ગઢડા તાલુકાના સાંજણાવદર ગામે સર્વ જ્ઞાતય સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો જેમાં ગઢડા તાલુકાના વિવિધ ગામોના 67 યુગલોએ લગ્નગ્રંથિથી બંધાયા જે લગ્નની ખાસ ખાસિયત એ હતી કે તલાટી કમ મંત્રી એચડી બોરીચા દ્વારા સ્થળ પર જ લગ્ન પ્રમાણપત્ર આપવામાં આવ્યું
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પડવદર ગામે કૃષિ રાહત પેકેજ 2025 માં ખેડૂતલક્ષી રાહત પેકેજ દરેક ખેડૂત સુધી પહોંચી રહે અને કોઈ પણ ખેડૂત આ સહાયથી વંચિત ન રહી જાય તે માટે ગ્રામ પંચાયતે રાત્રે સભાનું આયોજન કરવામાં આવ્યું
સરકારશ્રીના કૃષિ રાહત પેકેજ 2025 અન્વયે ખેડૂતોને હાલાકી ના પડે અને સરળતાથી દરેક ખેડૂત ફોર્મ ભરી શકે છેવાડાના ખેડૂત સુધી આ લાભ પહોંચે એ માટે પડવદર ગ્રામ પંચાયત કચેરી દ્વારા રાત્રી સભા નું આયોજન કરવામાં આવ્યું અને આ રાત્રે ગ્રામસભામાં તલાટી કમ મંત્રી દ્વારા સમજૂત કરવામાં આવ્યા
વનાળી ગામે મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત કળશ યાત્રા બાદ સુમેસરા પરિવારના માતાજીના મઢે અનુસૂચિત જાતિના પ્રશ્નો સાંભળવા રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વનાળી ગામના સરપંચ શ્રી તથા તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના સભ્ય અને તલાટી કમ મંત્રી શ્રી એચ ડી બોરીચાએ હાજરી આપી
આજરોજ માન જિલ્લા વિકાસ અધિકારી સાહેબ દ્વારા તાલુકા પંચાયત ની મુલાકાત કરી પદાધિકારી શ્રી સાથે ચર્ચા કરી તેમજ વિવિધ યોજનાકીય સમીક્ષા કરી માર્ગદર્શન આપવામા આવ્યુ. @DDOBOTAD@Collectorbotad @mahitibotad @ishambhutundiya