📍 સેવાસેતુ ૨.૧ | બામણોજ
દાંતા સબ-ડિવિઝનના હડાદ તાલુકાના બામણોજ ગામે સેવાસેતુ ૨.૧ કાર્યક્રમ યોજાય���. વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ ગ્રામજનોને સ્થળ પર જ મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ.
જનસેવા • સુશાસન • સરળ સરકારી સેવાઓ
સેવાસેતુ ૨.૧🔖
દાંતા સબ-ડિવિઝનના દાંતા તાલુકાના માનપુર ગામે પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો. સરકારના વિવિધ વિભાગોની લોકકલ્યાણકારી યોજનાઓ તથા સેવાઓનો લાભ ગ્રામજનો અને લાભાર્થીઓને સ્થળ પર જ મળી રહે તેની કામગીરી કરવામાં આવી.
#SevaSetu2.1 #Dantasdm#gujaratgovernment
🙏🌺 ભાદરવી પૂનમ મહામેળા ૨૦૨૬ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે મહામેળા દરમિયાન વહીવટી તંત્રની કામગીરી, માઈભક્તો માટેની સુવિધાઓ અને તેમના અનુભવો અંગે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા. 🚩
લાખો ભક્તોની આસ્થાને સુગમ બનાવવા થયેલી વ્યવસ્થાઓ અને સેવાકીય કામગીરીની આ રહી એક ખાસ ઝલક. ❤️🙏
#BhadarviPoonam #Ambaji #AmbajiMela #MaaAmba #Gujarat
🙏🌺 ભાદરવી પૂનમ મહામેળા ૨૦૨૬ની યાદગાર ક્ષણો લોકો સુધી પહોંચાડવા બદલ ���મામ મીડિયા મિત્રોનો હૃદયપૂર્વક આભાર! 🚩
વિવિધ ન્યૂઝ મીડિયા દ્વારા મહામેળાની ભક્તિ, સેવા, વ્યવસ્થા અને વિવિધ કાર્યક્રમોની સુંદર ઝલક લાખો દર્શકો સુધી પહોંચાડવામાં આવી. અંબાજી ધામની આસ્થા અને ભવ્યતાને લોકો સુધી પહોંચાડવામાં આપના સહયોગ બદલ ખૂબ ખૂબ આભાર. ❤️🙏
#BhadarviPoonam #Ambaji #AmbajiMela #MaaAmba #MediaCoverage
🙏🧒 ભાદરવી પૂનમ મહામેળામાં બાળ સુરક્ષાની મહત્વપૂર્ણ સેવા! 🌺
મહામેળા દરમિયાન ૧,૪૩,૮૬૯ બાળકોને બાળ સુરક્ષા સેવાનો લાભ મળ્યો. ભીડભાડ વચ્ચે બાળકોની સુરક્ષા, સંભાળ અને સલામતી માટે કરવામ��ં આવેલી આ કામગીરી ખૂબ જ મહત્વપૂર્ણ રહી. ❤️🙏
#BhadarviPoonam #Ambaji #ChildSafety #ChildProtection #MaaAmba
🙏🍽️ ભાદરવી પૂનમ મહામેળામાં ભક્તિ સાથે ભોજન પ્રસાદની સેવા! 🌺
મહામેળા દરમિયાન ૪,૯૩,૮૮૯થી વધુ માઈભક્તોએ પ્રેમપૂર્વક ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો. ભક્તોની સેવા અને સુવિધા માટે કરવામાં આવેલી આ વ્યવસ્થા સેવાભાવ અને સમર્પણનું સુંદર ઉદાહરણ બની. 🚩🙏
#BhadarviPoonam#Ambaji#PrasadSeva #MaaAmba #AmbajiMela
🙏🍬 ભાદરવી પૂનમ મહામેળામાં પ્રસાદ વિતરણની પાવન સેવા! 🌺
મહામેળા દરમિયાન ૩૨,૩૧,૨૬૩ જેટલા મોહનથાળ પ્રસાદના પેકેટોનું ભક્તોને વિતરણ કરવામાં આવ્યું. મા અંબાના આશીર્વાદ સાથે પ્રેમ, શ્રદ્��ા અને સેવાભાવથી કરવામાં આવેલી આ પ્રસાદ સેવા ભક્તો માટે યાદગાર બની. 🚩🙏
#BhadarviPoonam #Ambaji #MohanthalPrasad #PrasadSeva #MaaAmba
🚩🙏 ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન અંબાજી મંદિરના શિખર પર ભક્તિ અને આસ્થાની અનોખી ઝલક જોવા મળી.
