BMC દ્વારા ફિક્સ પગારના કર્મચારીઓનો સમયગાળો ૫ વર્ષથી ઘટાડી ૩ વર્ષનો કરવામાં આવ્યો ખૂબ સારો નિર્ણય કેવાય.પણ ગુજરાત કર્મચારીઓને ફિક્સના ૫ વર્ષમાથી કયારે મુક્તિ મળશે. સરકાર ક્યારે રાહત આપશે?કર્મચારીઓના હિતમા નિર્ણય કરે તેવી કર્મચારીઓ આશા રાખીને બેઠા છે.@BJP4Gujarat@sanghaviharsh
📱કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતીના ગોટાળાને લઈને સોશિયલ મીડિયામાં અનેક #વીડિયો વિદ્યાર્થીઓ દ્વારા વાયરલ.📱
👆🏻કૃષિ યુનિવર્સિટી #જુનિયર_ક્લાર્ક ભરતી ગોટાળો – સત્તાધીશોનું ભેદી મૌન, ખાનગી એજન્સી ને બચાવવાનો એજન્ડા ?👇🏻
⚫ક્યારેક લાગે છે કે ગુજરાતની ભરતી પ્રક્રિયા કોઈ પરિક્ષા નહિ પણ પરિક્ષણ છે – વિદ્યાર્થીની સહનશક્તિનું પરિક્ષણ, તેમની હિંમતનું પરિક્ષણ અને ક્યારેક તો તેમની મૂર્ખ બનાવી શકવાની ક્ષમતાનું પણ પરિક્ષણ!
⚫તાજેતરમાં કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષામાં થયેલી ગડબડીનાં વીડિયો સોશિયલ મીડિયામાં ધડાધડ વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ઉમેદવારો સત્તાવાર સમય પૂરો થયા પછી પણ આરામથી પેપર લખી રહ્યા છે, અન્ય થયેલી બેદરકારી/ અણઆવડત સામે આવી રહી છે પરંતુ યુનિવર્સિટીનો પ્રતિભાવ ? — “મૌન”. હા, એક એવું મૌન જે સત્યને દટાવવાની કળા શીખવે છે.
🧑🏻🏫વિદ્યાર્થીઓ સવાલ પૂછે છે:
❓“આ ગડબડી કેમ?”
❓“કઈ એજન્સી જવાબદાર છે?”
❓“શું પરીક્ષા દરમિયાન આટલું બધું બનતું રહે અને અધિકારીઓને ખબર ન પડે ?”
📍પ્રશ્નપત્ર લીક થાય તો એજન્સી નિર્દોષ.
📍સમયની ગડબડ થાય તો એજન્સી નિર્દોષ.
📍ઉમેદવારોને અયોગ્ય લાભ મળે તો પણ એજન્સી નિર્દોષ.
લાગે છે જાણે એજન્સીઓ પાસે કોઈ “#દિવ્ય_છત્ર” છે – જેના નીચે ભ્રષ્ટાચાર પણ ધૂળ ખાઈ જાય.
📌સરકાર અને યુનિવર્સિટીઓ વારંવાર વિદ્યાર્થીઓને કહે છે: “મહેનત કરો, ઈમાનદારીથી આગળ વધો.”
પણ વિદ્યાર્થીઓને તો શીખવાડવું જોઈએ –
👉 “ભાઈ, ઈમાનદારીથી નહિ… એજન્સીથી જ આગળ વધાય છે.”
🛑વિદ્યાર્થીની આંખો સૂજેલી રહે છે રાતભર અભ્યાસ કરીને, પણ અધિકારીની આંખો ચમકતી રહે છે “કયા કયા કવર આવી પહોંચ્યા છે?” તે ગણીને.
પણ અધિકારીઓનાં કાન સુધી આ સવાલો પહોચે છે કે નહીં તે હજી પણ રહસ્ય છે. કદાચ કાન બંધ છે, કદાચ આંખો મીંચાઈ ગઈ છે, કદાચ એજન્સીઓને બચાવવાનો એજન્ડો છે.
🛑સરકાર તથા યુનિવર્સિટીઓએ ખાનગી એજન્સીઓને કામ સોંપી દીધું છે, જાણે તેઓ “ભ્રષ્ટાચારનાં માન્ય એન્જિનિયર” હોય. દરેક ગોટાળામાં એજન્સીઓનાં નામ ચમકે, પરંતુ અંતે બચી જાય છે કેમ કે નેતાઓની એની ઉપર છત્રછાયા છે.
