સમગ્ર આણંદ માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે !!!
આજે ગુજરાત રાજ્યનાં બજેટમાં આપણાં રાજ્યનાં નાણામંત્રી શ્રી કનુભાઇ દેસાઇ દ્વારા આણંદ નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની ઘોષણા કરાઇ છે.
આણંદને મહાનગર પાલિકાનો દરજ્જો મળે એ અંગે અનેકવખત રજૂઆતો કરી હતી, આણંદને મહાનગર પાલિકાનો દરજ્જો આપવા બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી અને રાજ્ય નાણાં મંત્રી શ્રી @KanuDesai180 જીનો આભાર માનું છું.
આણંદ વિકાસનાં રસ્તે પૂરપાટ ઝડપે આગળ વધી રહ્યું છે, શ્વેત નગરી તરીકે ઓળખાતા આણંદને મહાનગર પાલિકાનો દરજ્જો મળતા હવે આણંદનો વિકાસ વધુ વેગવંતો બનશે અને ભારતનાં નકશા પર શ્વેત નગરી આણંદનું નામ વધુ મજબૂત બની શકશે.
આણંદ ને મહાનગર પાલિકાનો દરજ્જો મળવાથી નાગરિકોની સુવિધાઓ અને સુખાકારીમાં ઉમેરો થશે. નાગરિકોની સેવા વિવિધલક્ષી અને ટેક્નિકલી વધુ મજબૂત બની શકશે.
હું સમગ્ર આણંદનાં નગરજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ મેહુલ બોઘરાની ઓફિસમાં આવ્યા પછી..
ફિરકી બાબતે સામાન્ય જનતાને માર મારનાર પોલીસ ની વિડિયો મૂકવાની ઘટના બાબતે પોલીસ આજરોજ રૂબરૂ મારી ઓફિસ આવેલ...
સામાન્ય જનતાના હિત માટે લડાઈ આપો તો આ સિસ્ટમ તમને કયા હદ સુધી હેરાન કરે એનું એક ઉદાહરણ...
(note: કાયદાના સિદ્ધાંતો વિરુદ્ધ જઈ કોઈપણ વ્યક્તિને પોલીસ સ્ટેશન બોલાવો એ આઇપીસીની ધારા 166એ મુજબ ગુનો બને છે)
એક જ દિવસમાં ફરિયાદ કરવી; એક જ દિવસમાં નોટિસ આપી; બીજા જ દિવસમાં વકીલની ઓફિસમાં ઘૂસી જવું; પોલીસ ખાતાનું આટલું ઝડપી કામ તમે ક્યારેય નહીં જોયું હોય જે માત્ર આજ કેસમાં તમને જોવા મળશે; જેમાં પોલીસ ખુદ આરોપી હોય
આજરોજ સરથાણા પોલીસ સ્ટેશનથી 3 પોલીસ કર્મચારીઓ પી. સી. આર વાન લઈ મારી ઓફિસ પર રૂબરૂ આવી અને મને સીઆરપીસીની ધારા 41એ મુજબ નોટિસ આપવાની વાત કરી રહ્યા હતા..
જે બાબતે કાયદાકીય શું પ્રોસેસ છે એ પ્રક્રિયા સમજાવી; કાયદો રાજાઓનો પણ રાજા છે કાયદાથી ઉપર કોઈ નહીં; કાયદાઓને ગજવામાં રાખી અને મેહુલ બોઘરાની ઓફિસમાં પ્રવેશ કરવો નહીં; કાયદાના સિદ્ધાંતો વિરુદ્ધ જઈ કોઈપણ વ્યક્તિને પોલીસ સ્ટેશન બોલાવો એ આઇપીસીની ધારા 166એ મુજબ ગુનો બને છે..
એટલે કાયદાઓને માનસન્માન આપો અને પછી કાયદાકીય રીતે તમામ પ્રક્રિયા કરો એવી અપેક્ષા..
#advmehulboghara #mehulboghara #gujarat #surat #police #corruption #fightforrights #ruleoflaw #GujaratPolice #SuratPolice #law #FightForRight
'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં યોજાયેલ સ્વચ્છતા કાર્યક્રમો અન્વયે ગ્રામ્ય વિસ્તારમાં સફાઈ કામગીરી કરીને અનોખું ઉદાહરણ પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું.🧹
#SwachhGujarat2023