દરેક ડિપાર્ટમેન્ટ ઉપર જઈ રહ્યા છે પત્ર. ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત.@tv13gujarati
અદ્ભુત!
બેદરકારી કે છબરડાનો સર્વશ્રેષ્ઠ કોઈ એવોર્ડ હોય તો "ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી" ને એનાયત કરજો જરા.
કેમ કે અહીંયાંના પરીક્ષા વ્યવસ્થાને તોલે કોઈ ન આવે! આ તો 'ડબલ ધમાકા' ઓફર કહેવાય !“વિદ્યાર્થીઓ માટે પરીક્ષા, અને યુનિવર્સિટીના માટે ‘ટેસ્ટ ઑફ બેદરકારી!’”
વાત જાણે એમ છે કે...
#કચ્છ_યુનિવર્સિટી માં તારીખ ૦૮/૧૦/૨૦૨૫ થી એટલે કે ચાર દિવસ થી શરૂ થયેલી #BBA સેમ 5 અને #MBA ઈન્ટિગ્રેટડ સેમ 5 પરીક્ષાઓ "સવારે અને બપોરે" એમ અલગ અલગ સમયમાં, પરંતુ પેપર બેઠેબેઠું એનું એજ, અરે કાનોમાત્ર માં પણ બદલાવ નહીં.
“સવારે જે પ્રશ્ન, બપોરે એ જ પ્રશ્ન — જાણે કચ્છ યુનિવર્સિટીએ ‘#રિપીટ_ટેલિકાસ્ટ’ શરૂ કરી દીધું લાગે છે!”
છે ને અદ્ભુત ક્રાંતિ...
📌સવાર ના 10:30 થી 12:30 ભાગ માં BBA સેમેસ્ટર ૫ ની પરીક્ષા હોઈ અને બપોર પછી ના 2:30 થી 4:30 સમય માં MBA ઇન્ટિગ્રેટડ સેમ ૫ ની પરીક્ષા હોઈ જેમાં યુનિવર્સિટી ની ગંભીર બેદરકારી અને લાપરવાહી એ કે સમય અલગ પણ પ્રશ્નપત્ર એક જ !!
📌આને કહેવાય 'સમયની બચત' અને 'કાગળની કરકસર'! પરંતુ વાસ્તવિકતામાં કહેવાય બુદ્ધિનું દેવાળું ફૂંક્યું અને પરીક્ષા નિયામકની ઘોર બેદરકારી.
🛑અને હા, હજી સાંભળો,
આવું ફક્ત એક પેપરમાં નહીં હો, 4 દિવસથી 4 4 પેપર માં આવું જ થયું છે... છે ને કમાલ..🙄
🤔યુનિવર્સિટીની બેદરકારી તો જોવો પ્રશ્નપત્ર સરખા જ રાખવા હતા તો બન્ને પ્રશ્નપત્રના ના સમય એક કેમ ન રાખ્યા !?
📍ક્રન્તિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી (જેમનું નામ લીધા પછી પણ ક્રાંતિ થતી નથી)'ઝેરોક્ષ' શિક્ષણની કમાલ! ચાલ્યા કરે છે. ! આમ તો યુનિવર્સિટીને 'જ્ઞાનનો દરિયો' કહેવાય ત્યાં કચ્છ યુનિવર્સિટી '#બેદરકારીના_સમુદ્ર' માં ગોથા ખાય કરે છે.
જ્યારથી ચહિતિ ખાનગી એજન્સી ને કામ સોંપાયું છે ત્યારથી આવી જ હાલત છે. કોન્ટ્રાકટર કમાણી કરે, યુવાનો ભોગ બને..
📌તારીખ ૦૮/૧૦/૨૦૨૫ થી શરૂ થયેલી પરીક્ષાઓમાં જે ઐતિહાસિક ભૂલ કરી છે, તે તો આવનારી પેઢીઓ માટે 'કેસ સ્ટડી' બની રહેશે.