મહામેળાના ૭ દિવસ દરમિયાન મંદિરના શિખર પર ૪,૫૨૮ જેટલી ધજાઓ લહેરાવવામાં આવી. દરેક ધજા સાથે જોડાયેલી ભક્તોની શ્રદ્ધાએ અંબાજી ધામને વધુ દિવ્ય બનાવી દીધું. 🌺✨
#BhadarviPoonam#Ambaji #MaaAmba #AmbajiTemple #JaiAmbe
બાઈટ :- શ્રી મિહીર પટેલ ( શ્રી આરાસ���રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ના અધ્યક્ષ શ્રી અને જિલ્લા કલેકટર )
ભાદરવી પૂનમ મહામેળા ૨૦૨૬ ના સફળ આયોજન બદલ કૃતજ્ઞતા રૂપે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્રિશૂળિયા ઘાટથી અંબાજી મંદિર સુધી ભવ્ય પદયાત્રા યોજાઈ. 🙏🚩
#BhadarviPoonam
🔖ગુજરાત રાજ્યના માન.અધિક મુખ્ય સચિવશ્રી જયંતિ રવિ મેડમ દ્વારા અંબાજી ખાતે જગતજનની માઁ અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવી અંબાજી ખાતે ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા કરવામાં આવી.🛕મદદનીશ કલેક્ટરશ્રી દાંતા તથા અંબાજી મંદિર વહીવટદારશ્રી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવેલ.📒
માન. અધિક મુખ્ય સચિવશ્રી(મહેસૂલ) @JayantiRavi દ્વારા આજરોજ જિલ્લાની મુલાકાત લઈ, કલેકટર કચેરી ખાતે જિલ્લાના મહેસૂલી અધિકારીઓ સાથે બેઠક યોજી મહેસૂલી મુદ્દાઓ પરત્વે સમીક્ષા કરી માર્ગદર્શક સૂચનો કર્યા હતા. @CMOGuj@InfoGujarat
🙏🚩 ઇમરજન્સી રિસ્પોન્સ, સેવા કેમ્પ નોંધણી અને વાહન પાસ સમિતિનો હૃદયપૂર્વક આભાર! 🌺
મેળા દરમિયાન ૧૦૮ ઇમરજન્સી સેવાઓ, પદયાત્રી સેવા કેમ્પોનું સંચાલન અને સુચારુ વાહન વ્યવસ્થા પૂરી પાડવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. 🚩❤️
માઈભક્તોની સુરક્ષા અને સુવિધા માટે તત્પર તમામ સેવકોને દિલથી સલામ! 🚩
જય અંબે! 🙏
#Ambaji #BhadarviPoonam #EmergencyServices #108Emergency #Aabhar #JaiAmbe
🙏🚩 મેળો પૂર્ણ થયો, પણ આપણી ફરજ નહીં!
🌺અંબાજી ધામ, ગબ્બર પરિક્રમા માર્ગ અને પરિસરને સ્વચ્છ અને પવિત્ર રાખવા સંકલ્પ લઈએ.
"પવિત્રતા ત્યાં જ પ્રગટે છે જ્યાં સ્વચ્છતા હોય છે!" જય અંબે! 🙏
#SwachhAmbaji#CleanAmbaji#BhadarviPoonam2026#JaiAmbe
પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આયોજિત ભાદરવી પૂનમ મહામેળા-૨૦૨૬ના અંતિમ દિવસે રાજ્યના માન. નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ માં અંબાના દર્શન કરી વિધિવત ધ્વજારોહણ કર્યું હતું અને સમગ્ર રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. @InfoGujarat@CMOGuj