ઔદ્યોગિક ક્રાંતિ સાથે અગ્રેસર ગુજરાત આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે 5 જૂને ભરૂચ અને વલસાડના કેમિકલ અને બલ્ક ડ્રગ ઝોન માટે ₹1,063.5 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ.. #SuratNavsarjanParv
કા.ઇ.શ્રી, સિંચાઇ વિભાગ મુજબ તા. ૮ મે ના રોજ રંગમતી ડેમના દરવાજા ખોલવામાં આવનાર હોય હેઠવાસના ચંગા, ચેલા, દરેડ, જામનગર શહેર, જુના નાગના, નવા નાગના ગામના લોકોને સાવચેતી રાખવા તથા નદીના પટમાં અવર-જવર ન કરવા વિનંતી છે
@CMOGuj@JayantiRavi@DirectRelief@ddojamnagar2@infojamnagargog
12 વર્ષ સેવા, સમર્પણ અને સુશાસનના...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 12 વર્ષ દરમિયાન વિકાસને મળી નવી ગતિ, જનકલ્યાણને મળી નવી દિશા...
#12YearsOfSeva
કા.ઇ.શ્રી, સિંચાઇ વિભાગ મુજબ જામજોધપુર તાલુકાના સતાપર ગામ પાસે ડાઈ મીણસાર ડેમની ઉપરવાસમા પાણીની આવક ચાલુ હોય તથા આવતીકાલે ડાઈ(મી) ડેમ માંથી પાણી છોડવામાં આવનાર તેથી લોકોને સાવચેતી રાખવા તથા નદીના પટમાં અવર-જવર ન કરવા વિનંતી છે
@CMOGuj@JayantiRavi@DirectRelief@infojamnagargog
ડિજિટલ યુગમાં સરકારી સેવાઓ સરળતાથી, ઝડપી, કાગળરહિત અને પારદર્શક રીતે મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા લોકો માટે ખાસ સુગમ ડિજિટલ પોર્ટલ https://t.co/xW53Uf6vRK વિકસાવવામાં આવેલ છે. આ પોર્ટલ દ્વારા લોકો ઘર બેઠા સરકારી સેવાઓનો લાભ મેળવી શકશે
@CMOGuj@JayantiRavi@infojamnagargog
તા.26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનું મતદાન યોજાનાર હોય પત્રકાર પરિષદ યોજી ચૂંટણી શાંતિપૂર્વક-નિષ્પક્ષ યોજાય તે માટે કરાયેલ તૈયારીની વિગતો આપી મીડિયા દ્વારા પણ લોકોને મતદાન માટે અપીલ કરવા જણાવ્યું.
https://t.co/bcPY1WrFpU
@JayantiRavi@SECGujarat@infojamnagargog
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અન્વયે સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લઈ મતદાન દરમિયાન ત્યાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તથા મતદારોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તે સુનિશ્ચિત કરવા ચૂંટણી અધિકારીશ્રીઓને સૂચના આપી.
@JayantiRavi@SECGujarat@infojamnagargog
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અન્વયે મતદારોને તેમના વિસ્તાર અને મતદાર મથકોની માહિતી સરળતાથી ઉપલબ્ધ થાય તે અર્થે રાજ્ય ચૂંટણી આયોગની વેબસાઇટ પર થી વહેલી તકે માહિતી ચકાસી મહત્તમ મતદાન કરવા વહીવટી તંત્રની અપીલ.
@JayantiRavi@SECGujarat@infojamnagargog
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં મતાધિકારએ તમારી તાકાત છે, અને નૈતિક મતદાન તમારી જવાબદારી છે. તા. 26 એપ્રિલના રોજ વહેલા જાગી, વહેલો મત આપવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
@JayantiRavi@SECGujarat@infojamnagargog
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મતદારનો દરેક મત લોકશાહી માટે નિર્ણાયક હોય છે. તેથી વધુમાં વધુ મતદાન કરી આપની સમસ્યાના નિર્ણાયક ઉકેલ માટે મહત્તમ મતદાન અભિયાનના ભાગીદાર બનવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે.
@JayantiRavi@SECGujarat@infojamnagargog
લાલપુર તાલુકા પંચાયત/જીલ્લા પંચાયત ચૂંટણી અન્વયે આજરોજ સરકારી કોલેજ ખાતેથી મતદાન મથક પર EVM અને ચૂંટણી સાહિત્ય સાથે રૂટ રવાના કરવામાં આવ્યા.
@CollectorJamngr@SP_Jamnagar