🛑“પેપર નહીં, સિસ્ટમ લીક થઈ ગઈ છે!”
#KachchhUniversity #ExamScam #RepeatTelecastUniversity #DoubleDhamakaExam #TestOfNegligence #PaperRepeatSaga #UniversityNegligence #StudentsDeserveBetter #EducationGoneWrong
@Bhupendrapbjp@EduMinOfIndia@prafulpbjp@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u
📌કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયકની સ્પેશીયલ ભ૨તી અંતર્ગત સામાજિક વિજ્ઞાન અને ભાષાઓની જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ક્રમશ: સામાન્ય ભ૨તી અને કચ્છ ભ૨તીના ગણિત વિજ્ઞાન વિષયની જિલ્લા પસંદગીની કાર્યવાહી શરૂ ક૨વામાં આવનાર છે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
વિષય: ફિક્સ પગારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા તથા દિવાળી બોનસના લાભો આપવા અંગે વિનંતી.
પ્રતિ,
માનનીય મુખ્યમંત્રીશ્રી,
ગુજરાત રાજ્ય,
ગાંધીનગર.
સવિનય નમ્ર વિનંતી છે કે,
ગુજરાત રાજ્યમાં વિભિન્ન વિભાગોમાં લાખોની સંખ્યામાં ફિક્સ પગારના કર્મચારીઓ રાજ્યના વિકાસ કાર્યોમાં સમર્પણભાવ સાથે ફરજ બજાવી રહ્યા છે. આ કર્મચારીઓ વર્ષોથી સરકારની વિવિધ યોજનાઓ, શિક્ષણ, આરોગ્ય, ટેકનિકલ, વહીવટી,રેવન્યુ તથા ગ્રામ વિકાસ જેવી મહત્વની સેવાઓમાં સતત યોગદાન આપી રહ્યા છે.
પરંતુ ખૂબ જ ખેદ સાથે જણાવવાનું છે કે, ફિક્સ પગારના કર્મચારીઓ સાથે હજી સુધી ન્યાયપૂર્ણ વલણ ગુજરાત સરકાર દ્વારા અપનાવવામાં આવ્યું નથી.
મુખ્ય મુદ્દાઓ:
1. મોંઘવારી ભથ્થાનો લાભ:
હાલ ગુજરાત સરકારના કાયમી કર્મચારીઓને મોંઘવારી વધારાના આધારે દર છ મહિને મોંઘવારી ભથ્થામાં વધારો આપવામાં આવે છે. તાજેતરમાં તા. 01/07/2025 થી રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને 3% મોંઘવારી ભથ્થો વધારી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે, જે સરાહનીય છે.
પરંતુ ફિક્સ પગારના કર્મચારીઓ પાંચ વર્ષના કરારકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના ભથ્થા કે મોંઘવારીના લાભોથી સંપૂર્ણ રીતે વંચિત રહે છે. તેઓ પણ આ જ મોંઘવારીના સમયમાં જીવન ચલાવી રહ્યા છે, પરંતુ તેમની વાસ્તવિક જરૂરિયાતોને અવગણવામાં આવે છે.
2. દિવાળીમા બોનસનો પ્રશ્ન:
રાજ્ય સરકારે દિવાળી તહેવાર નિમિતે વર્ગ-4 ના કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી છે, જે પ્રશંસનીય છે. પરંતુ એ જ વિભાગોમાં ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓ માટે કોઈ બોનસ કે પ્રોત્સાહન આજ દિન સુધી આપવામાં આવ્યું નથી.
સમાન ફરજ બજાવતા કર્મચારીઓ વચ્ચે આ પ્રકારનો ભેદભાવ અન્યાયરૂપ છે.
