"સરકારનું અજબ ગજબનું ગણિત!" 🤔
કર્મચારી કહે: "સાહેબ, મોંઘવારી વધી ગઈ છે, ઘર ચલાવવું મુશ્કેલ છે, "#ફૂલ_પગાર" આપો ને!"
સરકાર: "ખજાનો ખાલી છે ભાઈ, થોડું સમજો!" 🙅♂️
વકીલ કહે: "સાહેબ, તમારી સામે લડતા કર્મચારીઓને સન્માનીય ફૂલ પગાર ન આપવો પડે, એના માટે હું સુપ્રીમ કોર્ટમાં દલીલ કરીશ. એક હિયરિંગના(મુદ્દત) ૨ લાખ થશે!"
સરકાર: "અરે સાહેબ, ૨ નહીં ૫ લાખ લો, પણ પેલા ગરીબ કર્મચારીને પૂરો પગાર ન મળવો જોઈએ!" 💸✅😥
ધન્ય છે આ 'વિકાસ'ને, જ્યાં મહેનત કરનાર માટે '#ફિક્સ_પે' અને લડાવનાર માટે 'મિક્સ' (કરોડો રૂપિયા) છે! કર્મચારીને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ નહીં, પણ ફિક્સ પે રાખનાર માટે લડનારને તો આખું બગીચું! 🥀🏛️
📌શોષણની પ્રથા: ફિક્સ પે પ્રથા એ સરકારી કર્મચારીઓનું આર્થિક શોષણ છે. વર્ષો સુધી સખત મહેનત કરવા છતાં કર્મચારીઓને પૂરતો પગાર મળતો નથી, જેના કારણે તેમનું અને તેમના પરિવારનું જીવન નિર્વાહ મુશ્કેલ બને છે.
📌સમાન કામ, સમાન વેતનનો અભાવ: ગુજરાત હાઈકોર્ટે ૨૦૧૨માં ચુકાદો આપ્યો હતો કે 'સમાન કામ માટે સમાન વેતન' મળવું જોઈએ, પરંતુ સરકાર આ ચુકાદાને માનવાને બદલે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારે છે.
📌કર્મચારીઓની હાલાકી: કર્મચારીઓ રવિવારે પણ કામ કરે છે, ભીડ ભેગી કરવા જેવા રાજકીય કાર્યોમાં જોતરાય છે અને ઓવરટાઈમ કરે છે, છતાં તેમને હકનો પૂરો પગાર મળતો નથી.
📌ગુજરાતના ફિક્સ પે ના કર્મચારીઓ છેલ્લા ૧૫ વર્ષથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે... અને સરકાર? સરકાર 'ન્યાય ન મળે' એના માટે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી રહી છે! 🌊💰
🛑કર્મચારીનો આખો મહિનો = ₹૨૦,૦૦૦ (અંદાજે)
🛑સરકારી વકીલની એક હિયરીંગની હાજરી = ₹૨,૦૦,૦૦૦ થી ૫,૦૦,૦૦૦
વિચારો, જે પૈસા ફૂલ પે રોકવા માટે જાય છે, એ જો કર્મચારીઓના પગારમાં ગયા હોત તો આજે કેટલાય મધ્યમવર્ગીય પરિવારોના ચૂલા સારી રીતે સળગતા હોત. આને જ કહેવાય "દીવો તળે અંધારું!"🪔
સરકાર પોતાના જ કર્મચારીઓને પૂરો પગાર ન આપવો પડે તે માટે સુપ્રીમ કોર્ટમાં નામાંકિત વકીલો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે.પોતાના જ સંતાનો (કર્મચારીઓ) સામે લડવા માટે ભાડે રાખેલા 'યોદ્ધાઓ' પાછળ આટલો ખર્ચ? વાહ રે સરકાર, વાહ! 👏
😥આ શોષણ નહીં તો બીજું શું છે? "સમાન કામ, સમાન વેતન" માત્ર કાગળ પર જ કેમ? હવે તો હદ થાય છે! 😡
#FixPay #Gujarat #EmployeeRights #Justice
#GujaratGovernment #Exploitation #JusticeDelayed #FixedSalary #SocialJustice
#GovernmentEmployees #JusticeForEmployees
#Remove_Fix_Pay_Gujarat
#Remove_Fix_Pay
#Remove_FixPay_In_Gujarat
#REMOVE_FIX_PAY_IN_GUJARAT
@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u
@Gopal_Italia ખુબ ખૂબ આભાર તમે વિધાનસભા માં ગુજરાત સરકાર નો પાયો એવા વર્ગ ૩,૪ ના કર્મચારીઓ નો અવાજ ઉઠાવ્યો. @jigneshmevani80@AmitChavdaINC તમે અમારો અવાજ બની a ફિક્સ પગાર રૂપી કેન્સર ને ગુજરાત માંથી દૂર કરો તેવી પ્રાર્થના....