સરકાર વિદ્યાર્થીઓને નૈતિકતા, ઈમાનદારી અને મહેનતનાં પાઠ ભણાવે છે. પરંતુ જ્યારે ભરતીની વાત આવે ત્યારે એજન્સીઓ અને અધિકારીઓના “#ગુપ્ત_પાઠ” કામ આવે છે.
🚫વિદ્યાર્થીઓની મહેનત, માતાપિતાની આશા, વર્ષોનું ભણતર – બધું મળી એક રાજકીય નાટકનું “પ્રોપ” બની જાય છે. પરીક્ષા માટે રાત દિવસ જાગેલા વિદ્યાર્થીઓનો પરિશ્રમ ચહેરા પર લાલચમકતા સ્મિત સાથે અધિકારીઓ સહજતાથી બલી ચઢાવી દે છે.
🚫જો આજે પણ યુનિવર્સિટીનું મૌન તૂટશે નહીં, તો આ મૌન ભવિષ્યમાં મોટી ગર્જના બનશે. વિદ્યાર્થીઓ હવે પ્રશ્ન પૂછવા જાગી રહ્યા છે. અને જો આ મૌન યથાવત રહેશે તો સમાજના દરેક ખૂણે એક જ અવાજ ગુંજશે –
“આ પરીક્ષા નથી, આ છે ભ્રષ્ટાચારની પ્રેક્ટિકલ ક્લાસ!”
#કૃષિયુનિવર્સિટી #ભરતીગોટાળો #અપારદર્શિતા
#PrivateAgencyScam #FraudByAgency
#AgencyUnderScrutiny #BehindTheAgency
રાજ્ય સરકાર તરફથી એસ.ટી.ના તમામ કર્મચારીઓને દિવાળીમાં ખુશીઓની ભેટ !
🪔 આ દિવાળીએ નિગમના તમામ કર્મચારીઓને રૂ.૧૦,૦૦૦/- તહેવાર પેશગી એડવાન્સ પેટે ચુકવવામાં આવશે.
🪔 પહેલાં આ લાભ માત્ર ફિક્સ પગારના કર્મચારીઓને મળતો હતો, આ વર્ષથી તહેવાર પેશગી રકમનો લાભ એસ.ટી.ના તમામ કર્મચારીઓને મળશે.
દિપાવલીની ખૂબ ખૂબ શુભકામનાઓ. 🪔🎇
#Remove_Fixpay_in_gujarat
ગુજરાત ફિક્સ પગાર નાબૂદી અભિયાન – અન્યાય વિરુદ્ધનો આંકડાઓથી પુરાવો ભયંકર છે આંકડાઓથી સ્પષ્ટ સાબિત થાય છે કે છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં કર્મચારીઓ નું ફક્ત શોષણજ કર્યું છે..
આ ટેબલ સ્પષ્ટ બતાવે છે કે ગુજરાતની સરકારે કેવી રીતે વર્ષો સુધી ભણેલા યુવાનો સાથે ખુલ્લો અન્યાય કર્યો છે 👇
Grade Payઆજની તારીખમાં મળવો યોગ્ય પગારહાલનો ફિક્સ પગાર તફાવત
આ છે સચ્ચાઈ :
જ્યાં દરેક મહિના માં સરકારી કર્મચારીએ હકદાર પગારથી રૂપિયા 10,000 થી રૂપિયા 23,000 ઓછા મેળવે છે એનો અર્થ એ કે સરકાર દર મહિને લાખો કર્મચારીઓ પાસેથી કરોડો રૂપિયા “ચોરી” રહી છે..!
5 વર્ષ પછી પણ એનું ન્યાયિક સમાધાન નથી.
આ નીતિ ભણેલા વર્ગ સામેની સૌથી મોટી નીતિગત દગાબાજી છે.
ગુજરાતની ભાજપ સરકાર ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરો.
દરેક કર્મચારીને આજના દર મુજબનો પગાર તરત આપો.
બાકી જે “તફાવત” છે, એનો બેકલોગ ચૂકવો.
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
રાજ્યના #ફિક્સ_પગારવાળા કર્મચારીઓ દિવાળીના તહેવાર પર વર્ષોથી ચાલી આવતી આ પ્રથા દુર થાય એવી આશા સેવી રહ્યા છે.!હાલની સરકાર આના પર વિચાર વિમર્શ કરી યોગ્ય નિર્ણય લે કે પછી આના પર ગોપાલભાઈ ઈટાલિયા તેમના વિચાર રજૂ કરે એની રાહ જોવાઈ રહી છે??
@CMOGuj@AAPGujarat@INCIndia