3. ભેદભાવપૂર્ણ નીતિ:
ફિક્સ પગારના કર્મચારીઓ વર્ષોથી વિવિધ વહીવટી, તકનીકી, શિક્ષણ કાર્યોમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. તેઓનો કાર્યભાર કાયમી કર્મચારીઓ સમાન છે, છતાં પણ પગાર, ભથ્થા, બોનસ, અને અન્ય સુવિધાઓમાં અન્યાયપૂર્ણ તફાવત રાખવામાં આવ્યો છે.
“સમાન કાર્ય માટે સમાન વેતન” જેવો બંધારણીય સિદ્ધાંત આ સ્થિતિમાં પૂરો પડતો નથી.
4. ફિક્સ પગારની નીતિનું માનવીય અને આર્થિક મૂલ્યાંકન:
આજના સમયમાં મોંઘવારીના વધારા સાથે જીવનવ્યવહારના ખર્ચમાં સતત વધારો થતો જાય છે. ફિક્સ પગારના કર્મચારીઓને નિશ્ચિત અને મર્યાદિત વેતન મળતું હોવાને કારણે તેમની આર્થિક સ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે.
૫ વર્ષ સુધી કોઈ પણ પ્રકારની પગાર વૃદ્ધિ કે ભથ્થા ન મળવાથી તેમનો ઉત્સાહ ઘટે છે, અને સરકારની વિવિધ યોજનાઓના અમલમાં પણ પ્રભાવ પડે છે.
ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાને રાખી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે,
1. ફિક્સ પગારના કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થાનો તબક્કાવાર લાભ આપવા યોગ્ય નીતિ ઘડવામાં આવે.
2. દિવાળી તેમજ અન્ય તહેવારો નિમિતે ફિક્સ પગારના કર્મચારીઓને પણ “તહેવાર બોનસ” આપવાની યોજના અમલમાં મુકવામાં આવે.
3. સમાન કાર્ય માટે સમાન વેતનનો સિદ્ધાંત અનુસરતાં, ફિક્સ પગાર નીતિમાં સુધારણા કરી કાયમી કર્મચારીઓ સમાન હક્કો અપાય.
4. રાજ્ય સરકારના વહીવટી તથા આર્થિક તંત્રમાં ફરજ બજાવતા દરેક કર્મચારીને સમાન સન્માન અને પ્રોત્સાહન મળે તે દિશામાં માનવતાવાદી નિર્ણય લેવાય.
ગુજરાત રાજ્યની સંવેદનશીલ અને પ્રજાલક્ષી સરકાર હંમેશાં કર્મચારી હિત માટે પગલા લેતી રહી છે. એ જ આશા સાથે આ રજૂઆત કરવામાં આવે છે કે સરકાર તાત્કાલિક યોગ્ય વિચારણા કરી ફિક્સ પગારના કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થા અને તહેવાર બોનસના લાભથી વંચિત ન રાખે.
આ નીતિમાં સુધારણા થવાથી લાખો ફિક્સ પગારના કર્મચારીઓના પરિવારોને ન્યાય, સમાનતા અને પ્રોત્સાહન મળશે અને તેઓ વધુ ઉમંગથી ફરજ બજાવી શકશે.
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@irushikeshpatel@Balwantsinh99@RaghavjiPatel@KanuDesai180@hdraval93@AcharyaJay22_17@JournoJayesh@devanshijoshi71@DevendraBhatn10@chetan_pagi@chintanbhogayta@deepakrajani123@DeepalTrevedie@nidhirpatel6@garvanitin2@Janak_Sutariyaa@dave_janak@NewsCapitalGJ@isudan_gadhvi@YAJadeja@Gopal_Italia@jigneshmevani80@AmitChavdaINC@INCGujarat@AamAadmiParty@PravinRam_@are_osambhaa@Being_Manass@SidharajsinhjiC@MansiJoshi_17@Divuahirr@Mayur_ahir79@HeerAmbitious@I_M_Viral88@Jatin_Barot_@kathiyawadiii@Mehul90711@NiravJoshi0@RajanThakkar9@tejasmajithiya5@shaktisinhgohil@ShankersinhBapu