ફિક્સ પે કર્મચારીની વેદનાં.ફિકસ પે કર્મચારીઓ ગુજરાતના કરોડો લોકોની સેવા કરી રહ્યાં છે આજે એ કર્મચારીના પ્રશ્નો બાબતે મીડીયામાં કોઈ ચર્ચા કે કોઈ સંવાદ નથી પરંતુ વિપક્ષનો કે સત્તા પક્ષના સામાન્ય કાર્યકર્તાના ન્યૂઝ ચેનલો હેડલાઇન બનાવે છે @abpasmitatv@Jamawat3@dabhi10@nidhirpatel6
માનનીય રાજ્યપાલશ્રીએ ફક્ત પ્રવચન ટૂંકાવ્યું છે હકીકતમાં તો ફિક્સ પગારમાં ફરજ બજાવતા હજારો કર્મચારીઓનું જીવન આ શોષણભર્યા પગારથી ટૂંકાઈ રહ્યું છે.સરકારે આ ગંભીર વાસ્તવિકતાની નોંધ લઈ ફિક્સ પે જેવી શોષણકારી નીતિ તાત્કાલિક નાબૂદ કરે અને યુવાનો તથા કર્મચારીઓને ન્યાય આપે એ જ માંગ છે.
એક રાજ્ય અને નીતિ અલગ અલગ!!
🏛️ ગુજરાત રાજ્ય સરકાર
➡️ 5 વર્ષ ફિક્સ પે
🏙️ મહાનગરપાલિકાઓ
➡️ 3 વર્ષ ફિક્સ પે
⚡ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ. (GUVNL)
➡️ 3 વર્ષ ફિક્સ પે
રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓ માટે ક્યારે નિર્ણય લેશે?
#Remove5yearFixpay@narendramodi@Bhupendrapbjp
ગુજરાતમાં ફિક્સ પેને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લા ૧૩ વર્ષથી પેન્ડિંગ છે. ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૨માં ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો. પરંતુ, તેમ છતાં, સરકાર આ કેસ સુપ્રીમ કોર્ટમાં લડી રહી છે.
#Remove_Fixpay_in_gujarat#fixpay
📢 CITS RPL 2025 exam results were declared on 28/11/2025, yet thousands of candidates across India are still unable to download their Marksheet & Certificate from the SIDH Portal.
The portal claims that OTP has been sent, but no OTP is received, and even the email shows a blank/empty message.
Despite raising a grievance and receiving Ticket No. 484796, the issue remains unresolved till today.
In a digital era, such persistent technical glitches in a national portal handling exam results are extremely concerning.
Requesting urgent intervention and immediate resolution from the authorities.
@NSDCIndia@MSDESkillIndia@nimichennai@mygovindia@jayantrld@Office_ChJayant
#CITSRPL2025 #SIDHPortal #SkillIndia #NSDC #ITI #RPL #TechnicalIssue #DigitalIndia
તા.૩/૧૨/૨૫ના રોજ સુપ્રીમ કોર્ટમા ફીક્સ પે ના ચુકાદાની સુનાવણી છે.ગુજરાતના કર્મચારીઓને ધ્યાનમાં રાખીને ઐતિહાસિક ચુકાદો આપે તેવી આશા છે.આ વર્ષો જૂની ગેરબંધારણીય નીતિ નાબૂદ થાય અને ન્યાય મળે એવી ભગવાનને બધા પ્રાર્થના કરો🙏આ ક્ષણની વર્ષોથી રાહ જોઇને બેઠા છે..
#RemoveFixpayGujarat
⚖️ ૧૩ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં લટકતો ફિક્સ પે કેસ.
ગુજરાતના લાખો ફિક્સ પે કર્મચારીઓના ભવિષ્યનો સૌથી મહત્વપૂર્ણ કેસ SLP 14124-14125/2012 હવે ફરી સુપ્રીમ કોર્ટમાં 3 ડિસેમ્બરે મૂકવામાં આવ્યો છે.
⚖️ આ કેસમાં વર્ષ 2012માં ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ જણાવ્યું હતું કે
“સમાન કામ માટે અસમાન વેતન આપવું એટલે સીધું-સીધું શોષણ.” અને સરકારને ફિક્સ પે બંધ કરી સમાન વેતન આપવા સુચના આપી હતી.પરંતુ ગુજરાત સરકારે એ ચુકાદાને સ્વીકારવાને બદલે, સુપ્રીમ કોર્ટમાં SLP ફાઈલ કરીને 13 વર્ષથી મુદ્દો લટકાવ્યો છે.
🏛️ગુજરાત સરકારે હવે સુપ્રીમ કોર્ટમાં પોતાની તરફથી રજૂઆત કરવા માટે #Attorney_General of India તથા Additional Advocate General #મનિશાબેન એલ. શાહ ને Special Counsel તરીકે નિયુક્ત કર્યા છે.
🔔 3 ડિસેમ્બર: કર્મચારીની આશાઓની તારીખ
આ કેસ માત્ર કાયદાનો મુદ્દો નથી -
આ હજારો પરિવારોના ભવિષ્યનો પ્રશ્ન છે.
હવે સમય આવી ગયો છે કે આ શોષણ પ્રથા નાબૂદ થાય.
✊ સરકાર માટે સૂચન - ન્યાય વિરુદ્ધ નહિ, ન્યાય માટે લડો
👉 ફિક્સ પે બંધ કરો
👉 સમાન કામ–સમાન વેતન અમલમાં મૂકો
👉 13 વર્ષની કાનૂની ટાળટણું સમાપ્તિ તરફ લાવો
👉 રાજ્યના વિકાસની શરૂઆત કર્મચારીઓના સન્માનથી કરો
📢 #Remove_Fix_Pay_Gujarat
📢 #FixPayIsExploitation
📢 #EqualPayForEqualWork
#Remove_Fix_Pay #SupremeCourt #Gujarat #Remove_FixPay_In_Gujarat #Remove_Fix_Pay
ફિકસ પે કર્મચારીઓને પગાર સિવાય અન્ય કોઈ ભથ્થું મળતુ નથી તો તેમના ફેમિલીમાં પતિ-પત્ની બાળકો,માતા-પિતા વગેરે સભ્યો તહેવારની સારી ઉજવણી કરવાની આશા રાખતા હોય છે પરંતુ મોંઘવારીના સમયમાં પાંચ વર્ષ સુધી દિવાળી કેવી જાય એ તો ફિકસ પે કર્મચારી જ જાણે છે?@CMOGuj @RemoveFixPay @abpasmitatv
ગુજરાતમાં ફિક્સ પે નીતિ વર્ષોથી ચાલે છે, જે હવે શોષણ સમાન બની ગઈ છે.
યુવાનોના હિતમાં હવે પાયાનો નિર્ણય લેવો જરૂરી છે.
ફિક્સ પે બંધ કરો, ગુજરાતના યુવાઓ ને ન્યાય આપો.!
#remove_fixpay_in_gujarat